For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri 2021: કન્યા પૂજન વિના કેમ અધૂરી છે નવરાત્રિ, જાણો પૂજા વિધિ અને મહત્વ

આવો, તમને જણાવીએ આ વખતે કન્યા પૂજનનુ શુભ મુહુર્ત શું છે અને આ પૂજા સાથે જોડાયેલી અમુક વિશે, વાતો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નવરાત્રિમાં ભક્તો પૂરા નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ રૂપોની પૂજા અર્ચના કરે છે. લોકો આ દરમિયાન વ્રત પણ રાખે છે. આમ તો નવરાત્રિ વર્ષમાં 4 મહિના આવે છે મહા, ચૈત્ર, અષાઢ અને આસો, આમાંથી ચૈત્ર મહિનાની નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિનુ ખૂબ મહત્વ હોય છે. ચૈત્ર મહિનાની નવરાત્રિને મોટી નવરાત્રિ પણ કહેવામાં આવે છે અને આસો મહિનાની નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. આ વખતે શારદીય નવરાત્રિની શરૂઆત 7 ઓક્ટોબરે થઈ હતી. નવ દિવસ સુધી ચાલનારી આ પૂજામાં 8માં દિવસે મા દુર્ગાના 8માં સ્વરૂપ દેવી મહાગૌરીની પૂજા સાથે કન્યા પૂજનનુ પણ વિધાન છે. આવો, તમને જણાવીએ આ વખતે કન્યા પૂજનનુ શુભ મુહુર્ત શું છે અને આ પૂજા સાથે જોડાયેલી અમુક વિશે, વાતો.

દુર્ગમ દૈત્યનો વધ કરીને બન્યા દેવી દુર્ગા

દુર્ગમ દૈત્યનો વધ કરીને બન્યા દેવી દુર્ગા

કહેવાય છે કે એક વાર દુર્ગમ નામનો એક રાક્ષક ચારે તરફ ઉત્પાત મચાવી રાખ્યો હતો. ત્યારે બધા દેવી દેવતા ભગવાન શંકર પાસે મદદ માંગવા માટે ગયા પરંતુ દુર્ગમ રાક્ષસને એ વરદાન હતુ કે તેનો વધ કોઈ પણ પુરુષના હાથે નહિ થાય. ત્યારબાદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે મળીને પોતાની શક્તિઓથી એક દેવીની ઉત્પત્તિ કરી જેમણે દુર્ગમ રાક્ષસને મારીને સમસ્ત સંસાર અને દેવતાઓને તેમના અત્યાચારોમાંથી મુક્ત કરાવ્યા. એ દેવીને આપણે મા દુર્ગા કહીએ છીએ. શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ દેવી દુર્ગાની ઉત્પત્તિ થઈ હતી માટે નવરાત્રિમાં મહાઅષ્ટમીનુ ખાસ મહત્વ હોય છે.

માત્ર 8 દિવસ છે 2021ની નવરાત્રિ

માત્ર 8 દિવસ છે 2021ની નવરાત્રિ

આ વખતે નવરાત્રિ 9ની જગ્યાએ માત્ર 8 દિવસ સુધી જ મનાવવામાં આવશે કારણકે ત્રીજી અને ચોથી નવરાત્રિ એક જ દિવસે થઈ છે. આજે અષ્ટમી છે અને કાલે નોમ. અમુક લોકો અષ્ટમીના દિવસે પણ કન્યા પૂજન કરે છે. વળી, અમુક લોકો અષ્ટમીના દિવસે વ્રત રાખીને નવમીના દિવસે હવન અને કન્યા પૂજન કરે છે.

કન્યા પૂજનથી પૂરી થાય છે નવરાત્રિ

કન્યા પૂજનથી પૂરી થાય છે નવરાત્રિ

એવુ માનવામાં આવે છે કે 9 દિવસની આ પૂજા કન્યા પૂજન વિના અધૂરી રહે છે માટે દર નવરાત્રિમાં કન્યા પૂજન કરવુ ખૂબ જરૂરી છે. પૂજામાં 2થી 10 વર્ષની નાની કન્યાઓને હલવો, પૂરી, ખીર વગેરેનુ ભોજન કરાવવામાં આવે છે. તેમના પગ ધોવામાં આવે છે. સાથે જ તેમને તિલક પણ લગાવવામાં આવે છે. આ કન્યાઓને દેવીનુ રૂપ માનવામાં આવે છે.

કન્યા પૂજનનુ યોગ્ય મુહુર્ત

કન્યા પૂજનનુ યોગ્ય મુહુર્ત

  • કન્યા પૂજન અષ્ટમી તિથિ સમય પ્રારંભ - 12 ઓક્ટોબર 9.47 PM
  • કન્યા પૂજન અષ્ટમી તિથઇ સમય સમાપ્ત 13 ઓક્ટોબર 8.07 PM
  • આજે અભિજિત મુહુર્ત નથી માટે તમે વિજય મુહુર્ત દરમિયાન પૂજા કરી શકો છો. 2.03 PM થી 2.49 PM દરમિયાન પૂજા કરવી શુભ રહેશે.
  • 12.00 PM થી 1.30 PM સુધી રાહુકાળ રહેશે. માટે આ દરમિયાન પૂજા ના કરવી.

English summary
Navratri Kanya Pujan on Maha Ashtami 2021 Date, shubh muhurat, puja vidhi, and importance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X