
નવગ્રહોની પીડામાંથી મુક્તિ અપાવશે પશુ-પંખીઓ!
ભગવાને મનુષ્ય, પશુ-પક્ષી, પર્યાવરણ અને પ્રકૃતિનું સમાન ભાવે સર્જન કર્યુ છે. આ તમામનું જીવનચક્ર એકબીજા સાથે જોડાયેલું છે. બધાજ એકબીજા પર નિર્ભર છે. આજ કારણ છે કે મનુષ્યની હિલચાલ પ્રમાણે પ્રકૃતિ પોતાની પ્રતિક્રિયા આપે છે. અને પ્રકૃતિની પ્રતિક્રિયા પ્રમાણે પશુ-પક્ષી પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે.
તમે ઘણી વાર જોયું હશે કે, પ્રકૃતિમાં જ્યારે ઉથલ-પાથલ થવાની હોય કે, કોઈ મોટી પ્રાકૃતિક આપદા આવવાની હોય ત્યારે પશુ-પંખીઓનો વ્યવહાર બદલાઈ જાય છે. તેવી જ રીતે મનુષ્યના ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓના સંકેત પણ પશુ-પક્ષીઓ આપી દે છે, માત્ર આ સંકેતોને સમજવાની જરૂર છે.
વિભિન્ન પ્રકારના પ્રાણીઓ પાળવાની પ્રથા પ્રાચીનકાળથી ચાલી આવે છે. જેમાં પશુ અને પંખી બંનેનો સમાવેશ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પશુ-પંખીઓને પાળવા માટેના કેટલાક નિયમો છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પશુ કે પંખીને પાળી શકતો નથી.

ગ્રહો-નક્ષત્રો સાથે પ્રાણીઓનો સંબંધ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહો અને નક્ષત્રોની સાથે જુદા જુદા પ્રકારના પ્રાણીઓનો સંબંધ છે. જેમકે, કોઈની માટે કુતરો પાળવો શુભ છે, પણ અન્ય માટે તે નુકશાન કારક હોઈ શકે છે. કોઈની માટે પોપટ, કબૂતર કે અન્ય પક્ષી પાળવું ફાયદાકારક હોય છે, તો કોઈની માટે તે વિપરિત અસર કરે છે. જરૂર નથી કે તમારા ગ્રહો સાથે જોડાયેલ પશુ કે પક્ષી પાળવા જ જોઈએ. તેમની સેવા કરવાથી પણ ગ્રહોની અનુકુળતા પ્રાપ્ત થાય છે.
આજે અમે તમને જણાવિશું કે કયા ગ્રહોની પીડામાંથી મુક્તિ મેળવવા કયા પશુ-પક્ષીની સેવા કરવી જોઈએ..

દાણા-પાણીની વ્યવસ્થા કરો!
સૂર્ય-જન્મકુંડળીમાં જો સૂર્ય ખરાબ હોય તો ઘોડાની સેવા કરો. તેની માટે ચારો અને પાણીની વ્યવસ્થા કરો. પક્ષિઓમાં બુલબુલ, હંસ અને ગાનારી ચકલી માટે ઘરના ધાબા કે આંગણામાં
દાણા-પાણીની વ્યવસ્થા કરો. તેમની સેવાથી સૂર્યની અનુકૂળતા પ્રાપ્ત થાય છે.
ચંદ્ર-જન્મકુંડળીમાં ચંદ્ર ખરાબ અસર આપતો હોય તો બિલાડી, ઉંદર, કાચબો, બતક, પાણીની ચકલી, માછલીની સેવા કરવી. સમય પ્રમાણે પશુ-પંખીઓના ખાનપાનની વ્યવસ્થા કરો.
આમાંથી જે પશુ-પંખી પાળવા ઈચ્છતા હોય તેને પોતાના ઘરમાં પણ રાખી શકો છો.

મંગળ ગ્રહ સાથે જોડાયેલા પશુઓ!
મંગળ -મંગળ ગ્રહ સાથે જોડાયેલા પશુઓ છે, હાથી, શિયાળ, શિકારી કુતરો અને પક્ષી છે બાજ, ચીલ અને સમડી. જે લોકો પાસે આ પશુ-પક્ષીઓ હોય ત્યાં જઈ તેમના ખાનપાન માટે
કંઈક ભેંટ આપી શકો છો. તેનાથી મંગળ ગ્રહ સાથે જોડાયેલા દોષો દૂર થાય છે.
બુધ-કુતરો, બકરી, વાંદરો, નોળિયો, પોપટ, ઢસડીને ચાલતા જીવો બુધનું પ્રતિનિધિત્વ કરે છે. જો બુધ ગ્રહથી પીડાતા હોય તો આ પશુ-પક્ષીઓની સેવા કરવાથી લાભ થાય છે. આમાંથી જેને તમે ઘરમાં પાળી શકતા હોય તેને પાળી શકો છો. પોપટ પાળી તેની સેવાથી પણ લાભ થાય છે.
ગુરુ-બળદ, ઘોડો, હાથી, હરણ, ઘરેલુ પશુઓ, ચીલ, તીતર, માછલી આ પશુઓ પર બૃહસ્પતિનું શાસન છે. પરિણામે ગુરુ સાથે જોડાયેલી મુશ્કેલીઓ માટે તેમની સેવા કરવી જોઈએ. યથાશક્તિ તેમને તેમની પસંદનો ખોરાક આપો. માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. મોરને દાણા ખવડાવો.

શુક્ર
શુક્ર ગ્રહ સાથે જોડાયેલી પીડામાંથી મુકિત મેળવવા માટે બકરી, ગોરૈયો, કબૂતર, નાની ચકલી માટે દાન કરો. કબૂતરની જોડી દાન કરવાથી આ ગ્રહની પીડામાંથી મુક્તિ મળે છે.
ગોરૈયા માટે ધાબા પર દાણા-પાણી મુકો.

શનિ
બિલાડી, ગધેડો, સસલુ, રીંછ, ભેંસ, ઝેરીલા જીવજંતુઓ, સમુદ્રી માછલીઓ, ઘુવડ વગેરે શનિ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. જો શનિની પીડા હોય કે શનિની સાડાસાતી ચાલી રહી હોય તો આ પશુ-પક્ષીઓ, જંતુઓની સેવા કરો. કોઈ કુંભારને ત્યાં જઈ ગધેડાને ચારો ખવડાવો.

રાહુ-કેતુ
ઝેરીલા જીવજંતુઓ, કાળા, ભૂરા રંગના પશુ-પંખીઓ પર રાહુ-કેતુનો પ્રભાવ રહે છે. આ બંને ગ્રહોની પીડા થવાથી આ રંગના જંતુઓની સેવા કરવાથી લાભ થાય છે.
{promotion-urls}