For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બરે, પિતૃઓની મુક્તિ માટે કરો આ વિશેષ ઉપાય

અશ્વિન માસની અમાસ એટલે સર્વપિતૃ અમાસ. આ દિવસ પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ પક્ષ પખવાડિયાનો અંત દર્શાવે છે...

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અશ્વિન માસની અમાસ એટલે સર્વપિતૃ અમાસ. આ દિવસ પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ પક્ષ પખવાડિયાનો અંત દર્શાવે છે. આ દિવસે જાણે-અજાણે તમામ પિતૃઓની શાંતિ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે. જે લોકો તેમના પૂર્વજોની મૃત્યુ તારીખ નથી જાણતા તેમના માટે આ દિવસનુ વિશેષ મહત્વ છે. તેથી આ દિવસે એ તમામ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. આ વખતે સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બર 2022, રવિવારના રોજ આવી રહી છે.

religion

સર્વપિત્રી અમાવસ્યાના દિવસે હરિદ્વાર, ગયાજી, બ્રહ્મકાપલી, બદ્રીનાથ ઉપરાંત ગંગા, નર્મદા, યમુના, ક્ષિપ્રા વગેરે પવિત્ર નદીઓના કિનારે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને તે શુભાશિષ આપે છે. આ દિવસે પિતૃદોષના નિવારણ માટે પૂજન પણ થાય છે. જે લોકો પર કોઈ કારણે પિતૃદોષ રહેતો હોય તેમણે આ દિવસે યોગ્ય બ્રાહ્મણને બોલાવીને પિતૃઓનુ શ્રાદ્ધ કરવાથી ચોક્કસપણે પિતૃદોષની શાંતિ થાય છે.

શું કરશો વિશેષ ઉપાય

  • સર્વપિતૃ અમાસના દિવસે જાણ્યા-અજાણ્યા પિતૃઓ માટે તર્પણ, પિંડ દાન, દાન, શ્રાદ્ધ કરો.
  • ગરીબ, વિકલાંગ, અશક્ત અને અંધોને પિતૃઓ નિમિત્તે ખીર ખવડાવો, દૂધ પીવડાવો.
  • બ્રાહ્મણોને આદરપૂર્વક આમંત્રણ આપો અને ભોજન કરાવો અને યોગ્ય દાન અને દક્ષિણા આપીને આશીર્વાદ મેળવો.
  • આ દિવસે ગાય, કૂતરા, કાગડા, કીડી અને માછલીને ખવડાવો.
  • પીપળના ઝાડને કાચુ દૂધ, પાણી અને ખાંડ ઉમેરીને સિંચાઈ કરો.
  • વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

English summary
Sarva Pitru Amas 2022 will be on 25th September, Know the importance and remedy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X