For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આકાશમાં સાથે હશે શનિ, ચંદ્ર અને ગુરુ, આજે દેખાશે મિલનનો આ દુર્લભ નઝારો

આજે આકાશમાં શનિ, ચંદ્રમાં તેમજ ગુરુ ગ્રહના મિલનનો નઝારો જોવા મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

આજે(12 મે)ના રોજ આકાશમાં એક અદભૂત અને દૂર્લભ સંયોગ જોવા મળશે. આજે આકાશમાં શનિ, ચંદ્રમા તેમજ ગુરુ ગ્રહના મિલનનો નઝારો જોવા મળી શકે છે. મંગળવારે બપોરે ભારતીય સમયાનુસાર 3.10 મિનિટે ગુરુ અને ચંદ્રમા વચ્ચેનુ કોણીય અંતર માત્ર 2.4 ડિગ્રી રહી જશે. વળી, મંગળવારે રાતે 11 વાગીને 48 મિનિટ શનિ અને ચંદ્રમાં વચ્ચેનુ કોણીય અંતર માત્ર 2.8 ડિગ્રી રહી જશે.

ત્રણે એક ત્રિભુજના આકારમાં આકાશમા દેખાશે

ત્રણે એક ત્રિભુજના આકારમાં આકાશમા દેખાશે

આજે બપોર ગુરુ અને ચંદ્ર વચ્ચે કોણીય અંતર માત્ર 2.4 ડિગ્રી રહી જવા અને ફરીથી રાતે શનિ અને ચંદ્ર વચ્ચે કોણીય અંતર માત્ર 2.8 ડિગ્રી બચવાથી આ બંને ગ્રહો અને ચંદ્રમાના ઉગવા સાથે જ આ ત્રણે એક ત્રિભુજના આકારમાં આકાશમાં દેખાશે. એવામાં આકાશમાં આ ત્રણે પાસે આવવાથી અદભૂત દ્રશ્ય હશે. ત્રણે ગ્રહ ત્રિભુજની જેમ દેખાશે.

સ્માઈલી ફેસ રૂપે જોઈ શકાશે

સ્માઈલી ફેસ રૂપે જોઈ શકાશે

ઈન્દિરા ગાંધી નક્ષત્ર શાળાના વૈજ્ઞાનિક અધિકારી સુમિત શ્રીવાસ્તવે જણાવ્યુ છે કે મંગળવારે રાતે 11.48 પર જ ચંદ્રમાનો ઉદય થશે જ્યારે શનિ 11.32 વાગે અને ગુરુ ગ્રહના ત્રિભુજ આકૃતિને સ્માઈલી ફેસ તરીકે પણ લોકો જોવાનુ પસંદ કરશે કારણકે આ દિવસે ચંદ્રમા સાડા વીસ દિવસનો થઈ ચૂક્યો હશે અને તે 66.9 ટકા સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે.

એપ્રિલમાં દેખાયો હતો સુપરપિંક મૂન

એપ્રિલમાં દેખાયો હતો સુપરપિંક મૂન

આ પહેલા એખ મહત્વના ઘટનાક્રમમાં 7 એપ્રિલની સાંજે શરૂ થઈને બુધવારે સવાર સુધી સુપર પિંક મૂન જોવા મળ્યો હતો. ભારત સહિત ઘણા દેશોમાં પૂર્ણિમાના પ્રસંગે ધરતીની બહુ પાસે હોવાના કારણે ચંદ્ર અમુક લાલિમા સાથે વધુ મોટો દેખાશે. વાસ્તવમાં જ્યારે ચંદ્ર અને ધરતી વચ્ચેનુ અંતર ઘટી જાય છે અને ચંદ્રની ચમક વધી જાય છે. આ પરિસ્થિતિમાં ચંદ્રને સુપરમુન કહેવામાં આવે છે. આ દરમિયાન ચંદ્ર સામાન્ય દિવસોની તુલનામાં 14 ટકા વધુ મોટો અને 30 ટકા સુધી વધુ ચમકીલો દેખાય છે.

આ પણ વાંચોઃ જાડા લોકોને કોરોના વાયરસનુ સૌથી વધુ જોખમ, રિસર્ચમાં મળ્યા ચોંકાવનારા પરિણામઆ પણ વાંચોઃ જાડા લોકોને કોરોના વાયરસનુ સૌથી વધુ જોખમ, રિસર્ચમાં મળ્યા ચોંકાવનારા પરિણામ

English summary
saturn moon and jupiter seen together a rare sight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X