• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુધ ગ્રહનો 25 જાન્યુઆરીથી કુંભ રાશિમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

|
Google Oneindia Gujarati News

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનુ પોતનુ એક મહત્વ છે અને તેનો પ્રભાવ લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે જરૂર પડે છે. બુધ ગ્રહને જ્યોતિષમાં નવગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. બુધ ગ્રહ પોતાનુ રાશિ પરિવર્તન કરવાનો છે. 25 જાન્યુઆરી, સોમવારે બુધ ગ્રહ મકર રાશિમાંથી નીકળી કુંભ રાશિમાં પ્રવેશ કરવાનો છે. આ રાશિ પરિવર્તન બપોરે 4 વાગીને 19 મિનિટે થશે. આ લેખમાં જાણીએ બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી બધી રાશિઓના જાતકોના જીવન પર કઈ રીતનો પ્રભાવ પડશે.

મેષ

મેષ

મેષ રાશિના જાતકો માટે આ સમય ઘણો સારો રહેશે. તમારી આવકમાં વધારો થશે. તમે બચત કરવામાં પણ સફળ રહેશો. આરોગ્યની દ્રષ્ટિએ આ ગોચર તમારા માટે અનુકૂળ રહેશે. કોઈ જૂની બિમારીથી પણ રાહત મળવાની આશા છે. કરિયરને યોગ્ય દિશામાં આગળ વધારવામાં મદદ મળશે. પરિવાર અને દોસ્તો સાથે સારો સમય પસાર કરશો. આ રાશિના વિદ્યાર્થીઓને સારુ પરિણામ મળશે. કામકાજ સાથે જોડાયેલ યાત્રા કરવાનો મોકો મળી શકે છે. તમે ઑફિસમાં સહકર્મીઓ અને વરિષ્ઠો સાથે પોતાનો તાલમેલ સારો રાખવો.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના નોકરિયાત જાતકો માટે આ સમય ઘણો ઉત્તમ રહેશે. ઑફિસમાં તમારુ માન-સમ્માન વધશે અને તમારા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે. તમને વરિષ્ઠોનો સહયોગ મળશે. તમે આ સમયમાં પોતાના શત્રુ પક્ષ પર હાવી રહેશો. તમે નવા લોકોને મળશો જે ભવિષ્યમાં તમને કામ લાગી શકે છે. જો તમે વેપાર કરતા હોય તો તમારા પિતાના માર્ગદર્શનથી તમને સારો લાભ મળી શકે છે. તમે સ્વયંમાં આત્મવિશ્વાસની અનુભૂતિ કરશો.

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકોનુ પ્રેમ જીવન સુખદ રહેશે. તમારા બંનેનો સંબંધ મજબૂત રહેશે. આ સમયમાં કરવામાં આવેલી લાંબી યાત્રાથી તમને સારો લાભ મળવાની આશા છે. તમે ભવિષ્ય માટે યોજના બનાવશો જે તમારા માટે લાભકારી રહેશે. આ સમય તમે નવી નવી વસ્તુઓ શીખવામાં સમય પસાર કરશો. તમને કોઈનુ માર્ગદર્શન મળવાની આશા છે જે તમારા માટે લાભકારી સિદ્ધ થશે. તમે દાન પુણ્યના કામમાં ભાગ લેશો. તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર પણ જઈ શકો છો. આરોગ્યની દ્રષ્ટિએ આ સમય તમારા માટે સારો રહેશે.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકોને આરોગ્યની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સમયમાં તમારી તબિયત થોડા નબળી રહેશે. તમે ધીરજથી કામ લો. અધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધી શકે છે. વૈવાહિક જાતકોને સાસરિયા પક્ષ તરફથી આર્થિક લાભ મળી શકે છે. રોકાણ માટે આ સમય અશુભ નથી. આ સમયમાં તમે કોર્ટ કચેરીથી બચો. જ્યાં જરુર હોય ત્યાં જ પોતાનુ મંતવ્ય આપો નહિતર અમુક લોકો તમારાથી નારાજ થઈ શકે છે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકો માટે આ સમય ઘણો શુભ રહેવાની આશા છે. તમને કરિયરમાં આગળ વધવાની ઘણી સારી તકો મળશે. તમે આ તકને હાથમાંથી જવા ન દેશો. નોકરિયાત જાતકો માટે આ સમય સારો રહેશે. ઑફિસમાં તમારા કામની પ્રશંસા થશે. તમને પરિવાર અને દોસ્તોનો સહયોગ મળશે. દરેક પરિસ્થિતિમાં તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. તેમની મદદથી વેપારમાં મોટો લાભ મળવાની સંભાવના છે. આ સમયમાં તમને ક્યાંકથી શુભ સમાચાર મળી શકે છે. તમારુ લગ્નજીવન સુખદ રહેશે.

કન્યા

કન્યા

કન્યા રાશિના જાતકો આ સમયમાં આવનાર બધા પડકારોનો સામનો સરળતાથી કરશે અને તેમાં તમારી જીત પણ થશે. તમારો શત્રુ પક્ષ સક્રિય રહેશે પરંતુ તમે પોતાની સમજદારીથી તેને પરાજિત કરવામાં સફળ રહેશો. તમારી આવક વધશે અને તમે બચત પણ કરી શકશો. આ સમયમાં રોકાણ તમારા માટે લાભકારી રહેશે. તમારા ખર્ચા વધશે પરંતુ તમને વધુ સમસ્યા નહિ થાય. આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યા તમને પરેશાન કરી શકે છે. તમે બેદરરકારી રાખવાનુ ટાળો. તમે કોઈની પણ સાથે વાત કરવામાં પોતાના શબ્દોનુ ધ્યાન રાખો.

તુલા

તુલા

તુલા રાશિના જાતકો પોતાના જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે. પ્રેમ સંબંધો માટે આ સમય ઘણો સારો રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. તમે આ દરમિયાન મળતી તકોને હાથમાંથી જવા ન દેશો. કોઈ જૂની બિમારીથી પરેશાન હોવ તો આ સમયમાં તમને રાહત મળશે. તમે ભૌતિક સુખ સુવિધાઓની વસ્તુઓ પર ધન ખર્ચ કરશો. નોકરિયાત જાતકો માટે આ સમય સારો રહેશે અને વેતનમાં વધારો થવાની સંભાવના છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ઘણો સુખદ રહેશે. પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે. તમને પરિવાર સાથે સમય પસાર કરવાની સારી તક મળશે. માતા સાતે તમારા સંબંધોમાં સુધારો આવશે. તમે સુખ સુવિધાની વસ્તુઓ પર ખર્ચ કરી શકો છો. આ સમયમાં ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમનુ આયોજન થઈ શકે છે. કામકાજના ક્ષેત્રમાં તમને સફળતા મળશે. જે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગે છે તેમને સારા સમાચાર મળી શકે છે.

ધન

ધન

ધન રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે. તમે સકારાત્મકતાનો અહેસાસ કરશો. તમે આ સમયમાં જે પ્રયત્ન કરશો તેમાં તમને લાભ મળશે. તમને વિકાસ કરવાની ઘણી સારી તકો મળશે તેને હાથમાંથી જવા ન દેતા. જીવનસાથીના સહયોગથી તમને મોટો આર્થિક લાભ મળી શકે છે. આ સમયમાં તમને યાત્રા કરવાની તક મળી શકે છે જે તમારા માટે લાભકારી સિદ્ધ થશે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.

મકર

મકર

મકર રાશિના લોકો પોતાના પરિવાર સાથે સારો સમય પસાર કરશે. કોઈ પણ પ્રકારની પરેશાનીમાં તમને તેમનો પૂરો સહયોગ મળશે. ઘર સાથે સમાજમાં પણ તમારી કીર્તિ વધશે. તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. તમે અકારણ ચિંતા કરીને માનસિક તણાવ ન વધારો. આર્થિક રીતે તમને ફાયદો મળશે. તમને સાસરિયા પક્ષથી પણ આર્થિક લાભ મળવાની સંભાવના છે. આરોગ્યની વાત કરીએ તો તમને થોડા સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ

કુંભ

બુધનુ ગોચર કુંભ રાશિમાં જ થવા જઈ રહ્યુ છે. આ સમયમાં તમને પોતાના બધા કામ સમજદારીથી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે તમારી આસપાસના વાતાવરણને પણ ઘણુ સકારાત્મક રાખશો. વિદ્યાર્થીઓને પોતાની મહેનતનુ યોગ્ય ફળ મળશે. ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરવા ઈચ્છતા છાત્રોને સારા સમાચાર મળી શકે છે. તમારા જૂના અટકેલા કામો પણ આ સમયમાં પૂરા થઈ જશે.

મીન

મીન

મીન રાશિના જાતકોનો ખર્ચ આ સમયમાં વધી જશે. આનાથી તમારુ બજેટ ખોરવાઈ શકે છે. તમે ધન માટે યોગ્ય યોજના બનાવો. આ સમયમાં તમારુ પ્રેમ જીવન થોડી ઠીકઠાક રહેશે. તમારી તબિયત માટે બેદરકારી રાખવાનુ ટાળો. તમે માનસિક તણાવ ન લો અને ધીરજથી કામ લો. સમય સાથે દરેક પ્રકારની મુશ્કેલીનો ઉકેલ મળે છે. અધ્યાત્મ અને ધ્યાનથી તમને મદદ મળી શકે છે. વિદેશથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે.

આજે પણ રહસ્યમય છે 'સંભોગથી લઈને સમાધિ સુધી' લખનાર 'ઓશો'આજે પણ રહસ્યમય છે 'સંભોગથી લઈને સમાધિ સુધી' લખનાર 'ઓશો'

English summary
Mercury Transit in Aquarius on 25 January 2021: Know the effects on all Zodiac Signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X