આમળા નિવારી શકે છે તમારો વાસ્તુ દોષ, જાણો કેવી રીતે?

Posted By:
Subscribe to Oneindia News

પ્રાચીન કાળથી આપણા ઋષિમુનિઓએ આમળાને એક ઔષધી રૂપે ઉપયોગ કર્યો છે. જો કે આમળાનું વૃક્ષ ધાર્મિક રીતે પણ ઘણું મહત્વ ધરાવે છે. વાળ અને ચામડીના રોગોમાં રાહત મેળવવા આમળાનો ઉપયોગ સામાન્ય વાત છે. ઘરમાં આમળાનું વૃક્ષ હોવું અત્યંત શુભ મનાય છે. આજે અમે તમને આમળાના અનેક મહત્વો વિશે જણાવીશું કે જે અગાઉ તમે ક્યારેય જાણ્યા નહિં હોય.

AMLA

આમળાનું ધાર્મિક મહત્વ

જો કોઈ આમળાનું ઝાડ વાવે છે તો તેને રાજસૂય યજ્ઞ બરાબર ફળ મળે છે. જો કોઈ સ્ત્રી શુક્લ પક્ષની પંચમીના દિવસે આમળાના ઝાડ નીચે બેસી પૂજા કરે છે તો તે જીવનભર સૌભાગ્યશાળી બની રહે છે. અક્ષય નવમીના દિવસે જે પણ વ્યકિત આમળાના ઝાડ નીચે બેસી ભોજન કરે છે, તેમની પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. તેને દીઘાયુ મળે છે. આમળાના ઝાડ નીચે બ્રાહ્મણોને ભોજન કરાવી આપેલું દાન જાતકને તેની મુશ્કેલીમાં રાહત મળે છે. તેના તમામ કામોમાં સફળતા મળે છે

બુધ અને શુક્ર ગ્રહોની પીડામાં રાહત

જે વ્યક્તિ બુધ ગ્રહથી પીડિત હોય તેને શુક્લ પક્ષમાં પ્રથમ બુધવારે સ્નાન કરાવવું. જેમાં પાણીમાં આમળું, મધ, ગોરોચન, સ્વર્ણ, બહેડા, ગોમય અને ચોખા નાખી સળંગ 15 બુધવાર સુધી સ્નાન કરાવવું જોઈએ જેનાથી જાતકને બુધ ગ્રહ શુભ ફળ આપવા લાગે છે. આ તમામ વસ્તુઓની કપડામાં બાંધી પોટલી બનાવી લેવી. આ તમામ સામગ્રી બે-બે ચમચી હોવી જોઈએ. પોટલીને નહાવાના પાણીમાં 10 મીનીટ સુધી રાખવી. એક પોટલી 7 દિવસ સુધી ઉપયોગમાં લેવી.

જે જાતકોને શુક્ર ગ્રહ પીડિત થઈ અશુભ ફળ આપતો હોય તેવા લોકો શુક્રના અશુભ પ્રભાવથી બચવા શુક્લ પક્ષમાં પ્રથમ શુક્રવારે હરડે, ઈલાયચી, બહેડા, આમળ, કેસર, મેનસિલ અને એક સફેદ ફુલ યુક્ત જળમાં સ્નાન કરે તો લાભ થાય છે. આ તમામ પદાર્થોની એક પોટલી વાળી કપડામાં બાંધી લેવી. દરેકની બે બે ચમચી માત્રા બરાબર છે. પોટલીને નહાવાના પાણીમાં 10 મિનિટ ડુબાડી દેવી. તેનો એક સપ્તાહ સુધી ઉપયોગ કરવો.

વાસ્તુની દ્રષ્ટિએ શુભ

આમળાનું વૃક્ષ ઘરમાં લગાવવાથી વાસ્તુની દ્રષ્ટિએ શુભ મનાય છે. પૂર્વની દિશામાં મોટા વૃક્ષો ન ઉગાવવા જોઈએ પણ આમળાને આ દિશામાં લગાવવાથી સકારાત્મક ઉર્જા વહે છે. આમળાનું ઝાડ ઘરની ઉત્તર દિશામાં વાવવું જોઈએ. જે બાળકોને વાંચવામાં મન ન લાગતુ હોય કે યાદશક્તિ કમજોર હોય તેમને વાંચવાના પુસ્તકોમાં આમલા અને આમલીના લીલા પાન પીળા કપડામાં બાંધીને રાખવા.

રોગોમાં રાહત

કમળાના રોગમાં એક ચમચી આમળાના પાવડરમાં બે ચમચી મધ ભેળવી દિવસમાં બે વાર સેવન કરવાથી લાભ થાય છે. જે લોકોની આંખો નબળી હોય તેવા લોકો એક ચમચી આમળાના ચૂર્ણમાં બે ચમચી મધ અને ઘી ભેળવી દિવસમાં બે વાર સેવન કરવાથી લાભ થાય છે અને ઈન્દ્રિયને શક્તિ પ્રદાન થાય છે. ગઠિયાના રોગના જાતકોએ 20 ગ્રામ આમળાના ચૂર્ણ તથા 25 ગ્રામ ગોળને લઈ 500 મિલી લીટર જળમાં પકાવવું. જ્યારે પાણી બળીને અડધુ થઈ જાય ત્યારે તેને ગાળી ઠંડુ કરી લેવું. આ કાઢો દિવસમાં બે વખત સેવન કરવો. જ્યાં સુધી તેનું સેવન કરો ત્યાં સુધી મીઠાનું સેવન બંધ કરી દેવું અથવા ઓછું કરી દેવું.

English summary
Gooseberry is not only makes you healthy but also having its Vastu effects. Amla tree in house could solve so many problems in your home.
Please Wait while comments are loading...