પરીક્ષમાં સંતાનના સારા રિઝલ્ટ માટે કરો આ ઉપાય

Written By:
Subscribe to Oneindia News

હાલ પરીક્ષા ની સીઝન ચાલી રહી છે અને દરેક માતા પિતાના જીવ અદ્વર ચઢેલા હોય છે કે તેમનું બાળક પરીક્ષામાં કેવો દેખાવ કરશે. દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના બાળકને સંભવ બને તેટલા તમામ સાધનો ઉપલબ્ધ કરાવે જેનાથી તેમનું બાળક ઉચ્ચ શિક્ષણ લઈ પોતાના જીવનમાં ઉચ્ચ સ્થાન હાંસલ કરે. તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા છતાં જો બાળકનું ભણવામાં મન ન લાગતુ હોય અથવા તે જે ભણે છે તે જલ્દીથી ભૂલી જાય છે યાદ રહેતું નથી, અથવા સખત મહેનત કરવા છતાં પરિણામ યોગ્ય ન આવતું હોય તેવા સમયે માતા પિતાની ચિંતાઓ વધી જાય છે.

આવામાં બાળકને ઠપકો આપવા કરતા તેમને સમજાવવો જોઈએ, તેમનું મનોબળ વધારવાના પ્રયત્નો કરવા જોઈએ. આ ઉપરાંત તમારે બાળકના સ્ટડી રૂમમાં વાસ્તુ પ્રમાણે કેટલાક ફેરફારો કરવા જોઈએ. અધ્યયન ખંડ એવો હોવો જોઈએ જેનાથી બાળકોને ભણવામાં એકાગ્રતા આવે. જેનાથી તે પોતાના લક્ષ્યને વળગી રહે.

study


સ્ટડીરૂમ પૂર્વ દિશામાં

બીએડ, સરકારી સેવા, રેલ્વે વેગેર જેવી પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓનો સ્ટડી રૂમ પૂર્વ દિશામાં રાખવો.

સ્ટડીરૂમ દક્ષિણ દિશામાં

બીટેક, ડોક્ટર, પત્રકારત્વ, લો, એમસીએ, બીસીએ વગેરેની તૈયારી કરનારા વિદ્યાર્થીઓનો સ્ટડીરૂમ દક્ષિણ દિશામાં રાખવો. સ્ટડી ટેબલ અગ્નિકોણમાં રાખવો. કારણ કે મંગળ અગ્નિ કારક ગ્રહ છે અને દક્ષિણ દિશાનો સ્વામી છે. સૂર્ય સરકાર અને ઉચ્ચ પદનો કારક તથા પૂર્વ દિશાનો સ્વામી છે.

સ્ટડીરૂમ ઉત્તર દિશામાં

એમબીએ, એકાઉન્ટ, સંગીત, ગાયકી અને બેંક વગેરેની તૈયારી કરનારા વિદ્યાર્થીઓનો અધ્યયન ખંડ ઉત્તર દિશામાં રાખવો જોઈએ કારણ કે બુધ વાણી અને ગણિતનો સાંકેતિક છે અને તે ઉત્તર દિશાનું પ્રતિનિધિત્વ કરે છે.

સ્ટડીરૂમ પશ્ચિમ દિશામાં

રિસર્ચ અને ગંભીર વિષયો પર અધ્યયન કરનારા વિદ્યાર્થીઓ માટે અધ્યયન ખંડ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ કારણ કે શનિ એક ખોજી અને ગંભીર ગ્રહ છે તથા પશ્ચિમ દિશાનો સ્વામી છે.

studyroom

ઘરમાં અધ્યયન ખંડની દિશા અને રંગો

ઘરમાં અધ્યયન ખંડ ઈશાન કોણ અથવા પૂર્વ કે ઉત્તર કોણમાં બનાવવું જોઈએ. અધ્યયન ખંડ સંડાસની નજીક ક્યારેય ન બનાવવુ. બાળકોના સ્ટડીરૂમમાં આછા રંગો જેવા કે આછો પીળો, ગુલાબી, આસમાની કે આછો લીલો કલર કરવો.

સ્ટડી ટેબલ દિવાલથી અડીને ન રાખવું

સ્ટડી ટેબલ ક્યારેય દિવાલથી અડીને ન રાખવું. વાંચતી વખતે કમર હંમેશા સીધી રાખવી. લટકીને કે ઝૂકીને વાંચવું નહિં. વાંચવાની સામગ્રી આંખથી એક ફૂટના અંતરે રાખવી. ટેબલ મૂકવા માટે પૂર્વ કે ઉત્તર દિશા નક્કી કરવી. ભણતી વખતે મુખ ઉત્તર કે પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ. આ દિશા પર બેસીને વાંચવાથી સકારાત્મક ઉર્જા મળે છે. જેનાથી યાદશક્તિ વધે છે અને બુધ્ધિનો વિકાસ થાય છે.

ચોપડાનું કબાટ

ચોપડીઓ માટેનું કબાટ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું જોઈએ અને અઠવાડિયે એક વખત તેની સફાઈ જરૂર કરવી. કબાટમાં ગણપતિનો ફોટો લગાવી દરરોજ તેની પૂજા કરવી જોઈએ.

મોડી રાત સુધી ન વાંચવું

મોડી રાત સુધી વાંચવાને કારણે તાણ, ચિડિયાપણું, ગુસ્સો, આંખની તકલિફ, પેટના રોગો વધવાની શક્યતા છે. વાંચવા માટે સૌથી સારો સમય સવારે 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનો છે. કારણ કે સવારની સ્વચ્છ અને સકારાત્મક ઉર્જા તન અને મન બંનેને સ્વસ્થ કરે છે, જેનાથી એકાગ્રતા વધે છે.

English summary
If your children are not studying well and you are tensed about them. Then here are some Vastu Tips for you.
Please Wait while comments are loading...