For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, સૂર્યનું રાશિ પરિવર્તન શું અસર કરશે તમારી રાશિ પર

|
Google Oneindia Gujarati News

બ્રહ્માંડનો રાજા સૂર્ય 14 એપ્રિલ, મંગળવારે બપોરે 1:47 મિનિટ પર ગુરુની રાશિ મીનથી નિકળીને ઉચ્ચ રાશિ મેષમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. સૂર્ય 15 મે સુધી મેષમાં રહેશે.

આ જ કારણે 15 એપ્રિલથી વિવાહ જેવા મંગાલિક કાર્યો ફરીથી શરૂ થઇ જશે. ત્યારે સૂર્યનો આ રાશિ ફેર તમારી રાશિ પર શું અને કરશે અને તેમાથી કંઇ રાશિને ફાયદો અને કંઇ રાશિને નુક્શાન થશે તે જાણો આ સ્લાઇડરમાં..

મેષ

મેષ

લગ્નનો સૂર્ય તમારા મન પર નકારાત્મક પ્રભાવ નાખશે. માત્ર સમજી વિચારીને કરેલા કાર્ય જ સફળ રહેશે. જો કે કેટલાક લોકોના લગ્ન જીવન પર આનો પ્રતિકૂળ પ્રભાવ પડશે. પ્રેમી વર્ગ માટે આ સમય સુંદર રહેશે.

વૃષક

વૃષક

12માં ભાવમાં સૂર્ય આવતા તમારા ખર્ચામાં વધારો થશે. આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા જેવા હાલ તમારા પણ થઇ શકે છે માટે સમજીને ખર્ચ કરજો. વધુમાં આંખો સંબંધી રોગ અને નાની મોટી ઇજા થવાની શક્યતા રહે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.

મિથુન

મિથુન

11માં ભાવનો સૂર્ય તમારા માટે લાભકારી રહેશે. મિત્રો અને ભાઇઓ સાથે સારા સંબંધ બંધાશે. તમારા કામ તમને પુરસ્કાર મળે તેવી પણ શક્યતા છે. તમે સમયનો સદઉપયોગ કરીને લાભ મેળવશો.

કર્ક

કર્ક

10માં ભાગમાં સૂર્ય આવતા તમારી પદ, પ્રતિષ્ઠામાં વધારો થાય. તમને તમારાથી મોટાઓના આશીર્વાદ મળે. પિતા, બોસ, દાદા જેવા લોકોથી તમને મદદ મળે. મનમાં સારા વિચારો આવે અને તમે સામાજિક કાર્ય કરવા માટે પ્રેરાવ.

સિંહ

સિંહ

લગ્નેશ સૂર્ય તમારા ભાગ્ય ભાવમાં ઉચ્ચ રીતે ગોચર કરે છે. તમારી ધર્મ-કર્મના કામમાં રૂચિ વધશે અને તમે લોકોની મદદ કરવા તત્પર થશો. વિદેશયાત્રાની પણ સંભાવના રહેલી છે. લગભગ તમામ ક્ષેત્રે સિંહ રાશિને આ વખતે લાભ મળશે.

કન્યા

કન્યા

તમારા આઠમાં ભાવમાં સૂર્ય ગોચર કરી રહ્યો છે. આ કારણે તમારે સમજી વિચારીને કામ કરવાનું રહેશે. પેટની બિમારીથી બચવુંને ખાવા પીવામાં ધ્યાન રાખવું તમારા માટે હાલ જરૂરી છે. વધુમાં પિતૃપક્ષે તમને ચિંતા રહેશે.

તુલા

તુલા

સપ્તમ ભાવમાં સૂર્ય હોવાથી તમને જીવન સાથી તરફથી ભરપૂર લાભ મળશે. સ્થાન પરિવર્તનની પણ શક્યતા રહેલી છે. ધરેલૂ ખર્ચા વધશે. મળેલા સમયનો યોગ્ય ઉપયોગ કરવો તમારા માટે હિતકારી રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ સમયે ઉચ્ચનો સૂર્ય છઠ્ઠા ભાવમાં છે. સૂર્યની આ સ્થિતિ આ રાશિવાળા લોકોને શુભ ફળ આપશે. નોકરીયાત વર્ગને પ્રમોશન કે બોસ તરફથી કોઇ લાભ મળી શકે છે. વિરોધીયોનું મનોબળ ધટશે. કાર્યક્ષેત્ર સારો માહોલ મળશે.

ધનુષ

ધનુષ

પાંચમાં ભાવમાં સૂર્ય આવતા તમારે સંતાન પક્ષથી મુશ્કેલી રહે. નવા કામ કરતા પહેલા પૂરી રીતે યોગ્ય તૈયારી કરવી. વિદ્યાર્થી વર્ગને આ વખતે સારું ફળ મળે. પ્રેમી વર્ગને સાવધાન રહેવાની જરૂર.

મકર

મકર

ચોથા ભાવમાં સૂર્ય, આ રાશિ માટે શુભ નહીં માની શકાય. ક્રોધ પર નિયંત્રણ રાખવું. વાહન ચલાવતા સાવચેતી રાખવી. નજીકના સંબંધીઓના કારણે તમે ચિંતામાં રહેશો.

કુંભ

કુંભ

આ રાશિના ત્રીજા ભાવમાં સૂર્ય આવશે. સૂર્યની આ સ્થિતિ કુંભ રાશિના લોકો માટે ફળદાયી રહેશે. પરાક્રમ અને સાહસમાં વધારો થશે. નવી ઉર્જા મળશે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. મોટા ભાઇ દ્વારા પણ લાભની શક્યતા છે.

મીન

મીન

બીજા ભાવમાં સૂર્ય આવતા પરિવારમાં અલગાવની સ્થિતિ ઉત્પન્ન થાય. તમારી વાણી પર સંયમ રાખજો અને વાણીને મધુર કરવા પ્રતિબદ્ઘ રહેજો. દામ્પત્ય જીવનમાં સારી પળો માણી શકો. સલાહ લઇને નવું કામ હાથમાં લેજો.

English summary
Sun will enter mesh rashi on 14th april, its Affects Your life, how, please read carefully.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X