For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri 2021: બીજા દિવસે થાય છે મા બ્રહ્મચારિણીની પૂજા

નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર.

By Desk
|
Google Oneindia Gujarati News

નવરાત્રિનો બીજો દિવસઃ બ્રહ્મચારિણી
રુપઃ શાંત, સૌમ્ય અને મોહક
વસ્ત્રઃ શ્વેત
હાથમાં કમંડળ
પૂજા કરવાથી મન સંયમિત રહે છે

maa

નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આ રીતે બ્રહ્મચારિણીનો અર્થ થયો તપનુ આચરણ કરનાર દેવી. માનુ આ રૂપ ખૂબ જ શાંત, સૌમ્ય અને મોહક છે. માના આ રૂપને પૂજવાથી વ્યક્તિને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર તેમજ સંયમ જેવા ગુણો પ્રાપ્ત થાય છે જે તેના જીવનને આગળ લાવવામાં મદદ કરે છે.

બ્રહ્મચારિણીનો અર્થ જ છે તપની ચારિણી

બ્રહ્મચારિણીનો અર્થ જ છે તપની ચારિણી અર્થાત તપનુ આચરણ કરનારી માટે જે લોકો તેની પૂજા કરે છે તેને સાધક હોવાનુ ફળ તો મળે છે. માને પૂજવા માટે જાતકોએ આ શ્લોકથી પૂજાની શરૂઆત કરવી જોઈએ.

दधांना कर पहाभ्यामक्षमाला कमण्डलम। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।।

બ્રહ્મચારિણી મા શ્વેત વસ્ત્ર પહેરીને જમણા હાથમાં અષ્ટદળની માળા અને ડાબા હાથમાં કમંડળ લઈને સુશોભિત છે. પૌરાણિક ગ્રંથો અનુસાર તે હિમાલયની પુત્રી હતા અને નાદરના ઉપદેશ બાદ તે ભગવાનના પતિ તરીકે મેળવવા માટે તેમણે કઠોર તપ કર્યુ. જેના કારણે તેમનુ નામ બ્રહ્મચારિણી પડ્યુ.

કથા

પૂર્વજન્મમાં બ્રહ્મચારિણી દેવીએ હિમાલયના ઘરે પુત્રી તરીકે જન્મ લીધો હતો અને નારદજીના ઉપદેશથી ભગવાન શંકરને પતિ તરીકે મેળવવા માટે ઘોર તપસ્યા કરી હતી. આ કઠોર તપસ્યાના કારણે તેમને તપશ્વારિણી અર્થાત બ્રહ્મચારિણી નામથી અભિહિત કરવામાં આવ્યા. એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ-ફૂલ ખાઈને પસાર કર્યા અને સો વર્ષો સુધી માત્ર જમીન પર રહીને શાક પર નિર્વાહ કર્યો.

ખુલ્લા આકાશની નીચે વરસાદ અને તડકાના ઘોર કષ્ટ સહન કર્યા

કેટલાય દિવસો સુધી ઉપવાસ રાખ્યા અને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ઘોર કષ્ટ સહ્યા. ત્રણ હજાર વર્ષો સુધી તૂટેલા બિલિ પત્ર ખાધા અને ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા. ત્યારબાદ તો તેમણે સૂકા બિલિપત્ર પણ ખાવાના છોડી દીધો. હજારો વર્ષ સુધી નિર્જળ અને નિરાહાર રહીને તપસ્યા કરતા રહ્યા. પત્તા ખાવાનુ છોડી દેવાના કારણે જ તેમનુ નામ અપર્ણા પડી ગયુ.

દેવતા, ઋષિ, સિદ્ધગણ, મુનિ

કઠોર તપસ્યાના કારણે દેવીનુ શરીર એકદમ ક્ષીણ થઈ ગયુ. દેવતા, ઋષિ, સિદ્ધગણ, મુનિ બધાએ બ્રહ્મચારિણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય કૃત્ય ગણાવ્યુ. પ્રશંસા કરી અને કહ્યુ કે હે દેવી આજ સુધી કોઈએ આ રીતની કઠોર તપસ્યા નથી કરી. એ તમારાથી જ સંભવ હતી. તમારી મનોકામના પરિપૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલિ શિવજી તમને પતિ તરીકે પ્રાપ્ત થશે. હવે તપસ્યા છોડીને ઘરે પાછા ફરો. જલ્દી તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યા છે. મા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દેવીની કથાનો સાર એ છે કે જીવનના કઠોર સંઘર્ષોમાં પણ મન વિચલિત ન થવુ જોઈએ.

English summary
Navratri 2021 2nd day: Goddess Brahmacharini is worshipped. This form of durga is known to be peaceful, soft and enchanting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X