તમારી સૂવાની રીત ઘણું બધુ જણાવી દે છે તમારા વિશે

Posted By:
Subscribe to Oneindia News

સામુદ્રિક શાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે, જેમાં વ્યકિતના અંગોની બનાવટ અને દૈનિક કાર્યોને આધારે જાતકોના ભવિષ્ય વિશે જાણી શકાય છે.વ્યકિતનો હાવ-ભાવ અને તેનો સ્વભાવ તેના વિશે ઘણું બધુ કહી જાય છે. જેમ વ્યકિતની આંખો અને હોઠને આધારે ઘણું બધુ જાણી શકાય છે તે જ પ્રમાણે વ્યકિતની સૂવાની રીતને આધારે પણ તેના વિશે ઘણો બધો અંદાજ લગાવી શકાય છે. તમારી સૂવાની રીતને આધારે પણ તમે કેવા છો તે અંગે જાણવા ઈચ્છો છો તો વાંચો અમારો આ આર્ટિકલ..

sleeping

પેટની તરફે સૂવું

કેટલાક લોકો એવા હોય છે જે પેટની તરફે સૂવાનું પસંદ કરતા હોય છે. આવા લોકો કોઈ કારણવશ ભય ગ્રસ્ત હોય છે. તેમને કોઈપણ પ્રકારનું જોખમ લેવું પસંદ હોતું નથી. જીવનમાં તેમને ઘણી વાર દગો મળવાની શક્યતા છે. જેને કારણે તેઓ જે પણ કામ કરે છે તે સમજી-વિચારીને કરે છે. આર્થિક લેવડ-દેવડમાં આવા લોકોએ ખુબ સાચવીને ચાલવું જોઈએ.

સૂતા પહેલા પગ હલાવવા

જે લોકો સૂતા પહેલા પગ હલાવે છે, તેમને હંમેશા કોઈ ચિંતા સતાવ્યા કરે છે. તેઓ હંમેશા બીજાના વિશે વિચારી પરેશાન રહે છે. નાની-નાની વાતોને લઈ આખી આખી રાત તેઓ વિચારતા જ રહે છે. આવા લોકોના જીવનમાં તડકો-છાયડો ચાલ્યા જ કરે છે.

શરીરને ઢાંકીને સૂવાની ટેવ

આવા લોકો જે સૂતી વખતે પોતાના પગ જકડીને સૂવે છે અને સાથે જ શરીરને ઢાંકીને સૂવાની આદત હોય તેવા લોકોના જીવનમાં સંધર્ષપૂર્ણ રહે છે. આવા લોકો પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળી દેવામાં નિપૂણ હોય છે. તેમના મનમાં શુ ચાલે છે તે જાણવું અશક્ય છે. તેઓ વિચારે છે કંઈક અને કરે છે કંઈક.

ટટ્ટાર સૂવું

જે જાતકો ટટ્ટાર સૂવાની ટેવ રાખે છે જે પોતાના જીવનમાં ખૂબ ઉંચાઈએ પહોંચે છે. આવા લોકોમાં ગજબનો આત્મ-વિશ્વાસ હોય છે. આવા લોકો પોતાના જીવનમાં પોતાની મહેનતને આધારે આખી દુનિયામાં છવાઈ જવા ઈચ્છે છે. કુટુંબ અને સમાજને હિત માટે તેઓ કેટલાક એવા કામો કરી જાય છે જેને કારણે તેમની પ્રતિષ્ઠાને ચાર-ચાંદ લાગી જાય છે. તેમનું આરોગ્ય પણ ઘણું સારુ રહે છે.

પીઠ તરફ સૂવું

ઘણા બધા લોકો એવા હોય છે જે બંન્ને હાથ અને પગ ફેલાવી પીઠ તરફે સૂતા હોય છે. તેઓ તમામ કામો આઝાદીથી કરવા ઈચ્છે છે. પોતાના કામમાં કોઈ હસ્તક્ષેપ કરે તે તેમને જરાપણ પસંદ હોતુ નથી. જીવનમાં દરેક સુખ સુવિધાઓ મેળવી, તેઓ તમામ એશો-આરામ મેળવવા જીવન પસાર કરતા હોય છે. તેઓ વિપરિત સેક્સ પ્રત્યે જલ્દી આકર્ષાઈ જાય છે. જે તેમના માટે સારી વાત નથી.

ટુટીયું વાળીને સૂવું

જે લોકોનો આત્મ-વિશ્વાસ ઓછો હોય છે અને જલ્દી ડરી જાય છે તેવા લોકો શરીરને ટુટીયું વાળીને સૂવે છે. સૂતી વખતે તેમના પગ પેટમાં નાખીની તરફ વળેલા હોય છે. તેઓ અજાણ્યા લોકો સાથે જલ્દીથી ભળતા નથી. તેમનો સ્વભાવ જીદ્દીલો હોય છે. વિના કારણે તેઓ ડરેલા રહે છે. તેમના જીવનમાં અચાનકથી દુર્ઘટનાઓ ઘટતી રહે છે. ભીડ-ભાડથી દૂર રહી તેઓ એકાંકી જીવન પસાર કરવાનું પસંદ કરે છે.

આમથી તેમ પડખુ બદલવું

જે લોકો આખી રાત પડખા બદલીને સૂતા રહે છે. તેઓ સ્વભાવે અત્યંત લાગણીશીલ હોય છે. બીજાની મુશ્કેલીને સાંભળી તેઓ ચિંતામાં આવી જાય છે. આવા લોકોને ઊંધ ન આવવાની સમસ્યા રહે છે. તેમને અપચાની પણ મુશ્કેલી રહે છે. તેઓને સફળતા મળવામાં પણ વાર લાગે છે.

English summary
"Studies have been performed by reputable professionals, in which specific personality traits have been linked to sleep patterns. What exactly are they?
Please Wait while comments are loading...