For Quick Alerts
For Daily Alerts
Mundan Muhurat 2021: શુભ મુહૂર્તમાં કરો આ મહત્વપૂર્ણ સંસ્કાર
Mundan Ceremony Muhurat 2021: હિન્દુ ધર્મના સોળ સંસ્કારોમાં મુંડન એક મહત્વપૂર્ણ સંસ્કાર હોય છે. જેને ચૌલકર્મ પણ કહેવાય છે. મુંડન સંસ્કાર બાળકના જન્મ વિષમ વર્ષોમાં કરવામા આવે છે. આ જન્મથી ત્રીજા, પાંચમા અથવા સાતમા વર્ષમાં આવશ્યક રૂપે કરી લેવું જોઈએ. હિન્દુ ધર્મમાં ગર્ભના વાળ રાખવાની પરંપરા નથી, માટે મુંડન સંસ્કારના માધ્યમથી આ વાળ ઉતારી દેવામાં આવે છે.

મહત્વપૂર્ણ તિથિઓ
જેની પાછળનો ઉદ્દેશ્ય બાળકોને ખરાબ શક્તીઓ, કાળા જાદૂ, ખરાબ નજરથી બચાવવાનું હોય છે. માટે મુંડન જેવા મહત્વપૂર્ણ સંસ્કાર માટે મુહૂર્ત જોવું અતિ જરૂરી છે. આના માટે પ્રતિપદા, ચતુર્થી, છઠ, આઠમ, નવમી, દસમ, ચૌદસ, અમાસ અને પૂર્ણિમા તિથિ છોડી અન્ય તિથિઓમાં મુંડન કરી શકાય ચે.

આ છે શ્રેષ્ઠ મુહૂર્ત
- 5 મે બુધવાર, વૈશાખ કૃષ્ણ 9, શતભિષા નક્ષત્ર, કુંભસ્થ ચંદ્ર, બપોરના 1 વાગ્યે.
- 9 મે રવિવાર, વૈશાખ કૃષ્ણ 13, રેવતી- અભિજિત, માત્ર બ્રાહ્મણ બાળક માટે
- 14 મે શુક્રવાર, વૈશાખ શુક્લ 3, અક્ષય તૃતીયા, મૃગશિરા, વૃષભસ્થ ચંદ્ર
- 22 મે શનિવાર, વૈશાખ શુક્લ 10, હસ્ત, માત્ર વૈશ્ય બાળકો માટે
- 23 મે રવિવાર, વૈશાખ શુક્લ 11-12, હસ્ત ચિત્રા, કન્યાસ્થ ચંદ્ર

મુંડન મુહૂર્ત
- 24 મે સોમવાર, વૈશાખ શુક્લ 13, સ્વાતિ, તુલાસ્થ ચંદ્ર
- 5 જૂન શનિવાર, જ્યેષ્ઠ કૃષ્ણ, રેવતી, મીનસ્થ ચંદ્ર
- 6 જૂન રવિવાર, જ્યેષ્ઠ કૃષ્ણ 11, અશ્વિની, મેષસ્થ ચંદ્ર
- 13 જૂન રવિવાર, જ્યેષ્ઠ શુક્લ 3, પુનર્વસુ, મિથુન અને કર્કસ્થ ચંદ્ર
- 20 જૂન રવિવાર, જ્યેષ્ઠ શુક્લ 10, ચિત્રા, તુલાસ્થ ચંદ્ર