સૂર્યનો ધન રાશિમાં પ્રવેશઃ કઈ રાશિ પર થશે કેવી અસર જાણો અહીં

Posted By:
Subscribe to Oneindia News

સૂર્ય 16 ડિસેમ્બર 2017 ને શનિવારે રાત્રે 3:15 વાગ્યે ધન રાશિમાં ગોચર કરશે, જે 14 જાન્યુઆરી 2018 સુધી અહીં રહેશે. પોષ મહિનો ચાલી રહ્યો છે, પરિણામે આ સમયે સૂર્યની ઉપાસનાનું મહત્વ વધી જાય છે. ધર્મગ્રંથો પ્રમાણે આ માસ સૂર્યની ઉપાસનાનો છે.આ મહિને સૂર્ય અગિયાર હજાર રશ્મિઓ સાથે વ્યક્તિને ઊર્જા અને ઉત્તમ આરોગ્ય પ્રદાન કરે છે. સૂર્યનું આ રાશિ પરિવર્તન અનેક રાશિઓના જીવનને અસર કરશે, જાણો તમારી રાશિ પર તેનો કેવો પ્રભાવ રહેશે.

મેષ

મેષ

સૂર્યનું ગોચર આ રાશિ માટે ઘણું શુભ છે, તે તેના નવમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેને કારણે તમારો સમય સારો રહેશે અને જેથી તમારા દરેક કામોમાં સફળતા મેળવશો.

વૃષભ

વૃષભ

સૂર્યનું ગોચર આ રાશિ માટે મિશ્રિત રહેશે, સૂર્ય તમારી રાશિના 8માં સ્થાનમાં છે, પરિણામે આ સમયે તમારો ફાયદો તો નહિં પણ નુકશાન પણ નહિં થાય. તમે માત્ર સૂર્યદેવની ઉપાસના કરજો.

મિથુન

મિથુન

સૂર્યનું ગોચર આ રાશિ માટે ઠીક નથી, સૂર્ય તમારી રાશિના 7માં સ્થાનમાં છે, ઘરમાં કલેશ થઈ શકે છે.

કર્ક

કર્ક

સૂર્ય તમારી રાશિના 6ઠ્ઠા ભાવમાં રહેશે, જે મિશ્રિત ફળ આપશે, તમારા માટે આ સમય ખાટા-મીઠા અનુભવો લઈને આવશે.

સિંહ

સિંહ

સૂર્ય તમારી રાશિના પાંચમાં સ્થાનમાં છે, પરિણામે તે તમને ફાયદો કરાવશે, પણ પ્રેમ સંબંધ માટે આ સમય સારો નથી.

કન્યા

કન્યા

સૂર્ય તમારી રાશિના ચોથા ભાવમાં છે, પરિણામે જીવનસાથી સાથે અનબન થઈ શકે છે. પરંતુ તમે પોતાની જીભ પર કાબુ રાખજો અને ખોટા વિવાદોમાં ન ઉતરતા.

તુલા

તુલા

સૂર્યનો ગોચર તમારા રાશિના ત્રીજા ભાવમાં છે, આ સમય તમારા માટે ઘણો સારો રહેશે, તમે કૌટુંબિક, સામાજીક અને કાર્યક્ષેત્રે સફળતા મેળવશો.

વૃશ્ચિક

વૃશ્ચિક

સૂર્ય તમારી રાશિના બીજા ભાવમાં રહેશે, જેને કારણે તમને આર્થિક લાભ થવાનો યોગ છે. પૈસા ત્યાંથી જશે જ્યાંથી તમને શક્યતા પણ ન્હોતી.

ધન

ધન

સૂર્યનું ગોચર તમને લાભ પહોંચાડશે, પણ તમારે માત્ર સંયમ રાખવાની જરૂર છે. સફળતા જરૂર તમારા કદમો ચુમશે.

મકર

મકર

સૂર્યનું ગોચર તમારા માટે ઠીક રહેશે, પ્રવાસન સ્થળે હરવા-ફરવા જઈ શકો છો. મનોરંજન માટે વિવિધ કાર્યો કરશો. સમય નિરાંતથી વિતશે.

કુંભ

કુંભ

સૂર્યનું ગોચર તમારા માટે શુભ રહેશે, પૈસા આવશે, સારા લોકો સાથે મુલાકાત થશે. જે તમને વ્યાવસાયિક જીવનમાં કામ લાગશે.

મીન

મીન

સૂર્ય તમારી રાશિના 10માં ભાવમાં છે, જે મિશ્રિત ફળ આપશે, પ્રમોશન થવાની શક્યતા છે, જો કે આ સમયે તમે આરોગ્યનું ધ્યાન રાખજો, નહિંતર આ રસ્તેથી પૈસાની બરબાદી થઈ શકે છે.

English summary
The Sun Transit in Sagittarius on December 16, 2017 (Saturday) at 03:15. and would remain there till January 14, 2018 (Sunday) at 14:00.Its Effected Life

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.