શ્રાવણમાં આ રીતે કરો શિવ ભક્તિ, તમામ મનોરથો થશે સિદ્ધ

Posted By:
Subscribe to Oneindia News

શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિનું ખાસ મહત્વ છે. શ્રાવણ માસમાં કરેલ શિવ ભક્તિ વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરી તેને સુખ અને શાંતિ અર્પે છે. એવી માન્યતા છે કે, શ્રાવણ માસમાં સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયેલા વિષને ભગવાન શિવે જનકલ્યાણ માટે ગ્રહણ કર્યું હતું. ત્યારે ઈન્દ્રએ પ્રસન્ન થઈ શીતળતા પ્રદાન કરવા માટે વર્ષાઋતુમાં વરસાદ કર્યો હતો. આ કારણે જ શ્રાવણ માસમાં ભગવાન શિવનો જળાભિષેક કરવાની પરંપરા શરૂ થઇ હતી.

અભિષેકપ્રિય છે ભગવાન શિવ

અભિષેકપ્રિય છે ભગવાન શિવ

શિવનું જ અન્ય એક નામ છે, રૂદ્ર. રૂદ્રને અભિષેકપ્રિયઃ કહેવામાં આવે છે, એટલે કે એમને અભિષેક સૌથી વધુ પ્રિય છે. આથી જ શ્રાવણ માસમાં શિવજીનો અભિષેક કરવામાં આવે છે. મોટાભાગના લોકો જળથી શિવનો અભિષેક કરે છે, પરંતુ સમૃદ્ધ લોકો દૂધ, મધ, દહીં, વગેરે જેવા દ્રવ્યોથી ભગવાન શિવનો અભિષેક કરે છે.

વિવિધ કાર્યપૂર્તિ માટે થાય છે શિવભક્તિ

વિવિધ કાર્યપૂર્તિ માટે થાય છે શિવભક્તિ

  • જો તમને કોઈ વાતનો ડર હોય તો તમે દુર્વાને પીસી, તેમાથી શિવલિંગ બનાવો અને તેની વિધિવત પૂજા કરો. આ ઉપાયથી દરેક પ્રકારના ડરનો નાશ થાય છે.
  • જો તમને બાળક ન થતું હોય તો, વાંસના અંકુરથી શિવલિંગ તૈયાર કરો અને તેની વિધિવત પૂજા કરો. થોડા સમય બાદ તમને સંતાનપ્રાપ્તિ થશે.
ધનવર્ષા અને કુટુંબમાં સુખ-શાંતિ

ધનવર્ષા અને કુટુંબમાં સુખ-શાંતિ

  • જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો અથવા ધન આવતું જ ન હોય તો તમે કઠણ દહીંનું શિવલિંગ બનાવો અને તેની વિધિવત પૂજા-અર્ચના કરો. આવું કરવાથી તમને આર્થિક સમસ્યામાં રાહત મળશે અને ધનવર્ષા થવા લાગશે.
  • જો તમારા કુટુંબમાં સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સુખ-શાંતિ ઈચ્છો છો તો ખાંડથી બનેલા શિવલિંગની પૂજા કરો, જરૂર લાભ થશે.
ધન-ધાન્ય અને આરોગ્ય

ધન-ધાન્ય અને આરોગ્ય

  • ખેડૂતોએ ગોળમાં અન્ન ચોંટાડી શિવલિંગ તૈયાર કરી તેની વિધિવત પૂજા કરવાથી કૃષિ ઉત્પાદનમાં વધારો થાય છે અને સમૃદ્ધિ વધે છે.
  • જો કોઈ ઘણા લાંબા સમયથી બીમાર હોય અને તો સાજા થવા માટે દહીં અને ખાંડથી બનેલા શિવલિંગની સામે રૂદ્રાષ્ટકનો પાઠ કરો અને વિધિવત પૂજા અર્ચના કરો. આમ કરવાથી થોડા સમયમાં ફેરફાર જોવા મળશે.
  • આયુવૃદ્ધિ માટે કસ્તુરી અને ચંદનથી બનેલા શિવલિંગનું પૂજન કરવાથી લાભ થાય છે.
દરેક સમાસ્યનું નિવારણ કરે છે ભગવાન શિવ

દરેક સમાસ્યનું નિવારણ કરે છે ભગવાન શિવ

  • જો તમે દુશ્મનો અને વિરોધીઓથી વધારે હેરાન થાઓ છો, તો લસણીયાથી બનેલા શિવલિંગની પૂજા કરો. આ ઉપાય કરવાથી તમારા દુશ્મનોનો નાથ થવા લાગશે.
  • જો કન્યાના લગ્ન ન થતા હોય તો મોતી અને નવનીત વૃક્ષના પાનથી બનેલા શિવલિંગ બનાવી તેની પૂજા કરવાથી લગ્નમાં અવાનારી અડચણો દૂર થાય છે અને સંપન્ન કુટુંબમાં તેના લગ્ન થાય છે.
English summary
Shravan or Shraavana is considered the holiest of months according to the Hindu calendar. The fifth month of the Hindu year is dedicated to Lord Shiva in Gujarati.
Please Wait while comments are loading...