સૂર્ય ગ્રહણ 2018: 15 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ, જાણો રાશિઓ પર તેનો પ્રભાવ.

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

15/16 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યુ છે. આ ગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રી સમયે થવાથી ભારતમાં તેને જોઈ શકાશે નહિં. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા મહાદ્વિપ ભાગ, દક્ષિણ-પશ્ચિમ, એન્ટાર્કટિકા અને ધ્રુવના સમીપવર્તી દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં જોવા મળશે. ભારતમાં આ ગ્રહણનું ધાર્મિક મહાત્મય નથી, ન સૂતક લાગશે.

ભારતીય સમય અનુસાર ગ્રહણ કાળ
પ્રારંભ- રાત્રે 12 વાગ્યાને 25 મિનિટે
ગ્રહણનો મધ્યકાળ- રાત્રે 02 વાગ્યાને 05 મિનિટે
ગ્રહણનો મોક્ષ રાત્રે 04 વાગ્યાને 10 મિનિટે

મેષ

મેષ

આ રાશિના જાતકોને અચાનક ધનહાનિ થવાનો સંકેત છે. સામાજીક, કૌટુંબિક અને આર્થિક મુશ્કેલીઓ માટે તૈયાર રહેજો.

વૃષભ

વૃષભ

આ રાશિના જાતકોને કૌટુંબિક અને માનસિક પીડા ભોગવવી પડશે.પતિ-પત્નીના સંબંધોમાં તકરાર પેદા થશે.

મિથુન

મિથુન

વ્યાપારમાં ધન વ્યય વધુ થશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ લેજો. ઘરેલું ખર્ચા વધશે.

કર્ક

કર્ક

આર્થિક સ્થિતિમાં આશા અનુરૂપ સુધારો આવશે, જેનાથી કૌટુંબિક વાતાવરણ સુખમય રહેશે. નોકરી કરનારા જાતકોને ઈચ્છિત પદની પ્રાપ્તિ થશે.

સિંહ

સિંહ

રોજી અને રોજગાર સાથે જોડાયેલી નવી તકો પ્રદાન થશે. ઘર-ગૃહસ્થમાં સુખદ વાતાવરણ રહેશે. અચાનક કોઈ શુભ સમાચાર મળી શકે છે.

કન્યા

કન્યા

આ રાશિના જાતકોએ ફૂંકી ફૂંકીને પગલાં લેવા, નહિંતર તમે અપયશનો ભોગ બની શકો છો. જૂના સંબંધો પ્રત્યે નકારાત્મક વલણ આપનાવશો નહિં.

તુલા

તુલા

કૌટુંબિક સમસ્યાઓને લઈ તમે હેરાન રહેશો. વેપારી વર્ગ પોતાના લેખા-જોખા જાળવી રાખે, નહિંતર આર્થિક નુકશાન થઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

જીવનસાથીને દુઃખ આવી શકે છે. કેટલાક લોકો અસમંજસની સ્થિતિમાં ફસાઈ શકે છે, જેથી તેઓ મહત્વના નિર્ણયો લઈ શકશે નહિં

ધન

ધન

રોકાયેલું નાણું પાછુ મળશે. મનોરંજનના સાધનોમાં વૃદ્ધિ થશે. કોઈ નિર્ણય તમને લાભ કરાવશે. ખર્ચામાં વધારો થશે. નવા વ્યવસાયમાં લાભ થશે.

મકર

મકર

સંતાનને લઈ મન ચિંતામાં રહેશે. ઘરેલું ચીજોને લઈ સ્ત્રીઓ ચિંતામાં રહી શકે છે. ધનની લેવડ-દેવડમાં સાવધાન રહેજો.

કુંભ

કુંભ

બીજાના દુઃખે તમે દુઃખી થશો. રાહગીરો પ્રત્યે દયાના ભાવ પેદા થશે. કુટુંબની કોઈ વ્યકિતને શારીરિક પીડા થશે. ધૈર્ય અને સાહસ જાળવી રાખજો.

મીન

મીન

નવા વ્યવસાયથી લાભ કમાશો. સંબંધોમાં મધૂરતા આવશે. સમજી-વિચારીને લીધેલા નિર્ણયો લાભકારી રહેશે. નવી કાર્યયોજનાઓ પ્રત્યે મન લલચાશે.

English summary
Solar eclipse of February 15, 2018.This eclipse is a partial Solar Eclipse which would be visible on February, 15 only in southern South America and Antarctica continent.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.