• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વર્ષનું સૌથી મોટુ સૂર્યગ્રહણ, જાણો તમારી રાશિ પર પ્રભાવ

By desk
|

વર્ષનું સૌથી મોટુ સૂર્ય ગ્રહણ 21-22 ઓગસ્ટ 2017ની મધ્યરાત્રીએ થવાનું છે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહિં અને ન તો તેનું સુતક લાગશે. તેમ છતાં સૂર્ય આખી સૃષ્ટિને જીવન આપનારો પ્રમુખ ગ્રહ છે, પરિણામે આ ગ્રહણની અસર આકાશ મંડળમાં રહેલા તમામ ગ્રહો, નક્ષત્રો અને તારામંડળ પર પડશે. તેનો અર્થ એ કે આ પૃથ્વી પર રહેનારા દરેક મનુષ્ય, જીવ-જંતુઓ, પ્રકૃતિ, પર્યાવરણ, વાયુમંડળને અસર થશે.

ભારતીય જ્યોતિષોના જણાવ્યા પ્રમાણે સૂર્ય ગ્રહણ ભાદ્રપદ કૃષ્ણ અમાસ 21 ઓગસ્ટ 2017ને સોમવારે સિંહ લગ્નમાં મઘા નક્ષત્રમાં લાગશે. લગ્નમાં સૂર્ય અને બુધ રહેશે. પરિણામે ગ્રહણથી સિંહ લગ્નના જાતકો બધી જ રીતે પ્રભાવિત થશે. જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ છે અથવા રાહુ-કેતુની દશા-અંતર્દશા ચાલી રહી છે અથવા કુંડળીમાં સૂર્ય કે ચંદ્ર ગ્રહણ દોષ બનતો હોય તેમના પર આ ગ્રહણની વધારે અસર થશે. ગ્રહણની અસર 30 દિવસ સુધી રહેશે.

ભારતીય સમય પ્રમાણે ગ્રહણનો સમય

ભારતીય સમય પ્રમાણે ગ્રહણનો સમય

  • સૂર્ય ગ્રહણ શરૂ : 21 ઓગસ્ટની રાત્રે 9:16 મિનિટે
  • ગ્રહણ સમાપ્તિ : રાત્રે 2.34 વાગ્યે
  • ગ્રહણ મધ્યકાળ : રાત્રે 11.51 વાગ્યે

આ પૂર્ણ સૂર્ય ગ્રહણ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પશ્ચિમ યુરોપ, ઉત્તર-પૂર્વ એશિયા અને આફ્રિકામાં જોવા મળશે. કહેવાય છે કે, આ ગ્રહણ દરમિયાન અમેરિકામાં રાતની જેમ દિવસે અંધારુ છવાઈ જશે. અમેરિકામાં આ પહેલા જૂન 1018માં આ પ્રમાણેનું ગ્રહણ જોવા મળ્યુ હતુ.

મેષ

મેષ

મેષ રાશિના પંચમભાવ પર ગ્રહણ લાગશે. જો કે પંચમ ભાવ સંતાન અને શિક્ષણનું સ્થાન છે, પરિણામે ગ્રહણના પ્રભાવથી સંતાન મુશ્કેલીમાં આવશે. તેમના શિક્ષણમાં મુશ્કેલી ઉત્પન થશે. નિર્ણય લેવાની ક્ષમતા ઘટશે, કાલસર્પ દોષવાળા જાતકો માટે આ સમય ચિંતાજનક રહેશે. પંચમભાવ સંતાનનો ભાવ રહેવાને કારણે ગર્ભવતી સ્ત્રીઓને પણ મુશ્કેલી આવી શકે છે.

વૃષભ

વૃષભ

આ રાશિ માટે ગ્રહણ ચતુર્થભાવમાં લાગશે. ચતુર્થ સ્થાન સુખનું સ્થાન છે, પરિણામે ભૌતિક સુખ-સુવિધાઓ ઘટશે. માતા-પિતાની બિમારી હેરાન કરી શકે છે. હૃદય રોગીઓ સાવધાન રહે. ખોટી ચિંતા કરશો નહિં. સ્થાયી સંપતિથી નુકશાન થશે, પરિવારજનો સાથે વિવાદ થશે.

મિથુન

મિથુન

મિથુન રાશિના ત્રીજા ભાવમાં સૂર્ય ગ્રહણ પોતાની અસર દેખાડશે. ભાઈ-બંધુઓ, મિત્રો સાથે વિવાદ થશે. નજીકની કોઈ વ્યક્તિ દગો દઈ શકે છે. આર્થિક બાબતોમાં સાવધાન રહેજો અને ગુસ્સા પર નિયંત્રણ રાખજો. નકામા વિવાદોથી બચજો.

કર્ક

કર્ક

સૂર્ય ગ્રહણ કર્ક રાશિના બીજા ભાવને અસર કરશે. દ્રિતિય ભાવ ધન-સંપતિનું સ્થાન છે. પરિણામે ખર્ચા વધશે. અચાનક કોઈ કામમાં મોટો ખર્ચ આવી શકે છે. ચંદ્રની રાશિ રહેવાને કારણે માનસિક સ્થિતિ બગડી શકે છે. મતિભ્રમ થઈ શકે છે. આવક ઓછી થશે.

સિંહ

સિંહ

આ રાશિના લગ્ન પર જ ગ્રહણ છે. આ સ્થાન શારીરિક સ્થિતિ અને પિતાનું સ્થાન છે. લગ્ન પર શનિની દ્રષ્ટિ રહેવાને કારણે અગાઉ તમે કોઈ ખોટુ કામ કર્યુ છે તો તેની સજા ભોગવવાની આવી શકે છે. જેમની કુંડળીમાં શનિ અને રાહુ-કેતુની ખરાબ દશા છે તેમને શારીરિક મુશ્કેલી આવશે.

કન્યા

કન્યા

આ રાશિના દ્વાદશ ભાવ પર ગ્રહણ રહેવાને કારણે ખર્ચામાં વધારો થશે. વધુ પ્રવાસ કરવો પડશે અને યાત્રા દરમિયાન મુશ્કેલી આવશે. ચોરી પણ થઈ શકે છે. શરીરના જમણા ભાગમાં વાગી શકે છે. જમણી આંખને અસર થઈ શકે છે. રાહુ અને કેતુની મહાદશા-અંતર્દશા ચાલતી હોય તો તમે મુશ્કેલીમાં આવી શકો છો.

તુલા

તુલા

એકાદશ ભાવને ગ્રહણ અસર કરશે, જે આવકનું સ્થાન છે. નોકરી કરનારાને નોકરીમાં મુશ્કેલી આવશે. નોકરી જતી પણ રહે. સ્થાન પરિવર્તન થઈ શકે છે. વેપારી વર્ગે આ સમયે કોઈ મોટુ રોકાણ કરવું નહિ, નહિંતર નુકશાન ઉઠાવવું પડશે. આ દરમિયાન સંતાનને મુશ્કેલી આવશે, ઘા કે દુર્ઘટના થઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકોના દશમ ભાવમાં ગ્રહણ રહેશે. જે સરકારી નોકરી કરનારા જાતકો માટે કોઈ કલંક કે આરોપ લગાવી શકે છે. નોકરી છોડવાની આવી શકે છે. મહત્વની વાત તો એ છે કે તમને અચાનક કોઈ મોટો લાભ થવાની પણ શક્યતા છે, પણ ધ્યાન રાખજો કે તેનો અંત શુભ નથી. તમારુ પદ-પ્રતિષ્ઠા મુશ્કેલીમાં આવી શકે છે.

ધન

ધન

નવમ ભાવ પર ગ્રહણ રહેવાને કારણે ધર્મ-કર્મ પ્રત્યે વિરક્ત ઉત્પન થશે. વધુ ઉત્સાહ નુકશાન કરશે, પરિણામે જે પણ કરો મોટાની સલાહથી કરજો. ઉન્નતિના યોગ બનશે, પણ તમારે સામે મહેનત પણ એટલી જ કરવી પડશે.

મકર

મકર

મકર રાશિના અષ્ટમભાવમાં ગ્રહણ રહેશે, જે અચાનક દુર્ઘટના કરાવશે. દુશ્મનો સક્રિય રહેશે, માટે સાવધાન રહેજો. સ્ત્રીઓને મુશ્કેલી આવી શકે છે. મકર રાશિની ગર્ભવતી સ્ત્રીઓ પોતાના શિશુનું ધ્યાન રાખે. ખાન-પાન, ઊઠવા-બેસવામાં સાવધ રહે.

કુંભ

કુંભ

આ રાશિના સપ્તમભાવમાં ગ્રહણ લાગશે. જેની સૌથી વધુ અસર લગ્નજીવન પર પડશે. જે લોકોને સપ્તમેશ કમજોર છે તેમનું લગ્નજીવન તૂટી શકે છે. દાંપત્યજીવનમાં તાણ, અનબન રહેશે. મનોબળ કમજોર રહેશે. હિંમત અને ધૈર્યથી કામ લેવું. નોકરી અને વેપારમાં હાનિ થઈ શકે છે.

મીન

મીન

મીન રાશિના જાતકો માટે ષષ્ટમ ભાવમાં ગ્રહણ અસર કરશે. કેટલીક બાબતોમાં આ ગ્રહણ શુભ અસર પણ આપશે. જે કામો લાંબા સમયથી અટકેલા છે અથવા સંપતિ, વાહન લેવાનું વિચારી રહ્યા છો, તો શક્ય છે કે ગ્રહણના 30 દિવસની અંદર તમારા કામ પૂરાં થઈ જાય. જો કે પેટના નીચેના ભાગમાં રોગો થઈ શકે છે. કિડનીના દર્દીઓ સાવધાન રહે.

English summary
On Monday, August 21, 2017, a total solar eclipse will be visible in totality within a band across the entire contiguous United States; it will only be visible in other countries as a partial eclipse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more