જાણો કેવી રીતે બને છે ગજકેસરી યોગ ?

Posted By:
Subscribe to Oneindia News

કુંડળીમાં અનેક પ્રકારના યોગો રચાતા રહે છે, આ યોગો પ્રમાણે તેનુ ફળ પણ અલગ-અલગ મળે છે. આવા જ યોગો માંનો એક યોગ છે ગજકેસરી યોગ. ગજ અને કેસરી એમ બે શબ્દો મળી બને છે ગજકેસરી શબ્દ. જેમાં ગજ એટલે હાથી અને કેસરી એટલે સિંહ. જે રીતે ગજ અને સિંહમાં અપાર શક્તિ હોય છે, તેજ રીતે કુંડળીમાં ગજકેસરી યોગનુ નિર્માણ થતા વ્યકિત સાહસ અને સુઝબુઝના દમે ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા મેળવી સમાજમાં સન્માન મેળવે છે. આવો જાણીએ કુંડળીમાં ગજકેસરી યોગનુ નિર્માણ કેવી રીતે થાય છે.

ક્યારે-ક્યારે બને છે ગજકેસરી યોગ
-ગુરુ લગ્નથી કેન્દ્ર (1, 4 7, 10 સ્થાન)માં હોવો જોઈએ.
-ગુરુ ચંદ્રથી કેન્દ્ર (1, 4, 7, 10 સ્થાન) માં હોવો જોઈએ.
-કુંડળીના એક, ચાર, સાત અને દસમા સ્થાનમાં ગુરુ અને ચંદ્રની યુતિ થતા પણ ગજકેસરી યોગનુ નિર્માણ થાય છે.
-ગુરુ અને ચંદ્ર શુભ સ્થાનોમાં બેઠા હોય અને એક-બીજાને સપ્તમ દૅષ્ટિથી જોતા હોય આવી પરિસ્થિતિમાં પણ ગજકેસરી યોગ બને છે.

astrology

ક્યારે થાય છે ગજકેસરી યોગ ખંડિત
ગુરુની વક્રી થવાથી, નીચ રાશિમાં હોવાને લીધે અથવા બૃહસ્પતિ ગ્રહ અસ્ત હોય ત્યારે.
ગુરુ શત્રુ રાશિમાં હોય ત્યારે અથવા ગ્રહો દ્વારા પાપીત હોય.
ગુરુ સારો હોય પણ ચંદ્ર નીચ ભાવમાં હોય, પિડિત હોય, અશુભ ભાવમાં કે પાપી ગ્રહોથી દુષ્ટ હોય ત્યારે બનતો ગજકેસરી યોગ ખંડિત થાય છે.

શુભ ફળ માટે ગુરુનુ શુધ્ધ હોવુ જરૂરી
સામાન્ય રીતે મોટાભાગની કુંડળીમાં ગજકેસરી યોગનુ નિર્માણ થતુ હોય છે પરંતુ તે શુભ ફળ આપતુ નથી. કારણકે, કોઈને કોઈ રીતે ગુરુ પિડિત હોય છે. આ યોગમાં ગુરુનુ શુભ રહેવુ ખુબ જરૂરી ગણાય છે. જો ગુરુ પાપી, નીચ, શત્રુ ગ્રહોની અસરમાં નથી તો ગજકેસરી યોગ તમને અવશ્ય શુભ ફળ આપશે. ગુરુ જેટલો બળવાન હોય ગજકેસરી યોગનુ ફળ તેટલુ જ ઉત્તમ મળે છે.

English summary
What is Gaja Kesari Yoga and How it affects you
Please Wait while comments are loading...