કુંડળીમાં ચંદ્રનો અશુભ પ્રભાવ છે તો, અજમાવો આ ઉપાય...

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ચંદ્રનો પ્રભાવ માનવ જીવન પર સૌથી વધુ પડે છે, કારણ કે તે પૃથ્વીની સૌથી નજીક છે અને સૌથી ઝડપી ગતિ વાળો ગ્રહ છે. આ આખી પૃથ્વીની પરિક્રમા સવા બે દિવસમાં લગાવી લે છે. આ જ કારણે ચંદ્રનો એક હિસ્સો પૃથ્વીની તરફ જ રહે છે. જો ચંદ્ર પર ઉભા રહી પૃથ્વીને જોઈએ તો પૃથ્વી પોતાની અક્ષ પર ફરતી દેખાય. જો તમે જ્યોતિષ વિજ્ઞાનમાં વિશ્વાસ રાખી પોતાની કુંડળી બનાવડાવો છો અને તેમાં તમારો ચંદ્ર ગ્રહ નબળો છે અથવા પિડિત છે અથવા નીચ થઈ અશુભ ફળ આપી રહ્યો છે તો તમારે નીચે આપેલા ઉપાયો જરૂર કરવા જોઈએ.

astrology

વાસણમાં પાણી

રાત્રે પાણીનું વાસણ માથાની પાસે રાખી સુવું અને સવારે આ પાણી પી જવું. નિયમિત શિવલિંગ પર દૂઘ ચઢાવો અને સફેદ પુષ્પ પણ ચઢાવો. સોમવારે સુંદર કાંડનો પાઠ કરો.


ચંદ્ર મંત્રનું અનુષ્ઠાન

પૂનમના વ્રત સાથે ચંદ્ર મંત્રનું વિધિવત અનુષ્ઠાન કરવું. કર્ક કે વૃષભ કે નિર્બળ ચંદ્ર માટે ભગવતી ગૌરીનું પૂજન કરો. જો ચંદ્ર મેષ કે વૃષભ રાશિનો હોય તો દુર્ગાની આરાધના કરો. મધ્ય બલિ ચંદ્ર માટે મા કાલી, દૂષિત ક્ષીણ ચંદ્રમાં ચામુંડાની આરાધના કરો.


મહામૃત્યુંજય જાપ

આરોગ્ય અને ત્રિવિધ તાપોના શમનાર્થ હેતુ "મહામૃત્યુંજય મંત્ર" રામબાણ ઔષધિ છે. નિર્બળ ચંદ્ર કેલ્શિયમની કમી દર્શાવે છે, જેથી ખાન પાનમાં કેલ્શિયમની માત્રા વધારો. કેતુની સાથે ચંદ્ર હોય તો 'ગણપતિ'ની ઉપાસના કરો. દુર્ગા સપ્તશતીના પાઠ ચંદ્ર સહિત તમામ ગ્રહોની અનુકૂળતા માટે સર્વસિદ્ધિ આપનાર છે.


મોતી કે ચાંદી ધારણ કરો

ચોખા, ચાંદી, દૂધ વગેરેનું દાન કરો. મોતી કે ચાંદી ધારણ કરવાથી લાભ થાય છે. માતા, સાસુ, માસી, કે વડિલ સ્ત્રીની સેવા કરો.
ઘરમાં ક્યાંય પણ ગંદુ પાણી કે કિચડ ન થવા દેવું. પાણીના સડવાથી ચંદ્ર રિસાય છે.

શિવ ચાલીસાનો પાઠ

શિવ ચાલિસાનો નિયમિત પાઠ કરો. એક અથવા પંચમુખી રુદ્રાક્ષને પૂજા સ્થાને સ્થાપિત કરો અને નિયમિત પૂજા કરો. દક્ષિણાવર્તી શંખની પૂજા કરો ''ऊॅ नमः शिवाय" નો નિત્ય જાપ કરો, સૂર્યાસ્ત બાદ દૂધ ન પીવો. સંતાન પ્રાપ્તિમાં ચંદ્ર બાધક છે તો વૌદિક વિધિથી ચંદ્ર શાંતિ એકમાત્ર ઉપાય છે. ચંદ્ર સંબંધિ વસ્તુઓનું દાન અને સોમવારે નિયમિત વ્રત કરવું જોઈએ.


English summary
Ganesha suggests remedies for malefic planets in horoscope. here is Remedy For Malefic Moon or Chandra Dosh Nivaran Upay.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.