For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Raksha Bandhan 2022: આ વખતે રક્ષાબંધન પર ભદ્રાની છાયા, જાણો શું છે શુભ મુહૂર્ત

ચાલો તમારી મૂંઝવણ દૂર કરીએ અને જણાવીએ કે આ વખતે કયા સમયે અને કયા મુહૂર્તમાં રાખડી બાંધવામાં આવશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શ્રાવણ મહિનો તહેવારોની શરૂઆતનો મહિનો કહેવાય છે. શ્રાવણ મહિનાનો અંત 'રક્ષાબંધન' સાથે થાય છે જે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. આ વખતે આ તહેવાર 11 ઓગસ્ટ, ગુરુવારે છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર ભદ્રાની છાયામાં છે. જેના કારણે રાખડી બાંધવાને લઈને થોડી મૂંઝવણ ઉભી થઈ છે. ચાલો તમારી મૂંઝવણ દૂર કરીએ અને જણાવીએ કે આ વખતે કયા સમયે અને કયા મુહૂર્તમાં રાખડી બાંધવામાં આવશે.

રાખડી બાંધવાના શુભ મુહૂર્ત

રાખડી બાંધવાના શુભ મુહૂર્ત

  • પૂર્ણિમા તિથિનો પ્રારંભઃ 11 ઓગસ્ટ સવારે 10 વાગીને 38 મિનિટ
  • પૂર્ણિમા તિથિ સમાપ્તિઃ 12 ઓગસ્ટ સવારે 7 વાગીને 6 મિનિટ
  • ભદ્રા સમયઃ 11 ઓગસ્ટના રોજ રાત્રે 8.53 કલાકે
  • રાખડી બાંધવાનો શુભ સમયઃ સવારે 9 વાગીને 40 મિનિટથી રાતે 7 વાગીને 14 મિનિટ સુધી
  • અમૃત યોગ: 11 ઓગસ્ટના રોજ સવારે6 વાગીને 55 મિનિટથી લઈને રાતે 8 વાગીને 20 મિનિટ સુધી
ભાઈ પ્રત્યેના વિશ્વાસ અને પ્રેમનો તહેવાર

ભાઈ પ્રત્યેના વિશ્વાસ અને પ્રેમનો તહેવાર

અમે તમને જણાવી દઈએ કે રાખી એ વિશ્વાસ, પ્રેમ, વચન અને દરેક પળ સાથ નિભાવવાનો તહેવાર છે. બહેનો માત્ર તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધતી નથી પરંતુ આ સાથે તેઓ તેમના ભાઈ પ્રત્યે તેમનો વિશ્વાસ અને પ્રેમ વ્યક્ત કરે છે અને બદલામાં ભાઈ તેમને દરેક પરિસ્થિતિમાં રક્ષણ આપવાનુ વચન આપે છે.

ભાઈ-બહેનના પ્રેમનુ માનક

ભાઈ-બહેનના પ્રેમનુ માનક

જો કે આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનુ માનક છે એટલુ જ નહિ પરંતુ રાખડીના દિવસે આપણા દેશમાં બ્રાહ્મણો, ગુરુઓ, નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ રાખડી બાંધવામાં આવે છે. દેશમાં અમુક જગ્યાએ વૃક્ષ અને ભગવાનને પણ રાખડી બાંધવાની પરંપરા છે તો રાજસ્થાન અને હરિયાણામાં ભાઈની સાથે ભાભીને પણ રાખડી બાંધવાની પરંપરા છે.

રાખડી બાંધતી વખતે આ મંત્રનો કરો જાપ

રાખડી બાંધતી વખતે આ મંત્રનો કરો જાપ

ओम यदाबध्नन्दाक्षायणा हिरण्यं, शतानीकाय सुमनस्यमाना:। तन्मSआबध्नामि शतशारदाय, आयुष्मांजरदृष्टिर्यथासम्।।

રાખડી બાંધતી વખતે ભાઈનુ મુખ દક્ષિણ તરફ ન હોવુ જોઈએ પરંતુ ઉત્તર કે પૂર્વ દિશામાં હોવુ જોઈએ અને તિલક કરતી વખતે માથુ ઢાંકેલુ હોવુ જોઈએ. દરેક તહેવારની જેમ રાખી પણ ઘણી બધી ખુશીઓ લઈને આવે છે. આ વખતે પણ આ તહેવાર દરેક રાશિ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે. રાખડીના દિવસે કાન્હા અને ગણેશજીની વિશેષ પૂજા કરવાથી વ્યક્તિના તમામ કષ્ટોનો પણ અંત આવે છે.

English summary
Raksha Bandhan 2022 is coming on 11th August. here is Shub Muhurat, auspicious time to tie rakhi and Mantra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X