જ્યોતિષની નજરે જાણો ઉત્તરાખંડ ચૂંટણીનું સમીકરણ

Written By:
Subscribe to Oneindia News

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માં સીધો મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસ હરીશ રાવત ના નામે ચૂંટણી લડી રહી છે. ખનન અને દારૂના મામલે ભ્રષ્ટાચારના આરોપી રાવતની છબી બગડી ગઈ છે. ભાજપ મોદીના નામે ચૂંટણી લડી રહી છે. ભાજપનો પ્લસ પોઈન્ટ એ છે કે, તે સત્તામાં નથી. પરિણામે તે પૂરી રીતે કાંગ્રેસને ઘેરી શકે છે. ઉત્તરાખંડની જનતા બદલાવના મુડમાં જણાઈ રહી છે. હવે ભાજપ પર નિર્ભર છે કે, તે અહીં કેટલો સિક્કો જમાવી શકે છે.

આવો નક્ષત્રોને આધારે જાણીએ વર્ષ 2017ની ચૂંટણીમાં ઉત્તરાખંડમાં કોની સરકાર આવશે, કાંગ્રેસ કે ભાજપ?

modi rawat

ભાજપ

ભાજપ નરેન્દ્ર મોદી ના ચહેરાને આધારે લડી રહી છે, પરિણામે મોદીની કુંડળી જોવી યોગ્ય ગણાય. મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ને સવારે 11 વાગે થયો હતો. મોદીની કુંડળીમાં વર્તમાનમાં ચંદ્રની મહાદશા અને શનિનું અંતર ચાલી રહ્યું છે. 25 જાન્યુઆરી થી 14 માર્ચ 2017 સુધી ચંદ્રનું પ્રત્યુન્તર ચાલશે. આ દરમિયાન ચૂંટણીનું પરિણામ જાહેર થશે. શનિ પરાક્રમેશ અને ચતુર્થેશ થઈ પોતાના મિત્ર શુક્ર સાથે દશમ ભાવમાં બેઠો છે. ચંદ્ર ભાગ્યેશ થઈ મંગળ સાથે બેસી નીચભંગ રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. ઉત્તરાખંડની નામ રાશિ વૃષભ છે, જે મોદીની કુંડળીમાં સપ્તમ સ્થાનમાં પડી છે. સપ્તમ ભાવ મારક સ્થાન હોય છે. મોદીની જન્મ તિથિમાં એક વાર 7 આવે છે અને હરીશ રાવતની જન્મ તિથિમાં બે વાર 7 આવે છે. પરિણામે ભાજપને 28-32 સીટો મળવાની શક્યતા છે. ઉત્તરાખંડ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની બરાબરની ટક્કર રહેશે, પરંતુ ભાજપ પર કાંગ્રેસ ભારે રહેશે.

કોંગ્રેસ

ઉત્તરાખંડમાં કોંગ્રેસને ખેવનારા હરીશ રાવતનો જન્મ 27 એપ્રિલ 1947 એ બપોરે 12 વાગે થયો હતો. આ સમયે તેમની કુંડળીમાં ચંદ્રની મહાદશામાં રાહુનું અંતર અને રાહુનું જ પ્રત્યુન્તર ચાલી રહ્યું છે. ચંદ્ર લગ્નેશ છે અને પોતાની સ્વરાશિમાં થઈ લગ્નમાં બેઠો છે. રાહુએ ઉચ્ચ થઈ લાભ ભાવમાં કબજો કર્યો છે. રાહુની સપ્તમ દ્રષ્ટિ જનતાના સંકેતક ભાવ પંચમ પર પડી રહી છે. આમ તો સૂર્ય અને રાહુની એકબીજા સાથે સારી બનતી નથી, કારણ કે સૂર્ય ગ્રહણ દરમિયાન રાહુ સૂર્યના પ્રકાશને ઢાંકી દે છે. તેમની કુંડળીમાં સૂર્ય અને રાહુ બંને ઉચ્ચ અવસ્થામાં છે. પરિણામે તેમનો એકબીજા સાથે સંયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે.

અહીં વાંચો - પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જીત કોની? જાણો જ્યોતિષ શું કહે છે?

સિંહ લગ્ન ઉદિત થઈ રહ્યો છે

પ્રશ્ન કુંડળીમાં સિંહ લગ્ન ઉદિત થઈ રહી છે, જે એક સ્થિર રાશિ છે. સ્થિર લગ્ન સ્થિરતા લાવે છે પરિણામે સત્તામાં પરિવર્તનના સંકેત ના બરાબર છે. લગ્નમાં રાહુ અને ચંદ્રની યુતી છે. હરીશ રાવતની કુંડળીમાં ચંદ્રની મહાદશામાં રાહુનું અંતર ચાલી રહ્યુ છે. આ બંન્નેમાં રાહુ અને ચંદ્રની ભૂમિકા છે, જેને એક શુભ સંકેત કહી શકાય છે.

હરીશ રાવત

હરીશ રાવતનો જન્મ 27 એપ્રિલ 1947માં થયો હતો. અંક જ્યોતિષ પ્રમાણે તેમનો મૂળાંક 09 અંક છે અને ભાગ્યાંક 07 અંક છે. 15 ફેબ્રુઆરી 2017 એ ઉત્તરાખંડમાં મતદાન થવાનું છે. મતદાનની તિથિના અંકોને જોડવાથી અંક 09 આવશે. જે તમારો મૂળાંક છે. તમારો ભાગ્યાંક અંક 07 છે. વર્ષ 2017નો અંતિમ અંક પણ 07 છે.

હરીશ રાવત ફરી બની શકે છે સીએમ

અંક 07નું તેમના જીવનમાં મહત્વ ઘણું છે. વર્ષ 2014માં તમે પહેલી વાર મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2014ના અંકને જોડતા અંક 07 આવી રહ્યો છે. આ તમામ શુભ સંકેતોને આધારે નિષ્કર્ષ પર આવી શકાય કે, વર્ષ 2017ની ચૂંટણીમાં હરીશ રાવતના નેતૃત્વમાં કાંગ્રેસને 30-35ની સીટો મળશે અને ઉત્તરાખંડની કમાન એકવાર ફરી હરીશ રાવતના હાથોમાં આવી શકે છે.

English summary
Here is Astrological predictions of Uttarakhand Assembly Election 2017. According Stars, this Fight will be very Interesting.
Please Wait while comments are loading...