For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Super Buck Moon 2022: 13 જુલાઈએ દેખાશે વર્ષનો સૌથી મોટો ચંદ્ર, જાણો કેવી રીતે અને ક્યારે જોવો

અમે તમને સુપર મૂન જોવાની તારીખ, તેનુ મહત્વ અને પૃથ્વી પર તેની અસર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જુલાઈના બીજા સપ્તાહમાં ખગોળશાસ્ત્રની દુનિયામાં એક અત્યંત દુર્લભ ઘટના બનવા જઈ રહી છે. હા, 13 જુલાઈ, બુધવારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવશે. જે બાદ આકાશમાં 'સુપરમૂન' જોવા મળશે. સૌથી મોટી વાત એ છે કે આ દિવસે ચંદ્ર પૃથ્વીથી માત્ર 3,57,264 કિમી દૂર હશે. 'સુપર મૂન'ના આ અદ્ભુત નજારાને જોવા માટે વિશ્વના ઘણા દેશો ઉત્સાહિત છે. અહીં અમે તમને સુપર મૂન જોવાની તારીખ, તેનુ મહત્વ અને પૃથ્વી પર તેની અસર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ક્યારે દેખાશે સુપર બક મૂન

ક્યારે દેખાશે સુપર બક મૂન

બક સુપર મૂન 13 જુલાઈની રાત્રે 12:07 વાગ્યે દેખાશે. તે એક વર્ષ પછી એટલે કે 3 જુલાઈ, 2023ના રોજ ફરી દેખાશે.

શું છે સુપરમૂન

શું છે સુપરમૂન

સુપર મૂનના દિવસે ચંદ્ર પૃથ્વી પર મોટો અને તેજસ્વી દેખાય છે. આ ઘટના ચંદ્ર તેની ભ્રમણકક્ષામાં પૃથ્વીની નજીક આવવાને કારણે થાય છે. જે પેરિગી તરીકે ઓળખાય છે. સુપરમૂન શબ્દ 1979માં જ્યોતિષી રિચાર્ડ નોલ દ્વારા બનાવવામાં આવ્યો હતો. નાસા અનુસાર સુપર મૂન દરરોજ દેખાતા ચંદ્ર કરતાં 30 ટકા વધુ તેજસ્વી હોય છે. પરંતુ તેની તેજસ્વીતામાં તફાવત નરી આંખે વધુ જોઈ શકાતો નથી. જો કે, સુપર મૂન તદ્દન દુર્લભ છે. જે વર્ષમાં માત્ર ત્રણ કે ચાર વખત આવે છે.

સૌથી મોટો સુપર મૂન

સૌથી મોટો સુપર મૂન

13 જુલાઈના રોજ જે સુપર મૂન દેખાશે તે વર્ષનો સૌથી મોટો સુપર મૂન હશે. તેને 'બક મૂન' પણ કહેવામાં આવે છે. સમય અને તારીખ અનુસાર વર્ષના આ સમયની આસપાસ હરણના કપાળમાંથી શિંગડા નીકળવાના કારણે પૂર્ણિમાને 'બક મૂન' નામ આપવામાં આવ્યુ છે. તે વિશ્વભરમાં અન્ય વિવિધ નામો જેમ કે થન્ડર મૂન, હે મૂન અને મિડ મૂન દ્વારા પણ ઓળખાય છે. અમેરિકાના વતની તેને સૅલ્મોન મૂન, રાસ્પબેરી મૂન અને કેલમિંગ મૂન પણ કહે છે.

પૃથ્વી પર પણ પડશે પ્રભાવ

પૃથ્વી પર પણ પડશે પ્રભાવ

સુપરમૂન પૃથ્વી પર ભરતીની અસર કરી શકે છે. જે અંતર્ગત ઉંચી અને નીચી સમુદ્રની ભરતીની વિશાળ શ્રેણી પેદા થવાની ધારણા છે. ખગોળશાસ્ત્રીઓના મતે આ સમયે દરિયામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ભરતીના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ સમયે પૃથ્વીથી ચંદ્રનુ અંતર 3 લાખ 57 હજાર 2064 કિમી હશે.

વર્ષ 2022માં બીજા 5 સુપર મૂન

વર્ષ 2022માં બીજા 5 સુપર મૂન

  • 11 ઓગસ્ટે સ્ટર્જન મૂન
  • 10 સપ્ટેમ્બરે હાર્વેસ્ટ મૂન
  • 9 ઓક્ટોબરે હન્ટર મૂન
  • 8 નવેમ્બરે બીવર મૂન
  • 7 ડિસેમ્બરે કોલ્ડ મૂન

English summary
Super Buck Moon 2022: Biggest Supermoon of the year on 13th July, Know here when and where to watch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X