ઘરમાં રહેતી આ વસ્તુ કરી શકે છે બરબાદ, કાઢો તેને ઘરની બહાર

Posted By:
Subscribe to Oneindia News

ઘણી વાર આપણી સાથે એવું થાય છે કે બધા જ કામો ઉલ્ટા પડવા લાગે છે, કોઈને કંઈ જ સમજાતુ નથી કે વાસ્તવમાં શું થઈ રહ્યુ છે. હંમેશા ઘરમાં મુશ્કેલી આવ્યા જ કરે છે, ક્યારેક ઝગડા તો ક્યારેય બિમારી તો ક્યારેય પૈસાની તંગી રહ્યા જ કરે છે. આ મુશ્કેલીઓનું વાસ્તવિક કારણ સમજાતુ નથી. વાસ્તમાં તેનું મુખ્ય કારણ છે આપણા ઘરમાં રહેલી કેટલીક એવી વસ્તુઓ જે જોવામાં તો તદ્દન સામાન્ય જણાય પણ તે ઘણી મોટી આફત લાવી શકે છે. તમે ક્યારેય વિચાર્યુ છે કે શા માટે ઘરમાં પૈસા ટકતા નથી, શા માટે વિના કારણે ઘરમાં ક્લેશ રહે છે. આજે અમે તમને આ પાછળ એવા કેટલાક કારણો જણાવિશું જેનાથી તમે જાણી શકશો કે આ વસ્તુઓ ઘરમાં હોવાથી શું થાય છે. જો તમારા ઘરમાં પણ આવી વસ્તુઓ છે તો તરત જ તેને ઘરમાંથી કાઢી બહાર કરવી જોઈએ. તો આવો જાણો આવી વસ્તુઓ કઈ કઈ છે.

કબૂતરનો માળો

કબૂતરનો માળો

તમને જણાવી દઈએ કે જો તમારા ઘરમાં કબૂતરનો માળો છે તો આજે જ તમે તેને ઘરની બહાર હટાવી દો. તેનાથી તમારા ઘરમાં મુસીબતો ક્યારેય હટવાનું નામ લેશે નહિં. વાસ્તુ પ્રમાણે કબૂતરનો માળો ઘરમાં રાખવો નહિં.

ભમરીનો પુડો

ભમરીનો પુડો

જો ભમરીએ તમારા ઘરમાં પુડો બનાવ્યો હોય તો તેને તરત જ હટાવી દેવો જોઈએ. આ અમંગળ થવાની નિશાની હોય છે. તેના ઘરમાં રહેવાથી કોઈની પણ સાથે દુર્ઘટના થઈ શકે છે. તે અશુભ છે.

તુટેલો કાચ

તુટેલો કાચ

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં તુટેલો કાચ ક્યાય પણ રાખવો નહિં. તેનાથી તમને આર્થિક નુકશાન થાય છે. તુટેલો ગ્લાસ, ઘરમાં રહેવાથી નકારાત્મક ઊર્જાના ઘરમાં પ્રવેશવાની શક્યતા વધી જાય છે.

ચામાચીડિયું

ચામાચીડિયું

ચામાચીડિયાનું ઘરમાં આવવું અત્યંત અશુભ મનાય છે. તમારે તેને ઘરમાં આવતા રોકવું જોઈએ. જો તમે તેને નહિં રોકો તો વાસ્તુ પ્રમાણે ઘરમાં લડાઈ-ઝગડા થવાના શરૂ થઈ જાય છે. તેનાથી તમને આર્થિક નુકશાન થવાની શક્યતા વધી જાય છે.

દિવાલ પર તિરાડો

દિવાલ પર તિરાડો

ઘર જુનું થઈ ગયુ હોય અથવા કોઈ કારણે તેમાં તિરાડ પડી ગઈ હોય તો તમારે તેને અનદેખી કરવી નહિં. તમને જણાવી દઈએ કે આમ થવું વાસ્તુ પ્રમાણે અશુભ છે. ઘરમાં તિરાડો પડવી તમને આર્થિક હાનિ કરાવી શકે છે.

નળનું ટપકવું

નળનું ટપકવું

જો તમારા ઘરમાં એવું કોઈ નળ છે જેમાંથી પાણી ટપકી રહ્યુ છે તો તેને તરત જ બદલો. આ સ્થિતિ તમારી બરકતને ખતમ કરી ધનની હાની કરાવે છે. તેથી તેને તત્કાલ ધોરણે સાવધાન કરાવો.

મંદિરમાં વાસી ફૂલ

મંદિરમાં વાસી ફૂલ

જો તમારા ઘર કે મંદિરમાં કે કોઈ ધાર્મિક તસ્વીર પર વાસી ફૂલ રાખેલા છે તો તેને આજે જ હટાવી દો. તેનાથી તમારા ઘરમાં આર્થિક સંકટ આવે છે. ફૂલોનો ઉપયોગ કર્યા બાદ યાદ કરી તેને બીજા દિવસે મંદિરમાંથી બહાર કરી

ઘરના છત પર કબાડ

ઘરના છત પર કબાડ

હંમેશા એવું બને છે કે આપણે આપણા ઘરનો નકામો સામાન કાઢી ધાબા પર મુકી દેતા હોઈએ છીએ. જે તમારી સૌથી મોટી ભૂલ છે. આમ કરવાથી તમને ઘણી મુશ્કેલી આવી શકે છે. આ તમારી પડતીનું કારણ બની શકે છે. પરિણામે ઘર કે ઘરની છત પર નકામો સામાન રાખવો નહિં.

English summary
Dont disregard stuff lying unused in your house. Throw away these things from your home immediately to stay rich and happy.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.