For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shardiya Navratri 2022: ગજ પર સવાર થઈને આવશે મા અંબા, નાવ પર થશે વિદાય, જાણો આનો શું અર્થ?

આ વખતે નવ દિવસની નવરાત્રિ છે, જે તેની સાથે ઘણી ખુશીઓ લઈને આવી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આદિ શક્તિના દિવસની શરૂઆત એટલે કે શારદીય નવરાત્રિ સોમવાર એટલે કે 26 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. નવરાત્રિ પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ક્યાંક લોકો દાંડિયા રમવાની તૈયારીઓ કરી રહ્યા છે, તો ક્યાંક ગરબા રમવાની પ્રેક્ટિસ ચાલી રહી છે, તો કેટલાક લોકો ઘરોમાં ઘટ સ્થાપન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ વખતે નવ દિવસની નવરાત્રિ છે, જે તેની સાથે ઘણી ખુશીઓ લઈને આવી રહી છે.

આ વખતે મા દુર્ગા ગજ પર સવાર થઈને આવી રહી છે...

આ વખતે મા દુર્ગા ગજ પર સવાર થઈને આવી રહી છે...

આ વખતે મા દુર્ગા ગજ પર સવાર થઈને આવી રહી છે. આમ તો જો કે માતાનુ વાહન સિંહ છે પરંતુ એવું માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં જ્યારે માતા પૃથ્વી પર આવે છે ત્યારે તેમની સવારી બદલાઈ જાય છે, જે આવનારા સમયનો સંકેત હોય છે. જ્યોતિષીઓ માતાના વાહનથી આવનારા શુભ અને અશુભ દિવસોની આગાહી કરે છે. વાસ્તવમાં માતાની સવારી નવરાત્રિના દિવસની શરૂઆત પ્રમાણે હોય છે.

દિવસ પ્રમાણે માતાની સવારી

દિવસ પ્રમાણે માતાની સવારી

  • સોમવારે માતાની સવારી: હાથી.
  • મંગળવારે માતાની સવારી: અશ્વ એટલે ઘોડો.
  • બુધવારે માતાની સવારી: નાવ.
  • ગુરુવારે માતાની સવારી: ડોલી.
  • શુક્રવારે માતાની સવારી: ડોલી.
  • શનિવારે માતાની સવારી: અશ્વ એટલે ઘોડો.
  • રવિવારે માતાની સવારી: હાથી.
સુખ, સમૃદ્ધિ અને વૈભવના માનક

સુખ, સમૃદ્ધિ અને વૈભવના માનક

આ વખતે સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે એટલે કે આ વખતે હાથી માતાની સવારી છે અને હાથી જે સુખ, સમૃદ્ધિ અને વૈભવનુ માનક છે. એવુ માનવામાં આવે છે કે આ નવરાત્રિ સામાન્ય માનવી અને દેશ માટે સુખ, સમૃદ્ધિ અને વૈભવ લાવશે.વળી, 5 ઓક્ટોબરે દુર્ગા વિસર્જન છે અને તે દિવસે બુધવાર એટલે કે માતા દુર્ગા નાવ પર વિદાય કરશે. આ એક શુભ સંકેત પણ છે કારણ કે હોડીની સવારી શાંતિ, સુખ અને ઇચ્છાઓની પરિપૂર્ણતાનું પ્રતીક છે. એકંદરે આ નવરાત્રી સૌ માટે ખુશીઓ જ ખુશીઓ લઈને આવી રહી છે.

આ છે નવરાત્રિના 9 દિવસ

આ છે નવરાત્રિના 9 દિવસ

  • 26 સપ્ટેમ્બર - ઘટસ્થાપન, શારદીય નવરાત્રિનો પ્રારંભ, શૈલપુત્રીની પૂજા
  • 27 સપ્ટેમ્બર - દ્વિતિયા, બ્રહ્મચારિણી પૂજા
  • 28 સપ્ટેમ્બર - તૃતીયા, ચંદ્રઘંટા પૂજા
  • 29 સપ્ટેમ્બર - ચતુર્થી, કુષ્માંડાની પૂજા
  • 30 સપ્ટેમ્બર - પંચમી, સ્કંદમાતાની પૂજા
  • 1 ઓક્ટોબર - ષષ્ઠી 2 ઓક્ટોબર,
  • 2 ઓક્ટોબર - સપ્તમી, કાલરાત્રી પૂજા
  • 3 ઑક્ટોબર - મહાઅષ્ટમી, મહાગૌરી પૂજા
  • 4 ઑક્ટોબર - મહાનવમી, સિદ્ધિદાત્રી પૂજા, હવન-પૂજા, નવરાત્રિ ઉત્થાપન
  • 5 ઑક્ટોબર - દુર્ગા વિસર્જન

English summary
Shardiya Navratri 2022: Maa Durga will come riding on elephant and will go on the boat, Know its meaning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X