2 દિવસ બાદ શરૂ થશે લગ્નગાળો, જાણો નવેમ્બરથી એપ્રિલ સુધીના લગ્નના તમામ શુભ મુહૂર્ત
lagna Muhurat 2021-22 : લગ્ન, મુંડન જેવા શુભ કાર્યો જે ચાતુર્માસ દરમિયાન બંધ હતા. તે હવે દેવઉઠી એકાદશી (14 નવેમ્બર 2021)થી શરૂ થશે. ભગવાન વિષ્ણુ ઊંઘમાંથી જાગી ગયા બાદ આ દિવસે તુલસી અને શાલિગ્રામના લગ્ન થાય છે. આ સાથે લગ્ન માટે 4 મહિનાની રાહનો અંત આવશે. જો કે દેવઉઠી એકાદશીના દિવસથી લગ્નની શરૂઆત થાય છે, પરંતુ હિન્દુ ધર્મમાં લગ્ન માટેના શુભ મુહૂર્તને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ચાલો ચંદીગઢના જ્યોતિષી મદન ગુપ્તા સપ્તુ પાસેથી જાણીએ કે, નવેમ્બર 2021થી એપ્રિલ 2022 સુધી લગ્નના કેટલા અને કયા શુભ મુહૂર્ત છે.
14 ડિસેમ્બરના રોજ લગ્ન પર લાગશે બ્રેક
લગ્ન મુહૂર્ત 14 નવેમ્બર, 2021થી શરૂ થશે, પરંતુ 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી માલમાસના કારણે લગ્નો પર બ્રેક લાગી જશે. સનાતન ધર્મ અને જ્યોતિષમાં મલમાસ દરમિયાન લગ્ન સહિતના તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે, મલમાસ પૂરા થતાની આ સાથે જ વર્ષ 2022માં ફરી એકવાર લગ્નગાળો શરૂ થશે.
નવેમ્બર 2021માં લગ્ન માટેનો શુભ સમય : નવેમ્બર 2021માં લગ્ન માટેનો પ્રથમ સમય 14 નવેમ્બર, 2021નારોજ છે. જે બાદ આ મહિનાની 14, 15, 16, 20, 21, 22, 28, 29 અને 30 તારીખે લગ્ન માટે શુભ મુહૂર્ત રહેશે.
ડિસેમ્બર 2021માં લગ્ન માટેનો શુભ સમય : લગ્ન 1, 2, 6, 7, 8, 9, 11 અને 13મી ડિસેમ્બર 2021ના રોજ થઈ શકે છે.
જાન્યુઆરી 2022માં લગ્ન માટે શુભ સમય : 22, 23, 24 અને 25 જાન્યુઆરી 2022ના રોજ લગ્ન કરવા માટે શુભ રહેશે.
ફેબ્રુઆરી 2022માં લગ્ન માટે શુભ સમય : 5, 6, 7, 9, 10, 11, 12, 18, 19, 20 અને 22 ફેબ્રુઆરી 2022ના રોજ લગ્ન કરવા માટે શુભ રહેશે.
માર્ચ 2022માં લગ્ન માટે શુભ મુહૂર્ત : માર્ચ 2022માં લગ્ન માટે માત્ર 2 જ શુભ મુહૂર્ત છે. આ મહિનાની 4 અને 9 તારીખે લગ્ન કરવા શુભ રહેશે.
એપ્રિલ 2022 માં લગ્ન માટે શુભ સમય : 14, 15, 16, 17, 19, 20, 21, 22, 23, 24 અને 27 એપ્રિલ, 2022 ના રોજ લગ્ન કરવા શુભ રહેશે.
આ દિવસોમાં પણ શુભ સમય કાઢવાનીસલાહ આપવામાં આવે છે, જે લગ્ન માટે શુભ કહેવાય છે. સામાન્ય રીતે લગ્ન માટે શુભ તારીખ શોધવાની સાથે તે તારીખનો શુભ સમય પણ કાઢવામાં આવે છે. લગ્ન માટે અભિજીત મુહૂર્ત સૌથી શુભ માનવામાં આવે છે. આ બપોરે 12 કલાકેની આસપાસ થાય છે. ભગવાન રામનો જન્મ આ મુહૂર્તમાં થયો હતો.