• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

18 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી સુધીનું સાપ્તાહિક રાશિફળ

By desk
|

જાણો જ્યોતિષ પ્રમાણે, તમારી રાશિ મુજબ તમારું આ આખું અઠવાડિયું કેવું જશે? સાથે જ તમારા કુટુંબીજનોની રાશિ પ્રમાણે પણ અઠવાડિયાનું ભવિષ્ય ફળ વાંચો અહીં. અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને 12 રાશિઓનું આ અઠવાડિયાનું રાશિફળ જણાવીશું. આ અઠવાડિયા દરમિયાન શું કરવું અને શું ન કરવું તે પણ જાણી શકશો. ઉપરાંત આ અઠવાડિયું નોકરી, ધંધા અને પરિવારની દ્રષ્ટિએ કેવું રહેશે તે વિસ્તારથી જાણવા માટે આગળ વાંચતા રહો...

મેષઃ ભૌતિક સુખ-સુવિધાવાળી વસ્તુઓની ખરીદી કરશો

મેષઃ ભૌતિક સુખ-સુવિધાવાળી વસ્તુઓની ખરીદી કરશો

સંઘર્ષ અને સફળતા એકબીજાના પૂરક છે, જેથી તમે સમસ્યાનો સામનો મજબૂતાઈથી કરજો. કેટલાક લોકો પોતાના જીવનસાથી સાથે અનબનને કારણે હેરાન થઈ શકે છે. ભૌતિક સુખ-સુવિધા વાળી વસ્તુઓની ખરીદી કરશો. રિયલ માર્કેટિંગ સાથે જોડાયેલા જાતકો માટે આ સમય શુભ છે.
વિદ્યાર્થીઓને તેમને અનુરૂપ કામ કરવામાં સફળતા મળશે.
સ્ત્રીઓને મનમાં નકારાત્મક વિચારો ઉત્પન્ન થશે.

વૃષભઃ ખર્ચા પર નિયંત્રણ રાખજો

વૃષભઃ ખર્ચા પર નિયંત્રણ રાખજો

આવકની સરખામણીએ ખર્ચા વધારે રહેશે. જેના ફળસ્વરૂપે તમારુ ઘરેલું બજેટ ખોરવાશે. ગરીબોની ગરીબી જોઈ તમારુ મન દુઃખી થશે. કૌટુંબિક સભ્યોને સાથે સહકારાત્મક વલણ અપનાવજો. રોજગારીની શોધમાં ભટકતા લોકોને અનેક નવી તકો મળી શકે છે. જો કે, હાલ જે પણ મળે તેને શરૂ કરવામાં જ ભલાઈ છે.
વિદ્યાર્થીઓને તેમનું એસાઈમેન્ટ પૂરું ન થતા મુશ્કેલી વધશે.
સ્ત્રીઓના સ્વભાવમાં ચિડિયાપણું રહેશે.

મિથુનઃ ઘરની જવાબદારીઓથી હેરાન રહેશો

મિથુનઃ ઘરની જવાબદારીઓથી હેરાન રહેશો

સંતાનનો મોહ તમને મુશ્કેલીમાં નાખી શકે છે. જેથી સાવધાન રહેજો. ઘરના કામોમાં જવાબદારીનો ભાર ઉઠાવશો. મશીનરીના ઉપયોગ દ્વારા તમારા કામમાં ગતિ આવશે. કેટલાક લોકોની જરૂરિયાતો પૂરીં થશે. જેથી ધૈર્ય જાળવજો. સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે. દૂરસંચાર સાથે જોડાયેલા જાતકો માટે આ અઠવાડિયું ચિંતાજનક રહેશે.
વિદ્યાર્થીઓ આ સમયે ધાર્મિક પુસ્તકો વાંચવામાં રૂચી ધરાવશે.
સ્ત્રીઓને ધનની ચિંતા રહેશે.

કર્કઃ તમારી ઉદાસિનતા તમારી પ્રગતિમાં બાધક બનશે

કર્કઃ તમારી ઉદાસિનતા તમારી પ્રગતિમાં બાધક બનશે

આ અઠવાડિયે તમે રચનાત્મક કાર્યો પ્રત્યે ઉત્સાહિત રહેશો, જો કે તમારા મૂળ સ્વભાવને બદલશો નહિં. ઓફિસના કામ પ્રત્યે મન ઉદાસીન રહેશે. જે તમારી પ્રગતિમાં બાધક બનશે. ધન આવશે પણ તેટલી તેજીથી વપરાઈ પણ જશે. ટ્રાન્સપોર્ટના કામ સાથે જોડાયેલા જાતકો માટે આ અઠવાડિયું શુભ રહેશે.
વિદ્યાર્થીઓને કોલેજ એડમિશન કે એન્ટ્રન્સ ટેસ્ટ માટે પ્રવાસ કરવાનો આવશે.
સ્ત્રીઓ આ સમયે ખુશ અને આનંદિત રહેશે.

સિંહઃ કાપડના વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે આ અઠવાડિયું શુભ રહેશે

સિંહઃ કાપડના વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે આ અઠવાડિયું શુભ રહેશે

દરેક કામમાં ખામી શોધવાની તમારી ટેવને કારણે લોકો તમારાથી દૂર થઈ જશે. જે તમારા હિતમાં નથી. સમાજ અને સમયને અનુરૂપ બદલાવું જરૂરી છે. કેટલાક રચનાત્મક કામોને લઈ તમે ગુંચવાઈ શકો છો. દૂર રહેતા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. શરદી સામે જાતનું રક્ષણ કરજો, નહિંતર તમારી તબિયત બગડી શકે છે. ધન આવશે પણ ખર્ચ થઈ જશે.
વિદ્યાર્થીઓ આ સમયે અભ્યાસને લઈ ચિંતામાં રહેશે.
સ્ત્રીઓ ફંકી ફૂંકીને આગળ ચાલે.

કન્યાઃ સામાજીક કાર્યક્રમમાં નવા લોકો સાથે મુલાકાત થશે

કન્યાઃ સામાજીક કાર્યક્રમમાં નવા લોકો સાથે મુલાકાત થશે

આ અઠવાડિયે તમે કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશો. જેને કારણે નવા સંબંધો બનશે. કેટલાક લોકો કૌટુંબિક સમસ્યાઓને લઈ ચિંતામાં રહેશે. જો કે તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે આ સમસ્યાનું સમાધાન સમય સાથે થઈ જશે. અધ્યયનમાં તમારી વિશેષ રૂચી રહેશે.
વિદ્યાર્થીઓ પોતાની જવાબદારીઓને ભૂલે નહિં.
સ્ત્રીઓ ઓફિસના રાજકારણથી દૂર રહે, પોતાના કામથી મતલબ રાખે.

તુલાઃ આર્થિક તંગીથી હેરાન રહેશો

તુલાઃ આર્થિક તંગીથી હેરાન રહેશો

આ સમયે તમે આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા રહેશો. તમે માનસિક રીતે તૂટશો નહિં. કેરિયરની દિશામાં પ્રગતિ થતી થતી અટકી પડશે. સરકારી સંગઠનો સાથે જોડાયેલા જાતકો કામમાં પ્રામાણિકતા અને મહેનતથી આગળ વધે. જીવનસાથીનું આરોગ્ય ખરાબ રહેતા વધુ પૈસા ખર્ચ થશે.
વિદ્યાર્થીઓએ આ સમયે મહેનત કરવી પડશે.
સ્ત્રીઓને પોતાના ભવિષ્યની ચિંતા સતાવશે.

વૃશ્ચિકઃ આરોગ્યની કાળજી લેજો

વૃશ્ચિકઃ આરોગ્યની કાળજી લેજો

આ અઠવાડિયે તમે તમારા કામ પ્રત્યે સાવધાન રહેજો, નહિંતર તમારુ નુકશાન થઈ શકે છે. કોઈ સુધરી રહ્યુ હોય તો તેને સુધરવાની તક જરૂર આપજો. આરોગ્યને લઈ બેદરકાર બનશો નહિં, નહિંતર તમને મોટી મુશ્કેલી આવી શકે છે.
વિદ્યાર્થીઓ આ સમયે અભ્યાસમાં ધ્યાન આપી શકશે.
સ્ત્રીઓ પોતાના જીવનસાથી પાસે જેટલી અપેક્ષા રાખશે, તેટલી જ નિરાશ થશે.

ધનઃ સ્ત્રીઓ જોખમી કામમાં હાથ નાખે નહિં

ધનઃ સ્ત્રીઓ જોખમી કામમાં હાથ નાખે નહિં

તમારી યોગ્યતા અનુસાર કામ કરશો, તો જ સફળ થઈ શકશો. જેથી પહેલા પોતાની જાતને જાણો, પછી જ નિર્ણય લેજો. ધન, પદ, પ્રતિષ્ઠા બધુ જ મળશે, પણ તે માટે રાહ જોવી પડશે. વિમા કંપનીનું કામ કરનારા જાતકો માટે આ સમય શુભ રહેશે.
વિદ્યાર્થીઓ આ સમયે અભ્યાસમાં વ્યસ્ત રહેશે.
સ્ત્રીઓ જોખમી કામમાં હાથ નાખે નહિં.

મકરઃ રોજગારીની શોધ પૂરીં થશે

મકરઃ રોજગારીની શોધ પૂરીં થશે

આ અઠવાડિયે તમે કોઈ એવું કામ ન કરશો. જેનાથી સમાજ તમારી અનદેખી કરે. કેટલાક લોકોની જરૂરિયાતો પૂરી થશે, જેથી તમે આશાવાન રહેશો. કેટલાક સંબંધોને લઈ મન પરેશાન રહેશે. રોજી અને રોજગારના મામલામાં સફળ થશો. પ્રાઈવેટ કર્મચારીઓ માટે આ સમય શુભ રહેશે.
વિદ્યાર્થીઓને આ સમયે મન ભટકશે, જેથી અભ્યાસમાં ખાસ ધ્યાન આપજો.
સ્ત્રીઓ ઘરેલું કામને લઈ તનાવમાં રહેશે.

કુંભઃ જે મળી રહ્યુ છે તેને ખુશીથી સ્વીકારો અને ખુશ રહો

કુંભઃ જે મળી રહ્યુ છે તેને ખુશીથી સ્વીકારો અને ખુશ રહો

આ અઠવાડિયે સમજી-વિચારીને નિર્ણયો લેશો તેમાં સફળ થશો. કોઈના પ્રત્યે દુશ્મનાવટનો સ્વભાવ રાખવાથી તમારુ નુકશાન થશે. નવયુવકો આ સમયે અસમંજસમાં રહેશે. જે મળે તેને ખુશીથી સ્વીકારો. તેમાં જ આનંદ અનુભવાશે. મેડિકલના વ્યવસાયીઓ માટે આ સમય ઉત્તમ રહેશે.
હાયર એજ્યુકેશનની તૈયારી કરનારા વિદ્યાર્થીઓએ વિશેષ તૈયારી કરવી.
સ્ત્રીઓમાં અસુરક્ષાની લાગણી જન્મ લેશે.

મીનઃ સમયની સાથે ચાલવાથી લાભ થશે

મીનઃ સમયની સાથે ચાલવાથી લાભ થશે

સમયની સાથે ચાલો, નહિંતર જ્યાં છો ત્યાં જ રહી જશો. પરિવર્તનની હવા ચાલી રહી છે. જેથી તમે સાવધાન અને સકારાત્મક રહેજો. મિત્રો સાથે મનોરંજનની તકો મળી રહેશે. ઘરના ખર્ચા વધવાની શક્યતા છે. કૌટુંબિક કાર્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહેજો. વિદ્યાર્થીઓને પોતાની જરૂરિયાત અનુસાર ખર્ચા કરે.
વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું અઘરું રહેશે.
સ્ત્રીઓને હિતેચ્છુઓ મળશે પણ તેમનાથી અંતર જાળવવું જ તમારા હિતમાં છે.

English summary
Read Weekly Forecast, astrology prediction.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more