• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mercury transit in Scorpio: બુધનુ વૃશ્ચિક રાશિમાં ગોચર આજથી 20 દિવસ સુધી, જાણો શું થશે દરેક રાશિ પર અસર?

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જ્ઞાન, બુદ્ધિ, કર્મ, લેખન-વાંચન, વેપારનો પ્રતિનિધિ ગ્રહ આજે સવારે 4.50 વાગે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી ગયો છે. બુધ 10 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે. બુધનુ મંગળની રાશિ વૃશ્ચિકમાં ગોચર તમારી રાશિ માટે કેવુ રહેશે અને શું ઉપાય કરવા કે આ ગોચર તમારા માટે સર્વશ્રેષ્ઠ બની શકે તે જાણો.

આવો જાણીએ કેવુ રહેશે તમારા માટે

મેષઃ મેષ રાશિ માટે બુધનુ ગોચર અષ્ટમ ભાવમાં હશે.. અહીંથી આની સપ્તમ દ્રષ્ટિ દ્વિતીય ધન ભાવ પર થઈ રહી છે. બુધ વાણી અને ધન બંનેનો પ્રતીક છે માટે મેષ રાશિના જાતક પોતાની વાણીથી ધન પ્રાપ્ત કરશે. પૈતૃત સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ છે. અષ્ટમમાં હોવાના કારણે અમુક માત્રામાં બૌદ્ધિક ક્ષમતાની કમી થઈ શકે છે.

વૃષભઃ વૃષભ રાશિ માટે બુધનુ ગોચર સપ્તમ ભાવમાં થશે અને આની દ્રષ્ટિ લગ્ન પર રહેશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. દાંપત્ય જીવન સુખમય બનશે. વેપાર-વ્યવસાયમાં ભાગીદારો સાથે સારો તાલમેલ રહેશે. બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળશે. કોઈ વિશેષ લાભના અવસર મળશે.

મિથુનઃ મિથુન રાશિ માટે બુધનુ ગોચર છઠ્ઠા ભાવમાં થશે. આની દ્રષ્ટિ વ્યવ ભાવ પર થશે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો. આવકમાં વધારો થશે અને ખર્ચમાં કમી આવશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળવાના યોગ બનશે.

કર્કઃ બુધનુ ગોચર પંચમ ભાવમાં થશે. સંતાન અને શિક્ષણ માટે ઉત્તમ સમય રહેશે. આની દ્રષ્ટિ લાભ ભાવ પર થવાના કારણે વેપારથી યોગ્ય લાભ થશે. નિઃસંતાન દંપત્તિઓને સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે.

સિંહઃ સુખ સ્થાનમાં બુધનુ ગોચર સર્વત્ર સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ કરાવશે. ભૌતિક સુખોમાં વૃદ્ધિ થશે. કાર્યોમાં ઉન્નતિ મળશે. નોકરિયાતને પ્રમોશન, વેપારમાં લાભ થશે. ખર્ચમાં કમી, પૈસાની બચત થશે. રોકાણના રસ્તા ખુલશે.

કર્કઃ તૃતીય પરાક્રમ ભાવમાં બુધનુ ગોચર સંકેત આપી રહ્યુ છે કે તમે પોતાની બૌદ્ધિક ક્ષમતા સાથે મજબૂત બનશો. સર્વત્ર તમારા કાર્યોની પ્રશંસા થશે. અહીંથી બુધ સીધા ભાગ્યને જોઈ રહ્યો છે જેનાથી ભાગ્ય પ્રબળ થશે. લાભની સંભાવના વધુ બનશે.

તુલાઃ દ્વિતીય ભાવમાં બુધ આવવાના કારણે પોતાની વાણીના દમ પર દુનિયા જીતી લેશો. શિક્ષણ સાથે જોડાયેલા લોકોને વિશેષ ઉપલબ્ધિ કોઈ સમ્માન મળી શકે છે. પૈસાનો અભાવ દૂર થશે. મોટી કાર્ય યોજનાઓ બનશે. જો કે અષ્ટમ પર દ્રષ્ટિ થવાથી રોગ આવી શકે છે.

વૃશ્ચિકઃ બુધનુ ગોચર આ રાશિમાં થશે અને દ્રષ્ટિ સીધા સપ્તમ ભાવ પર રહેશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. નિર્ણય ક્ષમતા મજબૂત થશે. દાંપત્ય જીવન સુખમય હશે પરંતુ પોતાના પાર્ટનર સાથે કંઈ પણ છૂપાવવુ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

ધનઃ વ્યવ ભાવના બુધની સીધી દ્રષ્ટિ છઠ્ઠા રોગ, રિપુ, ઋણના ભાવ પર હોવાના કારણે ખર્ચ વધશે. લોન લેવાની જરૂર પડી શકે છે. પોતાની જરુરિયાતો માટે બીજા પર નિર્ભર રહેવુ પડી શકે છે. રોગો પર ખર્ચ થવાની સંભાવના પણ બની રહી છે.

મકરઃ લાભ ભાવમાં બુધનુ ગોચર થશે અને દ્રષ્ટિ પંચમ ભાવ પર થશે. સંતાન અને શિક્ષણ માટે ઉત્તમ સમય છે. આવકના એકથી વધુ સાધનો મળશે. રોકાણથી લાભ મળશે. આર્થિક સંકટ દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

કુંભઃ દશમ ભાવમાં બુધ આવવાથી કાર્યોને ગતિ મળશે. નોકરીમાં પ્રમોશન, વેપારમાં વિસ્તાર થશે. યોજનાઓથી લાભ મેળવશો. સીધી દ્રષ્ટિ સુખ સ્થામાં હોવાથી માતા અને મામા પક્ષથી વિશેષ લાભ થવાના યોગ બનશે.

મીનઃ મીન રાશિ માટે બુધનુ ગોચર ભાગ્ય ભાવમાં થઈ રહ્યુ છે. આ 20 દિવસ દરમિયાન તમારુ ભાગ્ય પ્રબળ હશે. બધી બાધાઓ દૂર થશે અને સુખોની પ્રાપ્તિ થશે. પરાક્રમ ભાવમાં દ્રષ્ટિ હોવાથી તમે શક્તિશાળી થઈને ઉભરશો, લોકો તમારુ સમ્માન કરશે.

શું ઉપાય કરશો

બુધના વૃશ્ચિક રાશિમાં ગોચર દરમિયાન બધી રાશિના જાતકોએ પ્રત્યેક બુધવારે અથવા રોજ ગાયને લીલો ચારો ખવડાવવો. ફૂલ-છોડની સેવા કરવી. સવા કિલો આખા મગનુ દાન કોઈ ગરીબને આપવુ.

English summary
Mercury transit in Scorpio from 21st November 2021, Read effect on all zodiac sign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X