For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શનિ-મંગળની 19 દિવસની યુતિ, વધશે ભીષણ ગરમી, ફેલાશે ઉન્માદ

ઉગ્ર અને પાપ ગ્રહ શનિ અને મંગળની યુતિ 29 એપ્રિલથી કુંભ રાશિમાં થવા જઈ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉગ્ર અને પાપ ગ્રહ શનિ અને મંગળની યુતિ 29 એપ્રિલથી કુંભ રાશિમાં થવા જઈ રહી છે. બંને ગ્રહોનુ એક સાથે શનિની રાશિમાં આવવુ વિપરીથ પરિસ્થિતિઓનુ નિર્માણ કરશે. પૃથ્વી પર ભીષણ ગરમીનો પ્રકોપ થશે, મહામારી ફેલાવાની સંભાવના રહેશે. સાથે જ ધાર્મિક ઉન્માદ, યુદ્ધ, વિવાદ, ક્રોધ, લોકોમાં આક્રોશ જેવી સ્થિતિઓ બની શકે છે.

shani

વર્તમાનમાં મંગળ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. 29 એપ્રિલ, 2022ના રોજ પ્રાતઃ 7.52 વાગ્યાથી શનિ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. આ રીતે આ બંને ગ્રહોની યુતિ કુંભ રાશિમાં થઈ જશે. આ યુતિ 17 મે સુધી રહેશે. કુલ 19 દિવસ શનિ-મંગળ સાથે રહેવાના કારણે ગરમીનો પ્રકોપ તેજ થશે. લોકોમાં ક્રોધ, આવેશ, ઉન્માદમાં વધારો થશે. શનિ પશ્ચિમ દિશાનો સ્વામી છે માટે પશ્ચિમી પ્રદેશો અને દેશોમાં મોટા વિવાદ, યુદ્ધ જેવી સ્થિતિ બની શકે છે. પશ્ચિમી ક્ષેત્રોમાં આંધી, તોફાન, આગ જેવી ઘટનાઓ પણ થઈ શકે છે.

29 એપ્રિલથી 12 જુલાઈ સુધી શનિના કુંભ રાશિમાં ગોચર કરવાના કારણે શનિની દ્રષ્ટિ ઉત્તર દિશામાં રહેશે. માટે ઉત્તર દિશા તરફથી પણ કુદરતી પ્રકોપ, ભૂકંપ, ભૂસ્ખલન, આંધી-તોફાન જેવા સમાચાર આવી શકે છે.

મંગળ અને શનિની રાશિવાળા રહે ખાસ સાવધાન

મંગળ-શનિની યુતિ દરમિયાન 19 દિવસ મંગળ અને શનિની રાશિવાળા જાતકોને ખાસ સાવધાન રહેવાની જરુર છે. મંગળની રાશિ મેષ-વૃશ્ચિક અને શનિની રાશિ મકર-કુંભના જાતક આર્થિક સાવધાનીઓ વર્તે, ક્રોધનો ત્યાગ કરે, વિવાદિત સ્થિતિઓથી બચવાનો પ્રયત્ન કરે.

હનુમાનજીની આરાધના કરો

મંગળ-શનિની પીડા શાંત કરવા માટે આ સમયમાં સમસ્ત રાશિના જાતકો હનુમાનજીની આરાધના કરે. રોજ પંચમુખી હનુમાનના દર્શન કરે. હનુમાન ચાલીસાનો પાઠ કરે. મસ્તક પર હનુમાનજીની મૂર્તિથી કાઢેલુ સિંદૂર લગાવે.

English summary
Shani Mangal Yuti: heat will increase frenzy will spread know details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X