India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુક્રનો 23 ઓક્ટોબરે કન્યા રાશિમાં પ્રવેશ, જાણો દરેક રાશિ પર શું પ્રભાવ પડશે

|
Google Oneindia Gujarati News

શુક્રને સુખ સુવિધા, પ્રેમ-લગ્ન, વિલાસ, વૈભવ, કામુકતા વગેરે સાથે જોડાયેલ ગ્રહ માનવામાં આવે છે. જે વ્યક્તિની રાશિમાં શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત હોય તેને જીવનમાં દરેક પ્રકારનુ સુખ મળે છે. વર્ષ 2020માં 23 ઓક્ટોબરના દિવસે શુક્ર ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરીને કન્યા રાશિમાં પ્રવશે કરશે. તે આવતા 25 દિવસો સુધી આ અવસ્થામાં રહેશે. આવો જાણીએ 23 ઓક્ટોબરે શુક્ર ગ્રહના કન્યા રાશિમાં પ્રવેશ કરવાથી બધી 12 રાશિઓ પર શું પ્રભાવ પડવાનો છે.

મેષ

મેષ

મેષ રાશિના જાતકો માટે આ સમય કંઈ ખાસ નહિ રહે. આ દરમિયાન તમારે કાનૂની વિવાદોનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ તમારે સાવચેત રહેવાની જરૂરી છે. વૈવાહિક જીવનમાં તણાવ રહી શકે છે. વેપાર સાથે જોડાયેલ નિર્ણયો સમજી વિચારીને જ લો. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના જાતકોને સંતાન પક્ષ તરફથી લાભ મળશે. લગ્નજીવન સુખમય રહેશે. આ દરમિયાન કોઈ શુભ સમાચાર મળી શકે છે. છાત્રોને પોતાની મહેનતનુ ફળ મળશે. નોકરીની શોધ કરી રહેલ જાતકોને સારા સમાચાર મળી શકે છે. પૈસા માટે ચિંતા કરવાની જરૂર નથી.

મિથુન

મિથુન

મિથુન રાશિ માટે ગ્રહ ગોચર સારુ રહેશે. પરિવારના સભ્યો સાથે આ સમય સુખદ રહેશે. ઘર પરિવારમાં ખુશહાલ માહોલ રહેશે. કામકાજના ક્ષેત્રમાં સારુ ફળ મળવાની સંભાવના છે. જો કોઈ કામ લાંબા સમયથી અટકેલુ હોય તો તે પૂરુ થવાની આશા છે. આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ ખર્ચા પર થોડુ નિયંત્રણ રાખો.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકો માટે આ સમય શુભ રહેશે. આર્થિક સ્થિતિ તમારી સારી રહેશે. તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારુ આરોગ્ય ઠીક રહેશે, કોઈ પણ પ્રકારની બેદરકારી કરવાનુ ટાળો. પરિવારના સભ્યો વચ્ચે એકતા વધશે. ધર્મ કર્મના કામમાં તમારુ ધ્યાન વધશે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકોની લવ લાઈફ આ સમયમાં ખૂબ સ્પેશિયલ રહેશે. પરિણીતદંપત્તિને સુખદ સમાચાર મળી શકે છે. પરિવારમાં વાતાવરણ સારુ રહેશે. ધન મળવાના નવા સ્ત્રોત મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. કામકાજના ક્ષેત્રમાં થોડા ચડાવ ઉતારની સ્થિતિ જોવા મળી શકે છે. તમે આનો સામનો ધીરજથી કરો.

કન્યા

કન્યા

શુક્ર ગ્રહનુ આ ગોચર કન્યા રાશિમાં જ થઈ રહ્યુ છે. આ રાશિના જાતકો માટે આ સમય ઘણો સુખદ તથા સકારાત્મક રહેશે. તમે સુખ સુવિધાઓમાં પૈસા ખર્ચ કરી શકો છો. સંતાન સુખથી લાભ મળવાની આશા છે. છાત્રો માટે આ સમય અનુકૂળ રહેશે. આ દરમિયાન તમને નસીબનો સાથ મળશે.

તુલા

તુલા

તુલા રાશિના જાતકોએ પોતાના ખર્ચા પર ધ્યાન આપવાની જરૂર છે. ભૌતિક જરૂરિયાતોની ખરીદીથી તમારુ બજેટ ખોરવાઈ શકે છે. પરિણીત જાતકોમાટે આ સમય સુખદ રહેશે. જીવનસાથી સાથે તમારો સંબંધ મજબૂત થશે. આ દરમિયાન પ્રવાસ કરવાના યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. કામકાજના ક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે. ઑફિસમાં તમને પ્રમોશન પણ મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને લાભ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત મળવાની સંભાવના છે. ઉધારમાં આપેલા પૈસા પણ પાછા મળી શકે છે. આ રાશિના જાતકોની લવ લાઈફ ઘણી સારી રહેશે અને પાર્ટનર સાથે તાલમેલ સારો રહેશે.

ધન

ધન

ધન રાશિના જાતકો માટે શુક્ર ગ્રહનુ ગોચર કંઈ ખાસ લઈને નથી આવ્યુ. તમારા પૈસા સાથે જોડાયેલી દરેક લેવડ દેવડ સાવધાનીથી કરવાની જરૂર છે. ઑફિસમાં તમારા કામથી તમે જ ખુશ નહિ રહો. આ દરમિયાન તમારા શત્રુ પક્ષ હાવી રહી શકે છે, સતર્ક રહો. પરિવારના સભ્યો વચ્ચે તાલમેલની કમી રહેશે. તમે માનસિક રીતે પરેશાન રહી શકો છો. તમારા માટે ધ્યાન તથા યોગ કરવા લાભકારી રહેશે.

મકર

મકર

મકર રાશિના લોકોને પોતાની મહેનતનુ યોગ્ય ફળ મળવાની આશા છે. આ દરમિયાન તમે કોઈ માંગલિક કાર્યક્રમનો હિસ્સો બની શકો છો. સુખ સુવિધાની વસ્તુઓએ પર તમે ખર્ચ કરી શકો છો. જીવનસાથી સાથે આ સમય ઘણો સારો રહેશે. જીવનમાં સુખ સુવિધા મળશે. નવી નોકરી શોધી રહેલ જાતકોને લાભ મળી શકે છે.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકોનુ પ્રેમ જીવન ખૂબ જ સુખદ રહેશે. જીવનસાથી સાથે સંબંધ અને વિશ્વાસ મજબૂત થશે. સંતાન પક્ષથી સારા સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમે સકારાત્મક અનુભવશો. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. ઘર પરિવારનો માહોલ સુખદ રહેશે. આ દરમિયાન બજેટ અનુસાર ખર્ચ કરો.

મીન

મીન

મીન રાશિના જાતકો માટે આ સમય ચડાવ ઉતારથી ભરેલો રહી શકે છે. આર્થિક લેવડ-દેવડ કરતી વખતે સાવચેત રહો નહિતર નુકશાન થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધમાં તનાતની રહેશે. ઑફિસમાં વરિષ્ઠ તમારાથી નારાજ થઈ શકે છે. તમે ધ્યાનપૂર્વક પોતાના કામ પર ફોકસ કરવાની કોશિશ કરો. બિઝનેસ સાથે જોડાયેલ જાતકો પણ આ દરમિયાન સતર્ક રહેવાની જરૂર છે. તબિયત માટે કોઈ પ્રકારની બેદરકારી ન કરવી.

Dussehra 2020: રાવણે લક્ષ્મણને જણાવી હતી આ ત્રણ મહત્વપૂર્ણ વાતોDussehra 2020: રાવણે લક્ષ્મણને જણાવી હતી આ ત્રણ મહત્વપૂર્ણ વાતો

English summary
Venus transits in Virgo On 23 October 2020, Know the effects on All zodiac signs in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X