નવરાત્રીમાં વાહન ખરીદવા ઈચ્છો છો? તો કરો આ ઉપાય
તમારી ઈચ્છાપૂર્તિ હેતુ નવરાત્રીના નવ દિવસ દરરોજ એક નાળિયેર જળમાં પ્રવાહિત કરવું.
નવરાત્રીના નવ દિવસ પ્રકૃતિથી અસીમ ઉર્જાનો પ્રવાહ વહે છે. આ દિવસો દરમિયાન કોઈપણ શુભ કામો કરવા ઈચ્છનારા લોકોએ મુહૂત દેખાડવાની જરૂર નથી પડતી. નવરાત્રીમાં મોટા ભાગના લોકો માતા અંબાનું પૂજન કરી ઈચ્છાપૂર્તિ માટે માતાને આજીજી કરે છે. તેમની વિધિવત પૂજા-અર્ચના કરે છે.
ત્યારે જો નવરાત્રીના શુભ સમયે તમે નવું વાહન ખરીદવા ઈચ્છી રહ્યા હોવ તો અમે તમને તે માટે કેટલાક કારગર ઉપાયો જણાવીશું, જેનાથી તમારી ઈચ્છા જલ્દી જ પૂરી થઈ જશે. માતા અંબા સિંહની સવારી કરે છે, પરિણામે માતાનું પૂજન કરવાની સાથે સિંહનું પણ પૂજન અર્ચન કરવું જોઈએ.

- તમારી ઈચ્છા પૂરીં થાય તે માટે દરરોજ એક નાળિયેર પાણીમાં પ્રવાહિત કરવું.
- પૂજાના સ્થાને દક્ષિણાવર્તી શંખમાં જળ રાખી દરરોજ તેની પૂજા કરવી.
- નવ દેવીઓમાં સ્કંન્દ માતાની ખાસ પૂજા કરવી જોઈએ. જેનાથી વાહન સરળતાથી પ્રાપ્ત થાય છે. કારણ કે આ માતાના ચાર હાથ છે. તેમના ખોળામાં સ્કંદ છે, નીચેના હાથમાં કમળનું ફૂલ છે. ડાબા હાથથી તેઓ આશીર્વાદ આપે છે. તેમની પૂજા કરવાથી લોકોની ઈચ્છા પૂરી થાય છે.
- निम्न ''सिंहासनगता नित्यं पद्याश्रितकरद्वया।
शुभदास्तु सदा देवी स्कंदमाता यशस्विनी।।
- ઉપરોક્ત આ મંત્રની નિયમિત ઓછામાં ઓછી બે માળા રોજ કરવી, જેનાથી તમને જોઈતું ફળ મળી રહે.
- નવ દિવસ માતા સિધ્ધિદાત્રીની આરાધના કરવાથી ઈચ્છાપૂર્તિ થાય છે.
- નવ દિવસ સુધી દરરોજ નવ વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને મીઠુ ભોજન કરાવવાથી વાહનની પ્રાપ્તિ થાય છે.
- જે પ્રકારનું વાહન જોઈતું હોય તેની આકૃતિ દાડમની કલમ અને લાલ ચંદન અને કેસરની સહીથી બનાવી લો. ત્યારબાદ તે માતાના ચરણોમાં ધરી દો. આમ કરવાથી તમારી મનોકામના પૂરીં થાય છે.
- ऊं दुं दुर्गायै नमः નો જાપ કરવાથી તમારી ઈચ્છા પૂરી થાય છે.
- ह्रीं दुं दुर्गायै नमः નો નિત્ય નવ દિવસ સુધી બે માળા જાપ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.












Click it and Unblock the Notifications
