For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Surya Grahan 2020: આજના ગ્રહણને કેમ કહેવામાં આવી રહ્યુ છે 'ખંડગ્રાસ'?

સૂર્ય ગ્રહણ(Solar Eclipse) 14 ડિસેમ્બર 2020 એટલે કે સોમાવારે થવા જઈ રહ્યુ છે. ભારતીય જ્યોતિષમાં આને 'ખંડગ્રાસ સૂર્યગ્રહણ' કહેવામાં આવી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

Surya Grahan 2020: સૂર્ય ગ્રહણ(Solar Eclipse) 14 ડિસેમ્બર 2020 એટલે કે સોમાવારે થવા જઈ રહ્યુ છે. ભારતીય જ્યોતિષમાં આને 'ખંડગ્રાસ સૂર્યગ્રહણ' કહેવામાં આવી રહ્યુ છે. આ પાંચ કલાકથી વધુનુ ગ્રહણ હશે કે જે ભારતીય સમયાનુસાર 14 ડિસેમ્બરની સાંજે 07.30થી આરંભ થશે અને રાતે 12.23 કલાકે સમાપ્ત થશે. પરંતુ આ વખતે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ કારણકે જે સમયે આ ગ્રહણ લાગી રહ્યુ છે તે સમયે દેશમાં રાત હશે. આ કારણથી આ ગ્રહણ ભારતમાં પ્રભાવી નથી અને આના માટે તેનુ 'સૂતક' પણ દેશમાં નહિ લાગે.

જાણો આ ગ્રહણને કેમ કહેવાઈ રહ્યુ છે ખંડગ્રાસ?

જાણો આ ગ્રહણને કેમ કહેવાઈ રહ્યુ છે ખંડગ્રાસ?

જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે ત્યારે આ પૃથ્વી પર આવતા પ્રકાશને રોકે છે અને સૂર્યમાં પોતાની છાયા બનાવે છે. આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. સૂર્ય ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ ભારતીય જ્યોતિશમાં ગ્રહણને સારુ માનવામાં આવતુ નથી. ભારતમાં નહિ દેખાવાના કારણે આ સૂર્યગ્રહણને ખંડગ્રાસ કહેવામાં આવી રહ્યુ છે. સૂતક ન લાગવાના કારણે આ વખતે મંદિરોના કપાટ પણ બંધ નહિ થાય પરંતુ રાશિઓ પર તેનો પ્રભાવ પડશે જેના લીધે અમુક વસ્તુઓનુ ધ્યાન રાખવુ પડશે. ખાસ કરીને વૃશ્ચિક રાશિવાળાએ કારણકે આ વખતે સૂર્ય ગ્રહણ વૃશ્ચિક રાશિમાં લાગી રહ્યુ છે. ગ્રહણ દરમિયાન પાંચ ગ્રહ એક સાથે થશે.

સૂર્યગ્રહણ ક્યાં ક્યાં દેખાશે

સૂર્યગ્રહણ ક્યાં ક્યાં દેખાશે

ભારતીય સમયાનુસાર 14 ડિસેમ્બરે સાંજે 07.30 વાગ્યાથી ગ્રહણનો આરંભ થશે અને રાતે 12.23 વાગે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગરના અમુક વિસ્તારો, મેક્સિકો, સઉદી અરબ, કતર, સુમાત્રા, મલેશિયા, ઓમાન, સિંગાપુર, નૉર્થન મરિના આઈલેન્ડ અને શ્રીલંકામાં જોઈ શકાશે. ગ્રહણ ભારતમાં જોવા નહિ મળે પરંતુ ભારતના લોકો નાસાની વેબસાઈટ પર જઈને ત્યાં આનુ લાઈવ પ્રસારણ જોઈ શકે છે.

14 ડિસેમ્બરે અમાસ હોવાથી આ કામ કરો

14 ડિસેમ્બરે અમાસ હોવાથી આ કામ કરો

તમને જણાવી દઈએ કે 14 ડિસેમ્બરે અમાસ છે, ગ્રહણ પ્રકૃતિનો એક અદભૂત ચમત્કાર છે. આમ તો આ ઘટના હંમેશા અમાસના દિવસે જ થાય છે. આના કારણે આનુ ધાર્મિક મહત્વ વધી જાય છે કારણક અમાસના દિવસે દાન-પુણ્ય કરવાથી માનવીના બધા કષ્ટો સમાપ્ત થઈ જાય છે. ગ્રહણ દરમિયાન પણ પાપ અને કષ્ટોથી મુક્તિ મેળવવા માટે દાન કરવાની છે. ભલે આ ગ્રહણ ભારતમાં નથી લાગી રહ્યુ પરંતુ આની અસર લોકોના જીવન અને રાશિઓ પર પડશે જેના કારણે આ દિવસે લોકોને દાન-પુણ્ય કરવા માટે કહેવામાં આવી રહ્યુ છે. આવનારા વર્ષમાં બે સૂર્યગ્રહણ થવાના છે. પહેલુ ગ્રહણ 10 જૂન, 2021ના રોજ થશે અને બીજુ 10 ડિસેમ્બર, 2021 થશે.

આજે વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ, આ રાશિઓને થઈ શકે છે મુશ્કેલીઆજે વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ, આ રાશિઓને થઈ શકે છે મુશ્કેલી

English summary
Surya Grahan on December 14. Know the time, importance, impat and all about Solar Eclipse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X