For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri 2021: મા દુર્ગાનુ આઠમુ સ્વરૂપ 'મહાગૌરી', જાણો પૂજા વિધિ અને મહત્વ

મા દુર્ગાના આઠમાં સ્વરુપને મહાગૌરીના નામથી ઓળખવામાં આવે છે. તેમના બધા આભૂષણ અને વસ્ત્ર સફેદ છે માટે તેમને શ્વેતામ્બરી પણ કહેવામાં આવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવરાત્રિનો આઠમો દિવસઃ મહાગૌરી
રૂપઃ સરસ, સુલભ અને મોહક
અસ્ત્ર-શસ્ત્રઃ ત્રિશૂળ
વાહનઃ વૃષભ

mahagauri

મા દુર્ગાના આઠમાં સ્વરુપને મહાગૌરીના નામથી ઓળખવામાં આવે છે. તેમના બધા આભૂષણ અને વસ્ત્ર સફેદ છે માટે તેમને શ્વેતામ્બરી પણ કહેવામાં આવે છે. મા ગૌરીનુ આ સ્વરૂપ ખૂબ જ સરસ, સુલભ અને મોહક છે. તેમનુ વાહન વૃષભ છે. તેમના ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા અને નીચેવાળા જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરવાળા ડાબા હાથમાં ડમરૂ અને નીચેના ડાબા હાથમાં વર-મુદ્રા છે. તેમની મુદ્રા અત્યંત શાંત છે. તેમની ઉપાસનાથી ભક્તોના બધા કષ્ટો દૂર થઈ જાય છે. મા ગૌરીની ઉપાસના નીચે લખેલા મંત્રોથી કરવી જોઈએ.

या देवी सर्वभू‍तेषु माँ गौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

કથા

પૌરાણિક કથાઓ અનુસાર માએ પાર્વતી રૂપમાં ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ખૂબ કઠોર તપ કર્યુ હતુ. આ કઠોર તપના કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની તપસ્યાથી પ્રસન્ન થીને જ્યારે ભગવાન શિવે તેમના શરીને ગંગાજીના પવિત્ર જળથી ધોયુ હતુ ત્યારે તે વિદ્યુત પ્રભા સમાન અત્યંત કાંતિમાન-ગૌર થઈ ઉઠ્યુ હતુ, ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યુ.

પૂજા વિધિ

અષ્ટમીના દિવસે મહિલાઓ પોતાના સુહાર માટે દેવી માને ચુંદડી ભેટ આપે છે. કુંવારી કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે.

મહત્વ

મા મહાગૌરીનુ ધ્યાન, સ્મરણ, પૂજન-આરાધના ભક્તો માટે સર્વવિધ કલ્યાણકારી છે. આપણે સદૈવ તેમનુ ધ્યાન ધરવુ જોઈએ. તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેમના ચરણોની શરણ મેળવવા માટે આપણે સર્વવિધ પ્રયત્ન કરતા રહેવુ જોઈએ.

English summary
Navratri 2021: The 8th day of Navratri festival is known as Ashtami. Maa Mahagauri is worshipped on this day, Know puja vidhi and katha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X