સારી નોકરી નથી મળી રહી, તો જરૂર કરો આ વાસ્તુ ઉપાય

Posted By:
Subscribe to Oneindia News

દરેક વ્યક્તિના જીવનમાં સૌથી અગત્યની ઈચ્છા હોય છે કે તેને એક સારી નોકરી મળે. આ માટે વ્યક્તિ પોતાનું અડધુ જીવન ભણતર પાછળ ખર્ચે છે, એ માટે જુદા જુદા કોર્ષ કરે છે. પણ પછી એવું થાય છે કે તે નોકરી માટે આમતેમ ભટક્યા કરે છે. તમને જણાવી દઈએ કે નોકરીની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. આર્થિક સ્થિતિને સુધારવા માટે અને પોતાના પરિવારના ભરણપોષણ માટે એક સારી નોકરી ખૂબ જ જરૂરી છે. જો સારી નોકર ન મળતી હોય અથવા નોકરી બદલવા માંગતા હોય તો વેદ શાસ્ત્રોમાં કેટલાક એવા નિયમો જણાવેલા છે. જે તમને એક સારી નોકરી જ નથી અપાવતા પણ તમારી મુશ્કેલીઓને પણ દૂર કરી દે છે. તો આવો જાણો આ વાસ્તુ ટિપ્સ કઈ છે.

હનુમાન ચાલીસાનો પાઠ કરો

હનુમાન ચાલીસાનો પાઠ કરો

જેમકે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન હનુમાનને સંકટ મોચન કહેવાય છે. જ્યારે પણ તમે કોઈ પણ મુશ્કેલીમાં ઘેરાયેલા હોય તો તમે તેમને યાદ કરશો તો તે જરૂર તમારુ સંકટ દૂર કરશે. જેઓ સારી નોકરીની શોધ કરી રહ્યા હોય તેમણે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. તે માટે તમારે ઓછામાં ઓછા બે કલાક લાગી શકે છે. પણ જરૂર તમને તેમાં સફળતા મળશે અને તમને એક સારી નોકરી મળશે.

ભગવાન શિવને દૂઘ

ભગવાન શિવને દૂઘ

જો તમને એક સારી નોકરીની શોધ છે અને તે પૂરી થતી નથી તો તમારે દરેક સોમવારના દિવસે વ્રત કરવું જોઈએ. શિવજીની કૃપાથી જરૂર તમને એક સારી નોકરી મળી જશે. તમને જણાવી દઈએ કે આ ઉપરાંત સોમવારના દિવસે ભગવાન શિવને વ્રત દરમિયાન દૂઘ અને આખા ચોખા ચઢાવો. આ એક ઉત્તમ ઉપાય છે. તેને કરવાથી તમને જરૂર સફળતા મળશે.

લીંબુનું ટોટકુ

લીંબુનું ટોટકુ

તમને જણાવી દઈએ કે વિવિધ પ્રકારની પૂજા અને ટોટકા માટે લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. સારી નોકરી માટે તમારે લીંબુનું આ ટોટકુ કરવું જોઈએ. તમે જે ભગવાનને માનો છો તેમની પૂજા કરો છો તેમની પાસે આ ટોટકુ કરવું. એક લીંબુ લો, જેમાં કોઈ પણ પ્રકારનો ડાઘ ન હોવો જોઈએ. તમે જે પણ ભગવાનને માનો છો તેમના ચરણોમાં આ લીંબુ ધરી દેવું. હવે આ લીંબુ પર ગંગાજળ નાખો અને તમારા માથા પર સાત વખત ઉતારી લો. ત્યારબાદ તેના વચ્ચેથી ચાર ટુકડા એવી રીતે કરો કે લીંબૂ નીચેથી જોડાયેલુ રહે. આ લીંબુને હવે ચારરસ્તે નાખી દો. આ ટોટકુ 41 દિવસ સુધી લગાતાર કરો. આ ટોટકાથી તમારી નોકરીને લગતી મુશ્કેલી દૂર થઈ જશે.

દહીં અથવા મીઠુ મોઢુ

દહીં અથવા મીઠુ મોઢુ

વારંવાર તમને ઈન્ટરવ્યુમાં અસફળતા મળી રહી છે, તમને નોકરી મળતી નથી. તો એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે ઈન્ટરવ્યુ આપવા જાવ ત્યારે ઘરેથી દહીં અને કંઈક ગળી વસ્તુ ખાઈને જાવ. તેનાથી તમને સારુ પરિણામ મળશે.

ગાયને ગોળ ખવડાવો

ગાયને ગોળ ખવડાવો

જ્યારે પણ તમે ઈન્ટરવ્યુ માટે જાવ ત્યારે તમારા ખીસ્સામાં ગોળ રાખો અને રસ્તામાં જો તમને સફેદ ગાય દેખાય તો તેને ખવડાવો. આ ઉપાય કરવાથી તમને ઈન્ટરવ્યુમાં સારી સફળતા મળશે.

English summary
For searching a job is very stressful time, yes vastu also helps you to get desirable job very soon only you need to apply few vastu tips.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.