For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Surya Grahan: આજે તમે પણ જોઇ શકશો Ring of Fire

Surya Grahan: આજે તમે પણ જોઇ શકશો Ring of Fire

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 21 જૂને એટલે કે આજે વર્ષ 2020નું પહેલું સૂર્ય ગરહણ લાગશે. આ ગ્રહણ સવારે 9 વાગીને 15 મિનિટે શરૂ થશે જે બાદ 10 વાગીને 18 મિનિટે પૂર્ણ સૂર્ય ગ્રહણની અવસ્થા શરૂ થશે. બપોરે 12 વાગીને 10 મિનિટે સૂર્ય ગ્રહણ સમાપ્ત થશે. રવિવારે લાગતા આ ગ્રહણ બહુ ખાસ છે. જણાવી દઇએ કે 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આ કારણે આ સૂર્ય ગ્રહણ બહુ દુર્લભ છે. અગાઉ વર્ષ 2001માં 21 જૂને સૂર્ય ગ્રહણ લાગ્યું હતું.

ભારતમાં સૂર્ય ગ્રહણ ક્યાં ક્યાં દેખાશે?

ભારતમાં સૂર્ય ગ્રહણ ક્યાં ક્યાં દેખાશે?

ભારતમાં પૂર્ય સૂર્ય ગ્રહણ દેહરાદૂન, સિરસા અને ટિહરી વગેરે ક્ષેત્રોમાં જોવા મળશે. જ્યારે દેશના અન્ય ભાગોમાં આંશિક સૂર્ય ગ્રહણ દેખાશે.

રિંગ ઑફ ફાયર જોવા મળશે

રિંગ ઑફ ફાયર જોવા મળશે

21 જૂને લાગતા સૂર્ય ગ્રહણમાં લોકો રિંગ ઑફ ફાયર જોઇ શકે છે. જણાવી દઇએ કે આ દરમિયાન સૂર્યનો 88 ટકા ભાગ ચંદ્રમાને કારણે જોવા નહિ મળે. આ કારણે સૂર્યના કાંઠા રિંગની જેમ જોવા મળશે. તેને જ રિંગ ઑફ ફાયર કહેવાય છે. આ રિંગ ઑફ ફાયર કેટલીક સેકંડ્સથી લઇ કેટલીય જગ્યાએ 12 મિનિટ સુધી જોવા મળશે.

તમે પણ અહીં ગ્રહણની લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો

તમે પણ અહીં ગ્રહણની લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો

ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા Aryabhatta Research Institute of Observational Sciences દ્વારા પોતાના સોશિયલ મીડિયા પેજ પર 21 જૂને લાગતા ગ્રહણનું લાઇવ ટેલિકાસ્ટ કરશે. તમે ARIESના ફેસબુક પેજ પર તેનું સીધું પ્રસારણ જોઇ શકો છો.

સૂર્ય ગ્રહણ જોતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

સૂર્ય ગ્રહણ જોતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

  • સૂર્ય ગ્રહણને ક્યારેય નરી આંખે જવું નહિ કેમ કે તેનાથી તમારી આંખો પર પ્રતિકૂળ અસર પડે છે.
  • સૂર્ય ગ્રહણને જોવા માટે સોલર ફિલ્ટર ચશ્માનો ઉપયોગ કરે.
  • સોલર ફિલ્ટર ચશ્માને સોલર વ્યુઇંગ ગ્લાસિસ, પર્સનલ સોલર ફિલ્ટર્સ અથવા આઇક્લિપ્સ ગ્લાસિસ પણ કહેવાય છે.
  • જો તમારી પાસે સોલર ફિલ્ટર ગ્લાસિસ ના હોય તો લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા ગ્રહણ જોઇ શકો અથવા લાઇવ સ્ટ્રીમિંગ કરી શકો.

સુર્યગ્રહણ 2020: આ સુર્યગ્રહણ જીવનની અનેક સમસ્યાઓ કરશે દુરસુર્યગ્રહણ 2020: આ સુર્યગ્રહણ જીવનની અનેક સમસ્યાઓ કરશે દુર

English summary
Surya Grahan: You can see here live streaming of solar eclipse 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X