લક્ષણો જોઈને જાણો કેવી સ્ત્રી હોય છે સૌભાગ્યશાળી?

Posted By:
Subscribe to Oneindia News

સ્ત્રી ઈશ્વરની અદ્રિતિય, સુંદર અને રહસ્યમયી રચના છે. કહેવાય છે કે સ્ત્રીને સમજવું અઘરું છે. દેવો પણ સ્ત્રીને સમજી શક્યા નથી, તો બિચારા મનુષ્યની તો શું વિસાત. સ્ત્રીના આ રહસ્યો હંમેશા પુરુષને આકર્ષિત કરતા રહ્યા છે. સ્ત્રીને સમજવાનો, તેનું મન વાંચવાનો, તેના ભાવ પારખવાનો અનેક લોકો દાવો કરી ચૂક્યા છે પણ સ્ત્રીના નીત નવા રૂપને જોઈ પુરુષ હંમેશા ચકિત થઈ જાય છે.

સ્ત્રીનું આકર્ષણ

આ રહસ્યોને કારણે સ્ત્રીનું આકર્ષણ વર્તમાનમાં પણ જળવાઈ રહ્યુ છે. સ્ત્રીનું પ્રાકૃતિક આકર્ષણ અને લગ્ન જેવા જરૂરી સંસ્કારોને સફળ અને શક્ય બનાવવા માટે પુરુષે સ્ત્રીને જાણવું જરૂરી છે. શરીર વિજ્ઞાનના સ્ત્રીઓ પર કરેલા સંશોધનને આધારે કેટલાક લક્ષણો જણાવાયા છે. જેને આધારે અમુક હદે સ્ત્રીને સમજવામાં સફળતા મળી છે. જો તમે પણ લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા હોવ અથવા કોઈના પ્રેમમાં હોવ તો તમારે આ લક્ષણોને જાણવા જરૂરી છે.

નાનું નાક

નાનું નાક

 • શરીર વિજ્ઞાન પ્રમાણે નાના મોઢા વાળી સ્ત્રી પુરુષ માટે શુભ મનાય છે. પણ એ વાતનું ધ્યાન રાખવું કે મોઢું વધારે નાનું ન હોવું જોઈએ, નહિંતર તે વિશ્વાસ લાયક મનાતી નથી.
 • નાનું નાક ધરાવતી સ્ત્રીઓ કામકાજી હોય છે. નાકનો આગળનો ભાગ લંબાઈ વાળો હોય તો આવી સ્ત્રી જીવનભર રાણીઓ જેવું સુખ ભોગવે છે.
 • જે સ્ત્રીની ગર્દન સુંદર, સુડોળ હોય તે શ્રેષ્ઠ મનાય છે. ગળાનો ભાગ ઉંચો હોય તો તે સૌભાગ્યશાળી હોય છે. સુંદર ગર્દન શ્રેષ્ઠતાનું પ્રતિક છે.
 • જે સ્ત્રીના ગળામાં ત્રણ રેખાઓ પડે છે, તે પતિના જીવનમાં ઐશ્વર્ય લાવનારી હોય છે.
 • જો સ્ત્રીની હડચકી બે આંગળીની હોય, માંસલ સુંદર હોય તો તે સૌભાગ્યશાળી હોય છે.
 • જે સ્ત્રીઓના ગાલ ગોળ, સુંદર અને જેના પર નાડિઓ દેખાતી હોય તે દૈવીય ગુણોની ધારક હોય છે.
ગોળ અને લાલ હોઠ

ગોળ અને લાલ હોઠ

 • જે સ્ત્રીઓના હોઠની વચ્ચે રેખા દેખાતી હોય તે સૌભાગ્યશાળી હોય છે. ગોળ અને લાલ હોઠ વાળી સ્ત્રીઓ પતિને સુખ આપનારી હોય છે.
 • સ્ત્રીઓના દાંત અણીદાર, એક સીધા, સફેદ અને પરસ્પર ભેગા થયેલા સારા ગણાય છે. જે સ્ત્રીઓની ઉપર નીચે સોળ-સોળ દાંત હોય અને તેનો રંગ ગાયના દૂઘ જેવો હોય તે પતિને અત્યંત પ્રિય હોય છે.
 • જે સ્ત્રીઓની જીભ પાતળી, લાલ, કોમળ હોય છે, તેમને શ્રેષ્ઠ પતિ અને સૌભાગ્યથી ભરપૂર જીવન મળે છે.
 • હસતી વખતે જે સ્ત્રીઓનું મોઢું થોડુ ખુલે અને દાંત ના દેખાય તે પતિ માટે સૌભાગ્ય લઈને આવે છે.
 • હરણ જેવી આંખો, જેમાં કાળી મણી અને પલક પર નાના, કાળા વાળ હોય, આવી આંખો વાળી સ્ત્રી પતિ માટે શુભ હોય છે.
જે સ્ત્રીના ડાબા હાથમાં તલ

જે સ્ત્રીના ડાબા હાથમાં તલ

 • જે સ્ત્રીની ભુજાઓ કોમળ, રોમરહિત અને સીધી હોય, તથા ખભા આગળની તરફ ઝુકેલા હોય અને મજબૂત હોય તેવી સ્ત્રીઓનું જીવન આનંદમાં વીતે છે.
 • જે સ્ત્રીના ડાબા હાથમાં તલ હોય, તે સૌભાગ્ય લઈને આવે છે. તેની સાથે ગાલ, હોઠ, હાથ, કાન કે ગળા પર તલ વાળી સ્ત્રીઓનુ જીવન સુખમાં વીતે છે.
 • જે સ્ત્રીની કમર ચોવીસ આંગળીની હોય અને પેટ પર ત્રણ રેખાઓ પડતી હોય તે પુરુષનો ભાગ્યોદય કરે છે.
ચીકણા તળિયા, કોમળ અને ઉધ્વરેખા

ચીકણા તળિયા, કોમળ અને ઉધ્વરેખા

 • જે સ્ત્રીઓના તળિયા ચીકણા, કોમળ અને ઉધ્વરેખામાં હોય તથા તેના પર શંખ, કમળ, ધજા કે માછલીનું ચિન્હ હોય તેવી સ્ત્રી પોતાના પતિને અથાગ ધનનો સ્વામી બનાવે છે.
 • સ્ત્રીના પગની આંગળીઓ કોમળ અને જોડાયેલી હોય તો તે પરમ સૌભાગ્યશાળી હોય છે. તેની વિરુધ્ધ જો પગની આંગળીઓની વચ્ચે વધારે અંતર હોય તો આવી સ્ત્રીઓ ધનનો સંગ્રહ કરી શકતી નથી.

સ્ત્રીને જાણવું મુશ્કેલ

સ્ત્રીને જાણવું મુશ્કેલ

સ્ત્રી રહસ્યને જાણવાની ચેષ્ટા તો અનેક રીતે કરવામાં આવે છે પણ આજે પણ એવો કોઈ ગ્રંથ નથી જે સ્ત્રીના સ્વભાવને નિર્ણાયક રૂપે નક્કી કરી શક્યુ હોય. ઉપર જણાવેલા લક્ષણો સ્ત્રીઓના સામાન્ય સ્વભાવનું અધ્યયન કરી પ્રમાણિત થયેલા છે, જો કે તેમાં ઘણી વાર અંતર પણ જોવા મળ્યુ છે. સ્ત્રી ઈશ્વરનું રચાયેલુ રહસ્ય છે, જેને આંકવું મુશ્કેલ છે. આમ છતાં ઉપરના લક્ષણોને આધારે સ્ત્રીઓના સ્વભાવનું આકલન કરી શકાય છે.

English summary
Astrology says everything about Your Female Partner, Here are some description, please have a look.
Please Wait while comments are loading...