For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

raksha bandhan 2021 : રાખડી બાંધવાનું મુહૂર્ત, જાણો શું કરશો અને શું ન કરશો?

આજે રક્ષાબંધન છે, ઉલ્લેખનીય છે કે, 'રક્ષાબંધન' ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે. જે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તેને બળેવ અને નાળીયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

Raksha Bandhan 2021: આજે રક્ષાબંધન છે, ઉલ્લેખનીય છે કે, 'રક્ષાબંધન' ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે. જે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તેને બળેવ અને નાળીયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ભદ્રા નથી કે, કોઈ પ્રકારનું ગ્રહણ નથી, ભદ્રા સવારે 6.15 કલાકે સમાપ્ત થઈ ગઈ છે, તેથી 'રક્ષાબંધન 2021' શુભ રહેશે અને આજે તમે આખો દિવસ આ તહેવારનો આનંદ માણી શકો છો.

Rakshabandhan

રક્ષાબંધનનો શુભ સમય

  • સવારે 6:15 કલાકથી કલાક 7:51 સુધી
  • બપોરના 12:00 કલાકથી 14:45 કલાક
  • સાંજે 6:31 કલાકથી 7:59 કલાક સુધી
Rakshabandhan

રાહુ કાળ યોગ

તહેવાર પર કોઈ ભદ્રા કાળ નથી, પણ રાહુ કાળનો યોગ છે અને આ સમયગાળા દરમિયાન કોઈ કામ ન કરવું જોઈએ. આ વખતે રાહુકાલ સાંજે 5:16થી સાંજના 6 કલાક સુધીનો છે, તેથી આ સમય દરમિયાન કોઈ બહેને તેના ભાઈના કાંડા પર રાખડી બાંધવી જોઈએ નહીં.

રાજસ્થાન અને હરિયાણામાં ભાભીઓ પણ રાખડી બાંધે છે

રક્ષાબંધન તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે પ્રેમનું પ્રતિક છે, પરંતુ રક્ષાબંધનના દિવસે આપણા દેશમાં બ્રાહ્મણો, ગુરુઓ, નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ રાખડી બાંધવામાં આવે છે. દેશમાં ક્યાંક ક્યાંક વૃક્ષ અને ભગવાનને રાખડી બાંધવાની પરંપરા છે. આ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પુરુષો ભાઈચારા માટે એકબીજાને ભગવા રંગની રાખડી બાંધે છે, જ્યારે રાજસ્થાન અને હરિયાણામાં ભાભીઓ પણ રાખડી બાંધે છે.

Rakshabandhan

રાખડીનું મહત્વ

હિમાલયમાં શિવલિંગ રક્ષાબંધનના દિવસે આકાર લે છે અને આ કારણથી વિશ્વ વિખ્યાત અમરનાથ યાત્રા પણ આ દિવસે પૂર્ણ થાય છે. રાખડીનો તહેવાર પડોશી દેશ નેપાળમાં પણ ઉજવવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે, ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાક્ષાબંધનના તહેવારનો પણ ઉલ્લેખ છે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે રક્ષાબંધનના દિવસે જન જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.

ભગવાન વામન રાજા બલીના રાખડી બાંધી હતી

કેટલીક પૌરાણિક કથાઓમાં 'રાખડી' નો ઉલ્લેખ છે, જે મુજબ ભગવાન વિષ્ણુના ભાગવાન વામન રાજા બલી સાથે 'રાખડી' બાંધી દીધું હતું અને ત્યારે જ તેમને પાતાળમાં જવાનો આદેશ આપ્યો હતો.

રાખડી બાંધતી સમયે આ મંત્રનો જાપ કરો

ઓમ યદાબંધ્ન્દાક્ષાયણા હિરણ્યમં, શતનિકાય સુમસ્યમાન:
તન્મસબ્ધનામી શતાસારદાય, આયુષ્માનજર્દિષ્ટર્યથાસમ્

એવુ કહેવાય છે કે, ભગવાન વિષ્ણુના વામનવતારે આ મંત્રથી રાજા બલીને રાખડી બાંધી હતી.

Rakshabandhan

રક્ષાબંધન પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે

રક્ષાબંધન પ્રેમનું પ્રતીક છે, વચનનું છે, કોઈની પર અતૂટ શ્રદ્ધાનું, કોઈના પર બધુ લૂટાંવી દેવાનો તહેવાર છે. રાખડી એ માત્ર એક દોરો નથી, પણ કંઈક એવી અપેક્ષા છે, કે જે લોકો કાંડા પર બાંધે છે.

ભાઈઓ અને બહેનો આ દિવસે ન કરતા આ કામ

  • રાહુ કાલમાં રાખડી ન બાંધવી
  • રક્ષાબંધનના દિવસે કાળા કપડા ન પહેરવા
  • રાખડી બાંધતી વખતે ભાઈનું માથું ઢાંકવું જોઈએ
  • રાખડી બાંધતી વખતે ભાઈનો ચહેરો દક્ષિણ તરફ ન હોવો જોઈએ
  • રાખડી બાંધતી વખતે ભાઈનો ચહેરો ઉત્તર કે પૂર્વ દિશામાં હોવો જોઈએ
  • તિલક કરતી વખતે આખા ચોખાનો ઉપયોગ કરવો જોઇએ
  • ભાઈ અને બહેને એકબીજાને કાચની ભેટ ન આપવી જોઈએ
English summary
'Rakshabandhan' is a festival of brother and sister love. Which is celebrated on the full moon day of Shravan month. It is also known as Balev and Naliyeri Poonam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X