જ્યોતિષ: આ સમયે છીંક આવે તો મનાય છે "શુભ"

Posted By:
Subscribe to Oneindia News

પરંપરાઓ જેટલી પ્રાચીન હોય છે, તેની સાથે અંધવિશ્વાસ એટલો જ મજબૂતાઈથી જોડાયેલો હોય છે. જો કે દરેક પરંપરાઓ વિશ્વાસના આધારે ટકેલી હોય છે. વિશ્વાસ અને અંધવિશ્વાસમાં લેશમાત્રનું અંતર જોવા મળે છે. આજે અમે તમને એક એવી માન્યતા વિશે જણાવિશું કે, જે શુકન-અપશુકન બંનેની શ્રેણીમાં આવે છે. છીંક આવવી એવી
ક્રિયા છે કે, જેના પર માણસનું કોઈ જોર ચાલતું નથી. તે ગમે ત્યારે અને ગમે ત્યાં આવી શકે છે.

sneezing

આવો જાણીએ કે ક્યારે ક્યારે છીંક આવે તો શુકન કહેવાય અને ક્યારે ક્યારે છીંક આવે તો અપશુકન કહેવાય?

 • જો તમે ઘરેથી કોઈ કામ માટે નીકળી રહ્યા હોવ અને કોઈ સામેથી આવીને છીંકે તો સમજી લેવું કે તમારા કામમાં અડચણ આવશે. પણ જો એકથી વધારે છીંક આવે તો કામ સરળતાથી પૂરા થાય છે.
 • જો કોઈ વ્યકિત સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી પૂર્વ દિશામાં છીંકવાનો અવાજ સાંભળે તો તે દિવસે અનેક કષ્ટોનો સામનો કરવો પડે છે.
 • ઉપરાંત સવારે 10 વાગ્યાથી 01 વાગ્યા સુધી છીંક સાંભળવાથી શારીરિક મુશ્કેલી, બપોરે 01 થી 03 વાગ્યા સુધી છીંક સાભળવાથી સ્વાદિષ્ટ ભોજન અને દિવસના ચોથા પોરમાં 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ્યારે કોઈ છીંકે તો કોઈ મિત્રને મળવાનો અવસર પેદા થાય છે.
 •  જો તમે કોઈ પ્રવાસ પર જઈ રહ્યા હોવ અથવા મહત્વનાં કામે જઈ રહ્યા હોવ તો તમારી ડાબી બાજૂએ કોઈ છીંકે તો તેને અશુભ ગણવામાં આવે છે. આ સમયે બને તો ઘરેથી નીકળવું નહિ, તેમછતાં જો જવું જરૂરી હોય તો એક લવિંગ ખાઈને ઘરેથી નીકળવું.
 • જો તમે કોઈ વસ્તુની ખરીદી કરી રહ્યા હોવ અને તમને છીંક આવી જાય કે કોઈ છીંકી દે તો આ ખરીદેલી વસ્તુથી લાભ થાય છે.
 • સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલા છીંક સાંભળવી અશુભ મનાય છે.
 • તમે નવું ઘર બનાવડાવ્યુ છે અને તેમાં ગૃહ પ્રવેશ કરતી વખતે કોઈ છીંકી દે તો ઓછામાં ઓછા 4 કલાક સુધી ગૃહ પ્રવેશ ટાળી દેવો, ત્યારબાદ ગણપતિને ગૃહ પ્રવેશ કરાવવો અને ત્યારબાદ જ તમારે ગૃહ પ્રવેશ કરવો.
 • જો તમે નવા વેપારની શરૂઆત કરી રહ્યા હોવ અને તે જ સમયે છીંક આવી જાય તો વેપારમાં સફળતા મળવાના સંકેત છે.
 • જ્યારે કોઈ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરતી વખતે અથવા તેની દવા ખરીદતી વખતે છીંક આવી જાય તો માની લેવું કે દર્દી જલ્દી જ સ્વસ્થ થઈ જશે.
 • કોઈ ધાર્મિક કાર્ય કે અનુષ્ઠાન કરતી વખતે કોઈ છીંકે તો કામમાં મુશ્કેલીઓ આવે છે.
 • જમતા પહેલા છીંક આવવી અશુભ છે. આ જ સમયે જો કોઈ બીજુ છીંકે તો કરેલા ભોજનથી આરોગ્યને નુકસાન થઈ શકે છે.
 • જો તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને તે જ સમયે કોઈ તમારી પાછળથી છીંકી રહ્યું હોય તો પરીક્ષામાં અસફળતા મળવાની શક્યતા છે.
English summary
In northern parts of India, sneezing before stepping out of the house or at the onset of a new task or journey is considered ill luck.
Please Wait while comments are loading...