આજનુ સૂર્યગ્રહણ લાવશે વિનાશકારી પરિણામ, જાણો કેવી રીતે ?

Posted By:
Subscribe to Oneindia News

21 ઓગસ્ટે 2017 એટલે કે આજે થનારા સૌથી મોટા સૂર્ય ગ્રહણને લઈ અનેક ચર્ચાઓ પૂરજોરમાં ચાલી રહી છે. આ ગ્રહણ વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ છે. આ પહેલા 26 ફેબ્રુઆરીએ વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ થયુ હતુ. આજે થનારુ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહિં, ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ રાત્રે 9:15 મિનિટે શરૂ થશે અને 22 ઓગસ્ટની રાત્રે 2 વાગ્યાને 34 મિનિટે પુર્ણ થશે. તેથી આ સમય દરમિયાન ભારતમાં સૂર્ય ગ્રહણ જોવા મળશે નહિં. ભારતમાં ભલે સૂર્ય ગ્રહણ જોવા મળે નહિં, પણ જ્યોતિષ શાસ્ત્રીઓ પ્રમાણે તેની અસર આખા વિશ્વ પર થવાની છે. જ્યોતિષોના કહેવા પ્રમાણે આ ગ્રહણ વિનાશકારી હોઈ શકે છે.

સિંહ રાશિ પર સૌથી વધુ અસર

સિંહ રાશિ પર સૌથી વધુ અસર

ભલે સૂર્ય ગ્રહણ ભારતમાં ન જોવા મળે, પણ તેની અસર રાશિઓ પર જરૂર પડશે. સૌથી વધારે અસર સિંહ રાશિના જાતકો પર પડશે. કારણ કે, સિંહ રાશિ એ સૂર્યની સ્વયં રાશિ છે. આથી આ રાશિના લોકોને તેની અસર થશે. સિંહ રાશિમાં ચંદ્ર, સૂર્ય, રાહુ અને બુધની યુતિથી ચતુગ્રહી યોગ બનશે. ત્યાં જ ચારે ગ્રહ કેતુની દ્રષ્ટિમાં આવશે. જેને કારણે ચંદ્ર, સૂર્ય રાહુ આ ત્રણે ગ્રહ કેતુના નક્ષત્ર મઘામાં ગોચર કરશે.

કાલસર્પવાળા પર અસર

કાલસર્પવાળા પર અસર

જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ છે અથવા રાહુ-કેતુની દશા ચાલી રહી છે તેમના પર પણ ગ્રહણની વધુ અસર થશે. આ ગ્રહણનો પ્રભાવ 30 દિવસ સુધી રહેશે. તેથી આ જાતકોએ સાવધ રહેવુ.

અમેરિકા માટે શુભ નથી

અમેરિકા માટે શુભ નથી

જ્યોતિષોના જણાવ્યા પ્રમાણે આ ગ્રહણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના સિંહ લગ્નની કુંડળમાં રહેલા મંગળને અસર કરી શકે છે, જેનું પરિણામ વિનાશકારી સાબિત થઈ શકે છે અને તેમને યુદ્ધ માટે પ્રેરિત કરી શકે છે. જ્યોતિષ પ્રમાણે આ સૂર્ય ગ્રહણની અસર અમેરિકાના રાષ્ટ્રપતિના લગ્ન અને ગ્રહણના બિંદુને અસર કરી તેમને ઉત્તેજીત કરી શકે છે, જેને કારણે આવેશમાં આવી ઉત્તર કોરિયા વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે છે.

વૈશ્વિક અસરો

વૈશ્વિક અસરો

જ્યોતિષ પ્રમાણે 21 ઓગસ્ટે આવનારા આ સૂર્યગ્રહણને કારણે તેની સૌથી વધુ અસર અમેરિકા પર જોવા મળશે. ગ્રહણને કારણે શેયર બજારોમાં મંદી આવી શકે છે. આ ગ્રહણને કારણે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. જ્યોતિષ પ્રમાણે આ ગ્રહણ અમેરિકા માટે શુભ નથી. ગ્રહણને કારણે આજે અમેરિકાના 48 રાજ્યોમાં અંધારુ છવાઈ જશે. ત્યાં જ વૈજ્ઞાનિકો પ્રમાણે વર્ષ 1776 બાદ આ પહેલો તક છે, જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ અમેરિકા સુધી જ સીમિત રહેશે.

English summary
solar eclipse on 21st august know how this surya grahan effect your life

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.