For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોષ માસમાં સૂર્યની પૂજા કરો અને મેળવો ઉન્નતિનું વરદાન

પવિત્ર પોષ મહિનાનો શુભારંભ થઈ ચુક્યો છે, આ મહિને સૃષ્ટિમાં અનેક ફેરફારો આવે છે. આ અંગે વધુ વાંચો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

હિંદુ પંચાગ પ્રમાણે વર્ષનુ દસમો માસ પોષ માસ હોય છે. આ માસમાં હેમંત ઋતુ હોવાને કારણે ઠંડી વધુ હોય છે. પવિત્ર પોષ મહિનાનો શુભારંભ થઈ ચુક્યો છે, આ મહિને સૃષ્ટિમાં અનેક ફેરફારો આવે છે. ધર્મગ્રંથો પ્રમાણે આ માસમાં સૂર્યની ઉપાસના કરવી જોઈએ. આ મહિને સૂર્ય અગિયાર હજાર રશ્મિઓ સાથે વ્યક્તિને ઊર્જા અને ઉત્તમ આરોગ્ય પ્રદાન કરે છે. પોષ માસ 04 ડિસેમ્બર 02 જાન્યુઆરી સુધી રહેશે.

સર્વ કલ્યાણકારી સૂર્ય

સર્વ કલ્યાણકારી સૂર્ય

વેદોમાં સૂર્યને જગતની આત્મા કહેવામાં આવે છે. સૂર્યથી જ આ પૃથ્વી પર જીવન છે, જે એક સર્વસામાન્ય સત્ય છે. વૈદિક કાળમાં આર્ય સૂર્યને જ આખા જગતનો કર્તા-ધર્તા માનતા હતા, સૂર્યનો શબ્દાર્થ છે સર્વ પ્રેરક, સર્વ પ્રવર્તક. સર્વ પ્રકાશક હોવાને કારણે સૂર્ય સર્વ કલ્યાણકારી છે.

સૂર્ય ઉપાસનાનું પ્રચલન

સૂર્ય ઉપાસનાનું પ્રચલન

વૈદિક કાળથી જ ભારતમાં સૂર્યની ઉપાસનાનું પ્રચલન ચાલ્યું આવે છે. પહેલા આ ઉપાસના મંત્રો દ્વારા થતી હતી. પછી મૂર્તિ પૂજાનું પ્રચલન આવ્યુ તો લોકો એ સૂર્યના મંદિરોનું નિર્માણ કરી દીધું. અનેક પુરાણોમાં લખેલું છે કે, ઋષિ દુર્વાસાના શ્રાપથી કુષ્ઠ રોગથી ગ્રસ્ત શ્રી કૃષ્ણ પુત્ર સામ્બે સૂર્યની આરાધના કરી આ ભયંકર રોગમાંથી મુક્તિ મેળવી હતી. ભારતીય જ્યોતિષમાં સૂર્યને આત્માનો કારક માનવામાં આવ્યો છે.

સૂર્યને અર્ધ્ય ખોલે છે ઉન્નતિના દ્વાર

સૂર્યને અર્ધ્ય ખોલે છે ઉન્નતિના દ્વાર

પરિણામે પોષ મહિનામાં સૂર્યને અર્ધ્ય જરૂર આપો, સૂર્યને નિયમિત જળ ચઢાવવાથી પ્રતિષ્ઠા, સરકારી પદ, સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થાય છે. હાડકાના રોગો, આંખના રોગ, મનના રોગ વગેરેમાં લાભ થાય છે અને ઉન્નતિના દ્વાર ખુલે છે. રોજ સવારે સ્નાન બાદ સૂર્યને જળ અર્પિત કરો, તાંબાના લોટાથી જળ અર્પણ કરવાથી વધુ લાભ થાય છે.

સૂર્ય મંત્રનો જામ

સૂર્ય મંત્રનો જામ

અર્ધ્ય આપતી વખતે "ॐ आदित्याय नमः" અને 'ॐ भास्कराय नम: નો જાપ કરો. સૂર્ય ધરતી પર ઊર્જાનો શ્રોત છે અને સૌરમંડળના કેન્દ્રમાં સ્થિત એક તારો છે. આ તારાની ચારે બાજુ પૃથ્વી ચક્કર લગાવે છે. સૂર્ય આપણા સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ છે, જેનો વ્યાસ લગભગ 13 લાખ 90 હજાર કિલોમિટર છે.

English summary
Poush month is the tenth month of Hindu panchang. It has effect of Hemant season. Therefore, it is too cold. Sun gives its special effect during this month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X