For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Holashtak 2021: હોળાષ્ટક 21 માર્ચથી, જાણો પૌરાણિક મહત્વ, શા માટે માંગલિક કાર્ય નિષેદ્ધ છે

Holashtak 2021: હોળાષ્ટક 21 માર્ચથી, જાણો પૌરાણિક મહત્વ, શા માટે માંગલિક કાર્ય નિષેદ્ધ છે

By Staff
|
Google Oneindia Gujarati News

હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કતા પહેલાં મુહૂર્ત જોવામાં આવે છે. વર્ષના કેટલાય દિવસ એવા હોય ચે જ્યારે શુભ કાર્ય નથી કરાતાં. જેમાંથી એક છે હોળાષ્ટક. અષ્ટક એટલે આઠ દિવસ. હોળિકા દહન પહેલાના આઠ દિવસ શુભ કાર્યો માટે નિષિદ્ધ હોય છે. જેમાં મુંડન, ગૃહ પ્રવેશ, વિવાહ, સગાઈ વગેરે માંગલિક કાર્ય નથી કરાતાં. જો કે આ વખતે મલમાસ ચાલી રહ્યો હોવાના કારણે પહેલેથી જ માંગલિક કાર્ય બંધ છે. હોળાષ્ટક દરમ્યાન ગર્ભવતી મહિલાઓએ પણ યાત્રા ના કરવી જોઈએ. આ વખતે હોળાષ્ટક ફાગણ સુદ સાતમ રવિવારે 21 માર્ચથી ફાગણ પૂર્ણિમા રવિવારે 28 માર્ચ 2021 સુધી રહેશે. મૃદષિકા નક્ષત્રથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સુધી હોળાષ્ટક રહેશે.

Holashtak

શુભ કાર્ય કેમ નથી કરાતાં

હોળિકા દહનના પહેલા આઠ દિવસ શુભ કાર્યમાં નિંદિત રહે છે. આ આઠ દિવસમાં ગ્રહ પોતાના ઉગ્ર સ્વરૂપમાં હોય છે માટે કાર્યોના શુભ ફળ મળવાને બદલે ઉલટી અસર થાય છે. આ કારણે ગર્ભવતી સ્ત્રીઓને પણ બહાર નિકળવા, નદી-નાળાં પાર કરવા, યાત્રા કરવા વગેરે પર રોક લગાવવામાં આવે છે. ફાગળ મહિનાના આ અંતિમ આઠ દિવસમાં તંત્ર-મંત્રની ક્રિયાઓ પોતાના ચરમ પર હોય છે.

હોળાષ્ટકનું પૌરાણિક મહત્વ

હોળાષ્ટકની કથા ભગવાન શિવ અને કામદેવ સાથે જોડાયેલી છે. પુરાણ કથા મુજબ કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરી નાખી હતી. જેનાથી ક્રોધિત થઈ શિવજીએ કામદેવને ભસ્મ કરી દીધા હતા. આ દિવસ ફાગળ સુદ આઠમનો હતો. પોતાના પતિ ભસ્મ થઈ જવાથી દુખિ થયેલી રતિએ ભગવાન શિવ સમક્ષ કામદેવને પુનર્જીવિત કરવાની કામના કરી. રતિની આઠ દિવસની તપસ્યા બાદ ભગવાન શિવે ફાગણ પૂર્ણિમાના દિવસે કામદેવની પૂનર્જીવિત કર્યા. કામદેવના જીવિત થવાના અવસરને બધાએ ઉત્સવના રૂપમાં મનાવ્યો.

આજનું રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરોઆજનું રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો

English summary
mythological significance of Holashtak, facts and do- don't. હોળાષ્ટક 21 માર્ચથી, જાણો પૌરાણિક મહત્વ, શા માટે માંગલિક કાર્ય નિષેદ્ધ છે
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X