For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Papmochani Ekadashi 2022: અજાણતા કરેલા પાપોનો નાશ કરે છે પાપમોચિની એકાદશી

પાપમોચિની એકાદશીનુ વ્રત કરવાથી અજાણતા કરેલા પાપ પણ નષ્ટ થઈ જાય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને પાપમોચિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનુ વ્રત કરવાથી અજાણતા કરેલા પાપ પણ નષ્ટ થઈ જાય છે. વ્રતના પ્રભાવથી પૃથ્વીલોકમાં રહેતા મનુષ્ય સંપૂર્ણ સુખોનો ભોગ કરે છે અને મૃત્યુ પછી વૈકુંઠ લોકના વાસી બને છે. પાપમોચિની એકાદશી 28 માર્ચ, 2022 સોમવારે આવી રહી છે. આ દિવસે શ્રવણ નક્ષત્ર અને સિદ્ધ યોગ પણ રહેશે. પાપમોચિની એકાદશીના દિવસે ચારોળીને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે.

God

કેવી રીતે કરવુ પાપમોચિની એકાદશીનુ પૂજન

પાપમોચિની એકાદશી પર પ્રાતઃ કાળ સ્નાનાદિ નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને પૂજા સ્થાનમાં પૂર્વાભિમુખ થઈને આસન પાથરીને બેસવુ, ભગવાન વિષ્ણુ સામે હાથમાં અક્ષત, સિક્કા, પુષ્પ, પૂજાની સોપારી લઈને વ્રતનો સંકલ્પ કરવો. જો તમે પોતાની કોઈ વિશેષ કામના પૂર્તિ માટે આ વ્રત રાખી રહ્યા હોય તો એ કામનાનુ મનન કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની પંચોપચાર પૂજા કરો અને વ્રત કથા સાંભળો. દિવસભર નિરાહાર રહો. ફળાહાર કરી શકો છો. આગલા દિવસે વ્રતના પારણા કરીને બ્રાહ્મણ દંપત્તિને ભોજન કરાવીને યથાશક્તિ દાન-દક્ષિણા આપીને વિદાય કરવી અને સ્વયં ભોજન કરવુ. આ એકાદશી વ્રતમાં ચારોળીનો ફળાહાર કરવાનુ વિધાન છે

પાપમોચિની એકાદશી વ્રતની કથા

પ્રાચીન સમયમાં ચિત્રરથ નામનુ એક વન હતુ. વનમાં દેવરાજ ઈન્દ્ર ગંધર્વ કન્યાઓ તથા દેવતાઓ સહિત સ્વચ્છંદ વિહાર કરતા રહેતા હતા. મેઘાવી નામક ઋષિ પણ એ વનમાં તપસ્યા કરી રહ્યા હતા. ઋષિ શિવ ઉપાસક તથા અપ્સરાઓ શિવ દ્રોહિણી તેમજ અનંગ અનુચરી હતી. એક વાર કામદેવે મેધાવી ઋષિનુ તપ ભંગ કરવા માટે તેમની પાસે મંજુઘોષા નામક અપ્સરાને મોકલી. યુવાવસ્થાવાળા મુનિ અપ્સરાના હાવભાવ, નૃત્ય, ગીત તથા કટાક્ષો પર મોહિત થઈ ગયા અને મંજુઘોષા સાથે જ નિત નિવાસ કરવા લાગ્યા. મુનિને રતિ ક્રીડા કરતા 57 વર્ષ પસાર થઈ ગયા. એક દિવસ મંજુઘોષાએ દેવલોક જવાની આજ્ઞા માંગી. ત્યારે મુનિને જ્ઞાન થયુ કે તે આટલા વર્ષ સુધી એક અપ્સરા સાથે કામ ક્રીડા કરતા રહ્યા અને પોતાની તપસ્યા અને શિવભક્તિથી વિમુખ રહ્યા. તેમને આત્મજ્ઞાન થયુ કે મને રસાતલમાં પહોંચાડવાનુ એકમાત્ર કારણ અપ્સરા મંજુઘોષા જ છે. તેમણે મંજુઘોષાને પિશાચિની હોવાનો શ્રાપ આપી દીધો. મંજુઘોષાએ કાંપતા-કાંપતા મુક્તિનો ઉપાય પૂછ્યો. ત્યારે મુનિએ પાપમોચિની એકાદશીનુ વ્રત રાખવા માટે કહ્યુ. તે મુક્તિનો ઉપાય બતાવીને પિતા ચ્યવનના આશ્રમમાં જતા રહ્યા. શ્રાપની વાત સાંભળીને ચ્યવન ઋષિએ પુત્રની ઘોર નિંદા કરી. તેમણે કહ્યુ કે પાપની ભાગીદારી એકલી મંજુઘોષાની નથી, તુ પણ એની સાથે આટલા વર્ષો સુધી કામ ક્રીડામાં રત રહ્યો માટે તુ પણ પાપમાં સમાન ભાગીદાર છે. માટે તુ પણ ચૈત્ર મહિનાની પાપમોચિની એકાદશીનુ વ્રત રાખ ત્યારે તારી બધી સાધનાઓ ફળીભૂત થશે. પિતાની આજ્ઞાથી મેધાવી ઋષિએ આ એકાદશીનુ વ્રત રાખ્યુ. વ્રતના પ્રભાવથી મુનિ પાપ મુક્ત થયા અને મંજુઘોષા પણ પાપમોચિની દેહમાંથી મુક્ત થઈને દેવલોક જતી રહી.

એકાદશી તિથિ કાળ

એકાદશી તિથિ પ્રારંભઃ 27 માર્ચ, સાંજે 6.04 વાગ્યાથી
એકાદશી તિથિ પૂર્ણઃ 28 માર્ચ સાંજે 4.16 વાગ્યા સુધી
વ્રતના પારણાઃ 29 માર્ચે પ્રાતઃ 6.22 વાગ્યાથી 8.50 વાગ્યા સુધી

English summary
Papmochani Ekadashi 2022: Know the Date, Puja Vidhi, Katha and Importance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X