જાણો સાત મુખી રુદ્રાક્ષની અસરકારકતા

Posted By:
Subscribe to Oneindia News

રુદ્રાક્ષને સાક્ષાત મહાદેવનુ પ્રતિક ગણવામાં આવે છે. જે આપણને સુખ અને સમૃધ્ધિ પ્રદાન કરે છે. દરેક મુખી રુદ્રાક્ષનુ પોતાનુ અલગ-અલગ મહત્વ છે. આજે અમે તમને જણાવીશું કે સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું લાભ થાય છે?

ગંગામાં વિસર્જિત કરેલી અસ્થિઓ આખરે જાય છે ક્યાં?

Seven Mukhi Rudraksha, 7 mukhi rudraksha Beads gives Prosperity

યશ અને કિર્તિમાં વધારો

સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી દરેક ક્ષેત્રે વિજય પ્રાપ્ત થાય છે, ઉપરાંત તમારા યશ અને કિર્તિમાં પણ વધારો થાય છે. નોકરી વાળા જાતકો સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો તેમના કરિયરમાં પ્રગતિ આવે છે અને બૉસ તેમનાથી ખુશ રહે છે.

આર્થિક સુખ અને સમૃધ્ધિ

Seven Mukhi Rudraksha, 7 mukhi rudraksha Beads gives Prosperity

વ્યવસાયી વર્ગ માટે સપ્તમુખી રુદ્રાક્ષ ધારણ કરવુ અત્યંત લાભદાયક મનાય છે. સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી ગણેશ અને લક્ષ્મીની વિશેષ કૃપા સદૈવ તમારા પર બનેલી રહે છે, જેનાથી તમારા ઘર અને પરિવામાં સુખ અને સમૃધ્ધિ જળવાઈ રહે છે. સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં મજબુતાઈ આવે છે જે તમને માનસિક શાંતિ પ્રદાન કરે છે.

રોગમુક્ત આરોગ્ય

Seven Mukhi Rudraksha, 7 mukhi rudraksha Beads gives Prosperity

સપ્તમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્ય હંમેશા નિરોગી રહે છે, બિમારીઓ તેમનાથી દૂર ભાગે છે. ખાસ કરી સ્નાયુ સાથે જોડાયેલા રોગોમાંથી મુક્તિ મળે છે. સાતમુખી રુદ્રાક્ષ મંદિરના સ્થાને રાખવાથી ઘર-પરિવારના સભ્યોનુ આરોગ્ય આખુ વર્ષ નિરોગી રહે છે.

શનિગ્રહ સાથે જોડાયેલા દોષોમાં રાહત

સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી શનિગ્રહ સાથે જોડાયેલા દોષો જેવાકે, સાડાસાતી, કે અઢી વર્ષની પનોતી દરેકનુ શમન થાય છે. ઉપરાંત શનિની હંમેશા તમારા પર કૃપા બનેલી રહે છે.

Seven Mukhi Rudraksha, 7 mukhi rudraksha Beads gives Prosperity

ધારણ વિધિ

કોઈપણ માસના શુક્લ પક્ષની તેરસથી પુનમ આ ત્રણ દિવસ ગંગાજળમાં કેસર અને દુધ ભેળવી "ऊँ ऐं हीं श्री क्लीं हूं सौः जगत्प्रसूतये नमः'' મંત્ર બોલી સાતમુખી રુદ્રાક્ષ પર જળનો છંટકાવ કરો. ત્યારબાદ ગંધ ચોખા, ધુપ, પુષ્પ, બિલીપત્ર, અને ધતુરો ચડાવી તેનુ વિધિવત પૂજન કરો. ત્યારબાદ 108 વાર ''ऊँ ऐं हीं श्रीं क्लीं हूं सौः जगत्प्रसूयते'' મંત્રનુ ઉચ્ચારણ કરી હવન કરો અને 7 વાર હવન અગ્નિની પ્રદક્ષિણા કરી સાતમુખી રુદ્રાક્ષને ગળા કે તમારી ભુજા પર ધારણ કરો.

English summary
A Seven mukhi Rudraksha has seven lines (mukhas) on its surface. The ruling deity of seven Mukhi Rudraksha is Goddess Maha Lakshmi (Goddess of wealth) and the ruling planet is Saturn.
Please Wait while comments are loading...