Akshaya Tritiya 2023 : અખાત્રીજ પર બનશે પંચગ્રહી યોગ, મેષ સહિત ચાર રાશિને મળશે લાભ
Akshaya Tritiya 2023 : દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા ઉજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 22 એપ્રિલ, 2023 અને શનિવારે ઉજવવામાં આવશે.
અક્ષય તૃતીયાનું પર્વ શુભ કાર્યો, જમીન તેમજ સોનું ખરીદવાનું શુભ માનવામાં આવે છે. આ દિવસે ખરીદીની સાથે સાથે દાન-પૂણ્ય અને ધર્મના કામો કરવાને પણ અતિ મહત્વ આપવામાં આવે છે. દિવાળીની જેમ જ અખાત્રીજના દિવસે પણ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષની અક્ષય તૃતીયા ખૂબ જ ખાસ છે, કારણ કે આ વખતે અક્ષય તૃતીયા પર મેષ રાશિમાં 5 ગ્રહો સૂર્ય, ગુરુ, બુધ, રાહુ અને વરૂણનો અનોખો સંયોગ છે, જ્યારે આ દિવસે ચંદ્ર અને શુક્ર બંને વૃષભ રાશિમાં છે. જે ખૂબ જ શુભ અને ફળદાયી સ્થિતિમાં રહેશે. આવા સમયે અક્ષય તૃતીયા 5 રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશ. આ સાથે આ રાશિના જાતકોને શુભ પરિણામ આપશે.
મેષ રાશિ - આ રાશિમાં પંચગ્રહી યોગ બની રહ્યો છે. મેષ રાશિના લોકોને સમાજમાં માન-સન્માન મળશે. આ સમય દરમિયાન નોકરીમાં પણ પ્રગતિની શક્યતાઓ બની રહી છે. આ સાથે પ્રમોશનની શક્યતાઓ છે. અક્ષય તૃતીયાના દિવસે મેષ રાશિના લોકોએ દાન કરવું જોઇએ, આમ કરવાથી જીવનમાં પ્રગતિ થશે.
વૃષભ રાશિ - આ રાશિના લોકોને પંચગ્રહી યોગ ખૂબ જ શુભ ફળ આપશે. જન્મકુંડળીમાં બનેલો રાજયોગ આ લોકોને ધન, પદ, પ્રતિષ્ઠા બધું જ આપશે. આ સમય દરમિયાન તમારા જીવનમાં સુખ-સુવિધાઓમાં વધારો થશે. આ સિવાય બેંક બેલેન્સમાં પણ વધારો થશે. આ યોગ તમને બચત પણ કરાવશે.
કર્ક રાશિ - પંચગ્રહી યોગ કર્ક રાશિના લોકોને ઘણો લાભ આપશે. આ રાશિના જાતકોને તેમના કામમાં સફળતા મળશે. આ સાથે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદીની ખરીદી કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ ફળ આપશે. આ સમય દરમિયાન તમને મોટા આર્થિક લાભ પણ થઈ શકે છે.
સિંહ રાશિ - આ પંચગ્રહી યોગ સિંહ રાશિના લોકોને ખૂબ જ શુભ ફળ આપશે. લાંબા સમયથી અટકેલા કામોને હવે વેગ મળશે. આ સિવાય તમને પૈસા અને પ્રગતિ પણ મળશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
