શુભ નોરતામાં વાહનની ખરીદી કરવી છે તો કરો આ ઉપાય.

Posted By:
Subscribe to Oneindia News

નવરાત્રીના દિવસોમાં પ્રકૃતિમાંથી અસીમ ઉર્જાનો પ્રવાહ થાય છે. આ દિવસોમાં જો તમે કોઈ શુભ કાર્ય કરવા ઈચ્છો છો તો બ્રાહ્મણથી મુરત જોવડાવવાની કોઈ જ જરૂર નથી. નવરાત્રીના દિવસોમાં લગભગ બધાજ લોકો માં દુર્ગાની
પુજા-અર્ચના કરી મનોકામના પુરી થાય તેની પ્રાર્થના કરે છે.

જો તમે પણ ઈચ્છો છો કે નવરાત્રીમાં તમને વાહનની પ્રાપ્તિ થાય તો તે માટે તમારે આ મુજબના ઉપાયો કરવા પડશે..

navratri 2016

- અંબેમાં સિંહની સવારી કરે છે, માટે અંબેમાંની પુજા અર્ચના કરવા સાથે તેના સિંહની પણ પુજા કરો.
- મનોકામના પુરી થાય તે માટે દરરોજ નવ દિવસ સુધી એક નારિયળ પાણીમાં પ્રવાહિત કરો.
- પુજા સ્થળે દક્ષિણ સ્થાનમાં શંખમાં જળ ભરી તેનુ નિત્ય પુજન કરો.
- સક્ન્દમાતાની વિશેષ આરાધના કરવી જોઈએ જેથી વાહનની પ્રાપ્તિ થાય. કારણકે, આ દેવીની ચારભુજાઓ હોય છે. તેમના ખોળામાં આ દેવીની ચાર ભુજાઓ છે. તેમના ખોળામાં સ્કંદ છે, નીચેની ભુજામાં કમળ પુષ્પ છે, ડાબીબાજુની ભુજામાં વરમુદ્રામાં છે. તેમની ઉપાસના કરવાથી ઈચ્છા પુર્તિ થાય છે.
- निम्न ''सिंहासनगता नित्यं पद्याश्रितकरद्वया। शुभदास्तु सदा देवी स्कंदमाता यशस्विनी।। મંત્રની રોજ બે માળા કરવાથી મનોકામના પુરી થાય છે.
- નવમાં દિવસે માતા સિધ્ધિદાત્રીની આરાધના કરવાથી ઈચ્છા પુર્તિ થાય છે.
- નવ દિવસો સુધી નવ વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને મીઠુ ભોજન કરાવવાથી વાહનની પ્રાપ્તિ થાય છે.
- જે વાહન ઈચ્છતા હોવ તેનુ દાડમની કલમ અને લાલ ચન્દન અને કેસરની સહિ વડે ચિત્ર બનાવી લો. તેને માતાની સમક્ષ મુકી દો. આમ કરવાથી તમારી મનોકામના પુરી થશે.
- ऊं दुं दुर्गायै नमः નો જાપ કરવાથી ઈચ્છા પુર્તિ થાય છે.
- ह्रीं दुं दुर्गायै नमः ના નિત્ય નવ દિવસો સુધી બે માળા જાપ કરવાથી જોઈતુ ફળ મળે છે.

English summary
Navratri starts from 1st Octobere, here are tips for Tips For Perches Car or Bike or Wahan.
Please Wait while comments are loading...