સાત્વિક, રાજસી અને તામસી આ ત્રણ પ્રકારે ઈશ્વરને ફૂલો ચઢાવો, જલ્દી પૂરીં થશે મનોકામના !

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ફૂલ હંમેશા ઈશ્વર સાથે જોડાવાનો ઉત્તમ માર્ગ છે. કોઈ પણ પૂજા ફૂલ વિના અપૂર્ણ છે પછી ભલે કોઈ પણ તહેવાર, પૂજા-અનુષ્ઠાન કે ક્રિયાકર્મ હોય. સુગંધિત તાજા ફૂલો વિના કોઈ પણ હિંદુ પૂજા શક્ય નથી. આપણે હિંદુ દેવોને તેમની પસંદ પ્રમાણે ફૂલો ધરાવતા હોઈએ છીએ. પણ શું ક્યારેય તમે ફૂલોને સાત્વિક, રાજસી કે તામસી પ્રકાર પ્રમાણે ઉપયોગમાં  લીધા છે? તમારી ઈચ્છા અનુરૂપ નક્કી થાય છે કે તમારે સાત્વિક, રાજસી કે તમાસી ફૂલ ધરાવવું. આ પ્રમાણે માતાને ફૂલ ધરાવાથી વધુ લાભ થાય છે.

આજે અમે તમને ફૂલોની વહેંચણીના નવા પ્રકાર વિશે જણાવિશું..

ફૂલ દિવ્ય તત્વને આકર્ષે છે

ફૂલ દિવ્ય તત્વને આકર્ષે છે

આપણી આસપાસના વાતાવરણમાં રહેલા દિવ્ય કણોને આકર્ષિત કરવાની શક્તિ ફૂલમાં હોય છે. એવું મનાય છે કે દેવો દ્વારા ઉત્સર્જિત શુદ્ધતાની કંપનને ફૂલો શોષી લે છે અને તેને વિપરિત ફૂલો જે ઉર્જા આપે છે તે પવિત્ર હોય છે.

આરોગ્યનો લાભ લેવા સાત્વિક ફૂલ

આરોગ્યનો લાભ લેવા સાત્વિક ફૂલ

જો કુટુંબમાં કોઈને ગંભીર બિમારી છે તો તમારા કુળદેવીને સાત્વિક ફૂલો એટલે કે સફેદ કમળ, જેસ્મીન ધરાવો. આ પુષ્પો સાત્વિક દિવ્ય શક્તિને આકર્ષિત કરે છે અને નકારાત્મકતાને દૂર કરે છે.

પ્રેમ, ધન અને સમૃદ્ધિને આકર્ષવા રાજસી ફૂલ

પ્રેમ, ધન અને સમૃદ્ધિને આકર્ષવા રાજસી ફૂલ

લાલ ગુલાબ, લાલ જાસુદ અને તુરાઈના ફૂલ રાજસીક ફૂલો મનાય છે જે સુખ, સંબંધ અને સમૃદ્ધિને આકર્ષે છે. જેથી તમારી મનોકામના પૈસા, પ્રેમ કે ઉન્નતિને લગતી હોય ત્યારે તમારે ઈશ્વરને આ મુજબના પુષ્પો ધરાવા. તમારી મનોકામના જલ્દી પૂરી થશે.

જૂની આદતોથી પીછો છોડાવા તામસી ફૂલ

જૂની આદતોથી પીછો છોડાવા તામસી ફૂલ

તામસી ફૂલો વ્યકિતની ખરાબ અને જૂની આદતોને જડમૂળથી ઉખેડી નાખવા માટે કરવામાં મદદ કરે છે. તામસી ફૂલ જેવા કે કેતકીનું પુષ્પ માતાના ચરણોમાં અપ્રિત કરવાથી તમારી જૂની જડ આદતોમાંથી છૂટકારો મળે છે.

તૂટેલા પુષ્પો ન ધરાવો

તૂટેલા પુષ્પો ન ધરાવો

જે ફૂલની પાંદડીઓ તૂટેલી, કચડાયેલી કે સડી ગયેલી હોય તેવા ફૂલો ભગવાનને ધરાવશો નહિં. પૂજા દરમિયાન તાજા અને તૂટેલી પાંદડી વિનાના આખા ફૂલોનો ઉપયોગ કરવો.

સુગંધિત અને તાજા ફૂલો

સુગંધિત અને તાજા ફૂલો

ઈશ્વરને પ્રસન્ન કરવા તાજુ અને સુગંધિત ફૂલ ધરાવો, જેનાથી તમે ઈશ્વરના આશિર્વાદ મેળવી શકો. ભગવાનના ચરણોમાં એવું કોઈ ફૂલ ન ધરાવો જેની તમે કે અન્ય વ્યકિતએ સુગંધ લીધી હોય.

English summary
Are you offering Sattwik, Rajsik or Tamsik flowers? - Any pujan is incomplete without the use of fresh flowers.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.