For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે વડ સાવિત્રી વ્રત, જાણો શુભ મુહૂર્ત, કથા અને પૂજા વિધિ

જયેષ્ઠ કૃષ્ણ અમાસે ઉજવાતુ વડ સાવિત્રી વ્રત આજે છે. આ દિવસે આખા ઉત્તર ભારતમાં સુહાગનો 16 શ્રૃંગાર કરી વડની ચારે બાજુ ફેરા લગાવી પોતાના પતિના દિર્ધાયુ માટે પ્રાર્થના કરે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જયેષ્ઠ કૃષ્ણ અમાસે ઉજવાતુ વડ સાવિત્રી વ્રત આજે છે. આ દિવસે આખા ઉત્તર ભારતમાં સુહાગનો 16 શ્રૃંગાર કરી વડની ચારે બાજુ ફેરા લગાવી પોતાના પતિના દિર્ધાયુ માટે પ્રાર્થના કરે છે. પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણથી થતુ આ વ્રત સચ્ચાઈ અને પવિત્ર પ્રેમની કહાણી દર્શાવે છે.

વડ સાવિત્રી વ્રત શુભ મુહૂર્ત

  • અમાસ તિથિ આરંભ-14 મે 2018, સોમવાર 19:46
  • અમાસ તિથિ સમાપન 15 મે 2018, મંગળવાર 17:17

અખંડ સૌભાગ્ય રહેવાના આશિષ

અખંડ સૌભાગ્ય રહેવાના આશિષ

એવી માન્યતા છે કે આ દિવસે માતા સાવિત્રીએ યમરાજના ફંદાથી પોતાના પતિ સત્યવાનના પ્રાણની રક્ષા કરી હતી. ભારતીય ધર્મમાં વડ સાવિત્રીની પૂજા સ્ત્રીઓ માટે ખૂબ અગત્યની છે. જેને કરવાથી હંમેશા અખંડ સૌભાગ્યવતી રહેવાના આશિષ પ્રાપ્ત થાય છે.

વડ સાવિત્રી કથા

વડ સાવિત્રી કથા

કથામાં ઉલ્લેખ છે કે જ્યારે યમરાજ સત્યવાનના પ્રાણ લઈ જવા લાગ્યા ત્યારે સાવિત્રી પણ યમરાજની પાછળ પાછળ જવા લાગી. યમરાજે સાવિત્રીને એવું કરતા રોકવા માટે ત્રણ વરદાન આપ્યા. એક વરદાનમાં સાવિત્રીએ માંગ્યુ કે તે સૌ પુત્રોની માતા બને. જેમાં યમરાજે હા કરી. ત્યારબાદ સાવિત્રીએ યમરાજને કહ્યુ કે હું પતિવ્રતા સ્ત્રી છુ અને વિના પતિએ સંતાન કેવી રીતે સંભવ છે? સાવિત્રીની વાત સાંભળી યમરાજને પોતાની ભૂલ સમજાઈ.

ચણાના પ્રસાદનો નિયમ

ચણાના પ્રસાદનો નિયમ

આ વરદાનથી સત્યવાનના પ્રાણ બચી ગયા. ત્યારબાદ યમરાજે ચણાના રૂપે સત્યવાનના પ્રાણ સાવિત્રીને સોંપ્યા. સાવિત્રી આ ચણાને લઈ સત્યવાનના શવ પાસે આવી અને ચણાને મોઢામાં રાખી સત્યવાનના મોઢામાં ફૂક્યો. તેનાથી સત્યવાન જીવિત થયો. આ કારણે વડ સાવિત્રી વ્રતમાં ચણાનો પ્રસાદ ચઢાવાનો નિયમ છે.

વડની પરિક્રમા

વડની પરિક્રમા

જ્યારે સાવિત્રી પોતાના પતિના પ્રાણને યમરાજના ફંદાથી છોડાવા યમરાજની પાછળ જઈ રહી હતી ત્યારે તે સમયે વડના વૃક્ષે સત્યવાનના શવની દેખરેખ કરી હતી. પતિના પ્રાણ લઈ પાછી આવ્યા પછી સાવિત્રીએ વડનો આભાર વ્યક્ત કરવા તેની પરિક્રમા કરી હતી. જેથી વડ સાવિત્રી વ્રતમાં વડની પરિક્રમાંનો નિયમ છે.

વ્રતની વિધી

વ્રતની વિધી

સુહાગન સ્ત્રીઓ વડ સાવિત્રી વ્રતના દિવસે 16 શ્રૃંગાર કરી સિંદૂર, રોલી, ફૂલ, અક્ષત, ચણા, ફળ અને મિઠાઈથી સાવિત્રી, સત્યવાન અને યમરાજની પૂજા કરો. વડ સાવિત્રીના મૂળમાં દૂધ અને જળ ચઢાવો. ત્યારબાદ સુતરના દોરાને હળદરમાં રંગી વડ વૃક્ષમાં લપેટતા ઓછામાં ઓછી ત્રણ પરિક્રમા કરો. વડનું પાન વાળમાં લગાવો. પૂજા બાદ સાવિત્રી, યમરાજથી પતિના લાંબા આયુષ્યની અને સંતાન માટે પ્રાર્થના કરો.

English summary
Vat Purnima or Wat Purnima is falling on May 15 2018 Thursday, This is a special fast observed by married women for longevity of their beloved husbands.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X