For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri 2020: માં શૈલપુત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથા

Navratri 2020: માં શૈલપુત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથા

|
Google Oneindia Gujarati News

માં દુર્ગા પોતાના પહેલાં સ્વરૂપ 'શૈલપુત્રી'ના નામે પૂજાય છે. પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું. પોતાના પૂર્વ જન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપમાં ઉત્પન્ન થયાં હતાં ત્યારે તેમનું નામ સતી હતું. તેમના વિવાહ ભગવાન શંકર સાથે થયા હતા. એકવાર પ્રજાપતિ દક્ષે બહુ મોટો યજ્ઞ કર્યો જેમાં તેમણે બધા દેવતાઓને પોતપોતાના યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા પરંતુ શિવજીને તેમણે આ આમંત્રણ નહોતું આપ્યું.

ma shailiputri

દેવી સતીએ જ્યારે સાંભળ્યું કે અમારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વિકળ થઈ ઉઠ્યું. પોતાની આ ઈચ્છા તેમણે ભગવાન શિવને જણાવી. ભગવાન શિવે કહ્યું- "પ્રજાપતિ દક્ષ કોઈ કારણસર મારાથી રુઠ્યા છે, તેમણે બધા દેવતાઓને નિમંત્રણ મોકલ્યું, પરંતુ જાણીજોઈને મને નથી બોલાવ્યા. એવી સ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈપણ રીતે યોગ્ય નહી હોય." શિવજીના આ ઉપદેશથી દેવી સતીનું મન બહુ દુખી થયું. પિતાનો યજ્ઞ જોવા ત્યાં જઈ માતા અને બહેનોને મળવાની તેમની વ્યગ્રતા કોઈપણ પ્રકારે ઘટી નહોતી શકી. તેમનો પ્રબળ આગ્રહ જોઈ શિવજીએ તેમને ત્યાં જવાની અનુમતિ આપી દીધી.

સતીએ પિતાના ઘરે જોઈને જોયું કે કોઈપણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું. માત્ર તેમની માતાએ જ તેમને સ્નેહથી ગળે મિલાવ્યા. પરિજનોના આ વ્યવહારથી દેવી સતીને બહુ દુખ થયું. તેમણે એમ પણ જોયું કે ત્યાં ભગવાન શિવ પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો છે, દક્ષે તેમના પ્રત્યે અપમાનજનક વચન પણ કહ્યાં. આ બદું જોઈ સતીનું હ્રદય દુખી અને બહુ ક્રોધિત થઈ ઉઠ્યું. તેમણે વિચાર્યું કે ભગવાન શંકરજીની વાત ના માની અહીં આવીને તેમણે બહુ મોટી ભૂલ કરી છે. તેઓ પોતાના પતિ ભગવાન શિવના આ અપમાનને સહન ના કરી શકી, તેમણે ત્યાં જ પોતાના આ રૂપને યોગાગ્નિ દ્વારા સળગાવી ભસ્મ કરી દીધું.

Navratri 2020: નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની આ વિધિથી ઉપાસના કરોNavratri 2020: નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની આ વિધિથી ઉપાસના કરો

વજ્રપાત સમાન આ દારુણં-દુખદ ઘટનાને સાંભળી શંકરજીએ ક્રોધિત થઈ પોતાના ગણોને મોકલી દક્ષના એ યજ્ઞને પૂર્ણતઃ વિધ્વંસ કરાવી દીધો. સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કરી આગલા જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રીના રૂપમાં જન્મ લીધો. આ વખતે તેઓ શૈલપુત્રીના નામે વિખ્યાત થયાં. તેમને પાર્વતી, હેમવતીના નામે પણ ઓળખવામાં આવે છે. આ જન્મમાં પણ શૈલપુત્રી દેવીના વિવાહ ભગવાન શંકરજી સાથે જ થયા.

English summary
Navratri 2020: mythical story of ma shailputri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X