જ્યોતિષ: મની પ્લાન્ટ લગાવો અને થઈ જાવ માલામાલ

Posted By:
Subscribe to Oneindia News

વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમારા ઘરમાં મની પ્લાન્ટનો છોડ વાવો તો તમારા ઘરમાં ક્યારેય ધન-ધાન્યની ખોટ વર્તાતી નથી. ઉપરાત ઘરના વાસ્તુ દોષમાં પણ રાહત મળે છે. પરંતુ તે માટેની શરત છે કે, તે સાચી દિશામાં વાવેલો હોવો જોઈએ.

money plant

મની પ્લાન્ટ અને બુધ ગ્રહ સાથેનો સંબંધ
મની પ્લાન્ટનો છોડ ધનદાયક હોય છે, ઉપરાંત તેનો રંગ પણ લીલો હોય છે. લીલો રંગ અને ધન બંને વસ્તુઓ બુધ ગ્રહ સાથે જોડાયેલા છે. જેને કારણે આ છોડને બુધવારના દિવસે રેવતી નક્ષત્રમાં વાવવું લાભકારી છે.

છોડ વાવવાની રીત અને કાળજી
મની પ્લાન્ટની વેલ કયારેય જમીન પર નીચે લટકતી ન હોવી જોઈએ, આ વેલને દોરીને સહારે ઉપર ચઢાવવી જોઈએ. મની પ્લાન્ટનો છોડ ક્યારેય ઘરની બહાર ન વાવવો. તેને હંમેશા ઘરની અંદર વાવજો જોઈએ. આ છોડને નિયમિત પાણી પાવવું, જેથી તે સુકાઈ ન જાય. મની પ્લાન્ટના પાન સુકાવવા કે સફેદ પડવા અશુભ મનાય છે. જો પાંદડા વધુ સુકાઈ ગયા હોય કે સફેદ પડી ગયા હોય તો તે છોડને કાઢી નાખી બીજો નવો છોડ વાવવો જોઈએ.

money

મની પ્લાન્ટ કઈ દિશામાં ન વાવવો
પૂર્વ અને પશ્ચિમ દિશા મનીપ્લાન્ટ વાવવા માટે યોગ્ય દિશા મનાતી નથી. કારણકે તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ આવે છે, ઉપરાંત ઘરના સભ્યોમાં કંકાશ વધે છે. ઉપરાંત ઘરનો ઈશાન ખૂણો પણ મની પ્લાન્ટ લગાડવા માટે યોગ્ય નથી, કારણ કે તેનાથી તમને આર્થિક હાનિ થશે અને સંબંધોમાં હંમેશા ખટપટ ચાલ્યા કરે છે, ઘરના સભ્યોનુ સ્વાસ્થ્ય વારંવાર બગડેલુ રહે છે.

money plant

મની પ્લાન્ટ માટે યોગ્ય દિશા
ઘરનો અગ્નિ ખૂણો, પૂર્વ-દક્ષિણ મની પ્લાન્ટ લગાડવા માટે સર્વશ્રેષ્ઠ મનાય છે. મની પ્લાન્ટમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને ઉત્તર દિશા જળ સાથે સંબંધ ધરાવે છે. પરિણામે ઘરનીઉત્તર દિશામાં પણ મનીપ્લાન્ટ વાવવો લાભપ્રદ ગણાય છે.

money

મની પ્લાન્ટના લાભ
ઘરમાં લગાવેલા મની પ્લાન્ટ પર નિયમિત પૂજા દરમિયાન વપરાયેલું જળ ચઢાવવાથી ઘરમાં ધનની સ્થિતિમાં સુધારો આવે છે. જે ઘરમાં મની પ્લાન્ટ વાવેલ હોય તે ઘરના વાસ્તુ દોષમાં કમી આવે છે અને કુટુંબમાં સુખ અને સમૃધ્ધિ જળવાઈ રહે છે.

English summary
Astrology: Uses Of Money Plant : Attracts Wealth, Money, Good Fortune, Fame
Please Wait while comments are loading...