Shani Pradosh Vrat 2023: આજે શનિ પ્રદોષ વ્રત કરવાથી મળે છે શિવજીની કૃપા, દૂર થાય છે શનિ દોષ
Shani Pradosh Vrat 2023: આજે અષાઢ માસનું અંતિમ શનિ પ્રદોષ વ્રત છે. જ્યારે પ્રદોષ વ્રત શનિવારે આવે છે ત્યારે તેને શનિ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી ન માત્ર ભગવાન શિવની કૃપા થાય છે પરંતુ શનિ દોષ પણ દૂર થાય છે.
શિવ તેમના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને તેમના ભક્તને દરેક પ્રકારનું સુખ મળે છે. તમને જણાવી દઈએ કે દરેક મહિનામાં બે પ્રદોષ વ્રત હોય છે. અષાઢનું પહેલું પ્રદોષ વ્રત 15મી જૂને હતું અને હવે છેલ્લું વ્રત આજે છે.

પૂજા મુહૂર્ત
ત્રયોદશી તિથિ 1 જુલાઈથી આરંભ: 01: 16 AM
ત્રયોદશી તિથિની સમાપ્તિ 1 જુલાઈ: 11:06 PM
પૂજા મુહૂર્ત: સાંજે 7:23 PMથી 09:24 PM સુધી
પૂજા વિધિ
સૌ પ્રથમ સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
પછી ઉપવાસનો સંકલ્પ લો.
આખો દિવસ ઉપવાસ કરો.
પછી સાંજના શુભ સમયે ભગવાન શિવની પૂજા કરો.
શિવલિંગ પર દૂધ, દહીં, ઘી અને ગંગા જળ ચઢાવો.
પછી તેમને બેલપત્ર, ફૂલ, ભાંગ અર્પણ કરો.
પ્રસાદ ચઢાવો.
કથા સાંભળો અને આરતી કરો.
પ્રસાદ વિતરણ કરો.
મહત્વ
પ્રદોષ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય છે.
માણસને આર્થિક પરેશાનીઓ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
ભક્તના ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે.
તેને સમાજમાં માન અને ખ્યાતિ મળે છે.
શનિ પ્રદોષનું વ્રત એવા દંપતીઓએ અવશ્ય રાખવું જોઈએ જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે, આ વ્રત કરવાથી તેમના ઘરમાં જલદી પારણુ બંધાશે.
શનિ સ્તુતિ
આજે શનિ પ્રદોષ હોવાથી શનિદેવની આ દિવસે વિશેષ શનિ મંત્રોથી પૂજા કરવી જોઈએ, તેનાથી વ્યક્તિના શનિ દોષ દૂર થાય છે.
ॐ शनिदेवाय नमः
ऊं प्राँ प्रीं प्रौं सः शनैश्चराय नमः।
शन्नो देवीति मंत्रस्य सिन्धुद्वीप ऋषि: गायत्री छंद:, आपो देवता, शनि प्रीत्यर्थे जपे विनियोग
औम कृष्णांगाय विद्य्महे रविपुत्राय धीमहि तन्न: सौरि: प्रचोदयात
औम प्रां प्रीं प्रौं स: भूर्भुव: स्व: औम शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शंय्योरभिस्त्रवन्तु न:.औम स्व: भुव: भू: प्रौं प्रीं प्रां औम शनिश्चराय नम:












Click it and Unblock the Notifications
