For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું છે રાહુ કાળ? રાહુ કાળમાં ક્યારેય ન કરશો શુભ કાર્યો

રાહુ કાળ વિશે તમે લોકોના મોઢે સાંભળ્યુ હશે. આ શું છે ક્યારે આવે છે અને તેમાં શુભ કાર્ય કરવું શા માટે વર્જિત છે આ અંગે બહું ઓછા લોકો જાણે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

રાહુ કાળ વિશે તમે લોકોના મોઢે સાંભળ્યુ હશે. આ શું છે ક્યારે આવે છે અને તેમાં શુભ કાર્ય કરવું શા માટે વર્જિત છે આ અંગે બહું ઓછા લોકો જાણે છે. વાસ્તવમાં રાહુ કાળ દિવસનો એવો સમય છે જ્યારે રાહુ પોતાના પૂર્ણ પ્રભાવમાં હોય છે અને આ સમયે જો કોઈ શુભ કામ કરવામાં આવે તો તેમાં સફળતા મળતી નથી. જેથી પંડિતો અને જ્યોતિષો આ સમયે શુભ કાર્યો કરવાની ના પાડે છે.

આવો જાણીએ રાહુ કાળ છે શું? રાહુને શા માટે પાપી ગ્રહ મનાય છે. આપણા ધર્મ ગ્રંથોમાં રાહુને શુભ કાર્યોમાં અડચણો નાખનારો ગ્રહ કહેવાય છે. જેથી રાહુ કાળમાં કોઈ પણ શુભ કાર્ય કે પ્રવાસ કરવો નહિં. ગ્રહોના ગોચરમાં તમામ ગ્રહોનો દરરોજ એક નિશ્ચિત સમય હોય છે, જેથી દરેક દિવસે રાહુનો પણ ચોક્કસ સમય છે, જેને રાહુ કાળ કહે છે. અલગ-અલગ સ્થાનો પર સૂર્યોદય સમય અનુસાર રાહુ કાળની અવધિ પણ અલગ-અલગ હોય છે.

રાહુ કાળ

રાહુ કાળ

રાહુ કાળ જાણવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં એક નિયમ બનાવેલો છે. આ અનુસાર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખા દિવસને આઠ બરાબર ભાગોમાં વહેંચવામાં આવે છે. તેમાં સૂર્યોદયનો એક ચોક્કસ સમય સવારે 6 વાગે ગણવામાં આવે છે અને સૂર્યાસ્તનો સમય સાંજે 6 વાગ્યાનો છે. જેથી સવારે 6થી સાંજના 6 સુધીનો સમય 12કલાકનો થયો. આ 12 કલાકને 8 સરખા ભાગોમાં વહેંચવામાં આવે તો એક ભાગ ડોઢ કલાકનો આવશે. અલગ-અલગ સ્થાનોએ સૂર્યોદય-સૂર્યાસ્ત અલગ હોવાથી આ સમયમાં કેટલાક મિનિટોનું અંતર થઈ શકે છે.

ક્યારે આવે છે રાહુ કાળ?

ક્યારે આવે છે રાહુ કાળ?

રાહુ કાળ ક્યારેય દિવસના પહેલા ભાગમાં નથી આવતો. આ ક્યારેક બપોરે કે સાંજના સમયે આવે છે અને સૂર્યાસ્ત પહેલા જ આવે છે. રાત્રે ક્યારેય રાહુ કાળ થતો નથી.

રાહુકાળનો સમય

રાહુકાળનો સમય

સોમવારે દિવસના બીજા ભાગમાં
શનિવારે દિવસે ત્રીજા ભાગમાં
શુક્રવારે દિવસના ચોથા ભાગમાં
બુધવારે દિવસના પાંચમા ભાગમાં
ગુરુવારે દિવસના છઠ્ઠા ભાગમાં
મંગળવારે દિવસના સાતમાં ભાગમાં
રવિવારે દિવસના આઠમાં ભાગમાં

સોમવાર : સવારે 7.30 થી 9 વાગ્યા સુધી
મંગળવાર : બપોરે 3 થી 4.30 વાગ્યા સુધી
બુધવાર : બપોરે 12 થી 1.30 વાગ્યા સુધી
ગુરુવાર : બપોરે 1.30 થી 3 વાગ્યા સુધી
શુક્રવાર : સવારે 10.30 થી 12 વાગ્યા સુધી
શનિવાર : સવારે 9 થી 10.30 વાગ્યા સુધી
રવિવાર : સાંજે 4.30 થી 6 વાગ્યા સુધી

English summary
Rahukaal or the period of Rahu is a certain period of time every day that is considered inauspicious for any new venture according to Indian Vedic astrology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X