For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rath Yatra 2022: 'રથયાત્રા'માં કેમ નથી હોતો શ્રીકૃષ્ણની પત્ની રુકમણીનો રથ?

આ પહેલી પૂજા છે જેમાં શ્રી કૃષ્ણના રથની સાથે પત્ની રુકમણીનો રથ કે પ્રિય રાધાનો રથ નથી. તેની પાછળ એક ખાસ કારણ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 1 જુલાઈથી 'જગન્નાથ રથયાત્રા' શરૂ થવાની છે માટે આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથને કાઢવામાં આવે છે. આ પહેલી પૂજા છે જેમાં શ્રી કૃષ્ણના રથની સાથે પત્ની રુકમણીનો રથ કે પ્રિય રાધાનો રથ નથી. તેની પાછળ એક ખાસ કારણ છે.

ઉંઘમાં ભગવાનના શ્રીમુખમાંથી 'રાધા'નુ નામ નીકળ્યુ

ઉંઘમાં ભગવાનના શ્રીમુખમાંથી 'રાધા'નુ નામ નીકળ્યુ

પૌરાણિક કથાઓ મુજબ એકવાર શ્રી કૃષ્ણ તેમના મહેલમાં સૂતા હતા અને રાણી રુકમણી તેમની પાસે બેઠા હતા ત્યારે અચાનક તેમણે ભગવાનના મુખમાંથી 'રાધા'નુ નામ સાંભળ્યુ. જે સાંભળીને તેમને ગમ્યુ નહિ. તેમણે મનમાં વિચાર્યુ કે રાધામાં એવુ શું છે? જેના કારણે નિદ્રા અવસ્થામાં પણ પ્રભુ તેમનુ નામ લે છે? હું દિવસ-રાત તેમની સેવા કરુ છુ છતાં પણ હું 'રાધા'નુ સ્થાન લઈ શકતી નથી.

'હું બધાને બંનેના પ્રેમ વિશે જણાવીશ'

'હું બધાને બંનેના પ્રેમ વિશે જણાવીશ'

બાકીની પત્નીઓને પણ તેણે આ વેદના કહી. જે પછી બધાએ નક્કી કર્યુ કે તે માતા રોહિણી સાથે આ વિશે વાત કરશે અને તે પછી તેઓ બધા રોહિણી પાસે રાધા-કૃષ્ણના પ્રેમ વિશે પૂછવા ગયા. માતા રોહિણીએ ખૂબ જ શાંતિથી બધાની વાત સાંભળી પણ પછી કહ્યુ કે 'બંનેના પ્રેમ વિશે હું બધાને કહીશ પરંતુ જ્યાં સુધી હું તેમના વિશે ના કહુ ત્યાં સુધી મારા રૂમમાં કોઈએ આવવુ નહિ.'

સુભદ્રા, શ્રીકૃષ્ણ અને બલરામના શરીર ઓગળવા લાગ્યા

સુભદ્રા, શ્રીકૃષ્ણ અને બલરામના શરીર ઓગળવા લાગ્યા

રુકમણીએ તરત જ આ શરત સ્વીકારી લીધી અને સુભદ્રાને દ્વારપાલ તરીકે ઉભા રાખ્યા. આ પછી માતા રોહિણીએ રાધા-કૃષ્ણની પ્રેમ લીલા વિશે વાત કરવાનુ શરૂ કર્યુ. પછી સુભદ્રાએ જોયુ કે શ્રી કૃષ્ણ-બલરામ એ દિશામાં આવી રહ્યા છે. તેમણે તેમને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ માતા રોહિણીના શબ્દો રૂમની બહાર સંભળાતા હતા અને તે વાતો એટલી સુંદર હતી કે સુભદ્રા, શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાં જ ઉભા રહી ગયા અને આ દરમિયાન તેમના શરીર પીગળવા લાગ્યા.

જગન્નાથને શ્રીકૃષ્ણ-રાધાનુ સંમિલિત રુપ માનવામાં આવે છે

જગન્નાથને શ્રીકૃષ્ણ-રાધાનુ સંમિલિત રુપ માનવામાં આવે છે

એ વખતે નારદ મુનિ ત્યાંથી પસાર થયા. તેઓ ત્રણેયનુ આ સ્વરૂપ જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે તેમનુ આ અલૌકિક સ્વરૂપ ભક્તોને પણ બતાવવુ જોઈએ. તેથી તેઓ આ સ્વરૂપમાં તેમની સામે દેખાયા. ભગવાને નારદજીની આજ્ઞા પાળી. તેથી જગન્નાથને ભગવાન કૃષ્ણ અને રાધાનુ સંયુક્ત સ્વરૂપ માનવામાં આવે છે અને તેમના અને તેમના ભાઈ-બહેનોના શરીર પીગળી ગયા હોવાથી પુરી ધામમાં જગન્નાથ, સુભદ્રા અને બલરામનુ અધૂરુ સ્વરૂપ છે અને તેઓ દર્શન આપવા માટે રથયાત્રા પર નીકળે છે. નારદને માત્ર જગન્નાથ, સુભદ્રા અને બલરામના અધૂરા સ્વરૂપના દર્શન થયા હતા અને ત્યાં રુકમણી નહોતી તેથી રથયાત્રામાં શ્રી કૃષ્ણની પત્ની રુકમણીનો રથ નથી હોતો.

English summary
Rath Yatra 2022 is coming on 1st July. Why is the Shri Krishna's wife Rukmini not in the 'Rath Yatra' chariot? know the reasons here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X