કોને મળશે યુપીની ખુરશી? શું કહે છે જ્યોતિષ?

Written By:
Subscribe to Oneindia News

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ પાંચે રાજ્યોમાં સૌથી મહત્વની ચૂંટણી છે ઉત્તર પ્રદેશની, કારણ કે યુપીથી લોકસભામાં સૌથી વધારે સીટો મેળવી મોદી વડાપ્રધાન બન્યા છે. આ ચૂંટણી મોદી માટે તો ખાસ છે જ, સાથે રાજ્યના સપા, બસપા જેવા દળોના અસ્તિત્વનો પ્રશ્ન પણ આ ચૂંટણી સાથે જોડાયેલો છે.

up assembly election 2017

રાજકારણનો ઉંટ કઈ તરફ ફરશે તે તો સમય જ કહેશે, તેમ છતાં આવો જાણીએ જ્યોતિષ શું કહે છે? જ્યોતિષ વિશ્લેષણને આધારે યુપી માટે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટી સૌથી મોટા દળ સ્વરૂપે ઉપસી આવશે અને યુપીના નવા મુખ્યમંત્રી કોણ બનશે? આ બંન્ને સવાલોના જવાબનું અનુમાન અમારા એસ્ટ્રોલોજરે લગાવ્યું છે..

mayawati

બસપા

બસપાના નેતા માયાવતીનો જન્મ સિંહ લગ્નમાં થયેલ છે. વર્તમાન સમયમાં માયાવતીની જન્મકુંડળીમાં બુધની મહાદશામાં શુક્રનું અંતર ચાલી રહ્યું છે, જે એપ્રિલ 2017 સુધી ચાલશે. શુક્ર ચતુર્થેશ અને લાભેશ થઈ અષ્ટમ ભાવમાં મંગળના નક્ષત્રમાં સ્થિત છે. મંગળ પંચમ અને દશમ ભાવનું પ્રતિનિધિત્વ કરતા પોતાની રાશિ વૃશ્ચિક સાથે પંચમ ભાવમાં બેઠો છે. 11 માર્ચે મંગળ પોતાની મૂળ રાશિ મેષમાં ગોચર કરશે અને લાભેશ શુક્ર ઉચ્ચનો રહેશે, તેનાથી મંગળની સ્થિતિ મજબૂત છે અને દશમ ભાવ રાજ્ય સાથે સંબંધ ધરાવે છે. પરિણામે ગ્રહોની આ સ્થિતિ દર્શાવે છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બસપા પાર્ટીને પાછલી ચૂંટણીની સરખામણીએ લોકોનો ઠીક-ઠીક સાથ મળશે.

11 માર્ચે મધા નક્ષત્ર

ચૂંટણી પરિણામ જાહેર થવાના દિવસે 11 માર્ચે મધા નક્ષત્ર ક્ષિતિજે રહેશે. બસપાના સુપ્રિમો માયાવતીનો જન્મ ઘનિષ્ઠા નક્ષત્રમાં થયો છે. તારા ચક્ર અનુસાર ધનિષ્ઠા નક્ષત્રથી ગણતા 15માં નંબરે મઘા નક્ષત્ર આવી રહ્યો છે. જે સાધક નક્ષત્રોની શ્રેણીમાં આવે છે. સાધક નક્ષત્ર સફળતા અપાવવામાં મદદ કરે છે. પરિણામે આ તમામ કારણોથી 2017ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં બસપા પાર્ટી ઓછામાં ઓછી 100 થી 110 સીટો મેળવી બીજા સ્થાને રહેશે.

akhilesh yadav

સપા

સમાજવાદી પાર્ટીનુ ચૂંટણી ચિન્હ સાયકલનો સાંકેતિક ગ્રહ શનિ છે. શનિદેવ અન્યાય અને ભ્રષ્ટાચારની વિરુદ્ધ છે અને ન્યાયના દેવ છે. શનિદેવે સપાને પૂર્ણ બહુમત અપાવી અપરાધ અને અન્યાય પ્રત્યે ન્યાયની આશા રાખી હતી, પરંતુ 'અખિલેશ સરકાર' શનિદેવની આશા પર ખરી ઉતરી નથી. 26 જાન્યુઆરીથી શનિ વૃશ્ચિક રાશિમાંથી નીકળી ધન રાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિનું પ્રતિક ધનુષ છે અને ધનનો સ્વામી બૃહસ્તપિ ગ્રહ છે. ગુરુનું કામ ન્યાય કરવાનું છે. પરિણામે શનિદેવ આ વખતે ગુરુના ધનુષ સપાના રાજકારણીય કિલ્લાને ધરાશાહી કરી દેશે.

પરિણામની તારીખ 11

11 માર્ચે 17મી વિધાનસભાનું પરિણામ જાહેર થશે. તે સમયે ક્ષિતિજે મઘા નક્ષત્ર રહેશે. અખિલેશનો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં થયો છે. તારા ચક્ર પ્રમાણે પુનર્વસુ નક્ષત્રથી પડતા ચોથા સ્થાને મઘા નક્ષત્ર આવી રહ્યું છે, જે શુભ સ્થિતિ દર્શાવતું નથી. પરિણામે અખિલેશેને વિધાનસભાની ચૂંટણીમાં 60 થી 70 સીટો મળવાની શક્યતાઓ જણાઈ રહી છે.

akhilesh yadav rahul gandhi

કોંગ્રેસ

કોંગ્રેસની નામ રાશિ મિથુન છે તથા યુપી કાંગ્રેસના પ્રશાંત કિશોરની નામ રાશિ કન્યા છે, જેના પર 26 જાન્યુઆરીથી શનિની પનોતી શરૂ થઈ રહી છે. પરિણામે શનિના પ્રકોપને કારણે પ્રશાંત કિશોરનો જાદુ બહુ ચાલશે નહિં. કોંગ્રસેના ભાવી અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ તુલા રાશિમાં છે, જે ઉત્તર પ્રદેશની કુંડળીમાં છઠ્ઠા સ્થાને પડી રહી છે. છઠ્ઠુ સ્થાન વિરોધી અને શત્રુનો સાંકેત કરે છે. પરિણામે આ વખતે રાહુલની યુપી ચૂંટણીમાં મહેનત વેડફાઈ જશે. આમ તો રાહુલ માટે યુપીની ચૂંટણી એક ચેલેન્જ સમાન છે, તેમ છતાં કોંગ્રેસ-સપાના ગઠબંધનને કારણે તે 20 થી 25 સીટો મેળવી પોતાની આબરૂ બચાવી શકશે.

ભાજપ

લોકસભાની ચૂંટણી બાદ પહેલી વાર ઉત્તર પ્રદેશની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સૌથી મોટું ચેલેન્જ સાબિત થવા જઈ રહી છે. મોદી જ ચૂંટણીનો ચહેરો બનશે. મોદીના અઢી વર્ષના કામકાજની અગ્નિ પરીક્ષા થશે યુપીની ચૂંટણીમાં. મોદીની કુંડળીમાં વર્તમાનમાં ચંદ્રની મહાદશામાં શનિનું અંતર ચાલી રહ્યું છે. 25 જાન્યુઆરીથી 14 માર્ચ 2017 સુધી ચંદ્રની અસર રહેશે. આ સમયે પરિણામ જાહેર થશે. શનિ પરાક્રમેશ અને ચતુર્થેશ થઈ શુક્ર સાથે દશમ ભાવમાં બેઠો છે. ચંદ્ર ભાગ્યેશ થઈ મંગળની સાથે બેસી નીચભંગ રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. ભાજપની નામ રાશિ ધન છે, જે દાર્શનિકતા અને ધર્મની સાંકેતિક રાશિ છે. આ વખતે ધન રાશિમાં શનિ ગોચર કરશે, જે એક શુભ સંકેત છે.

અંક જ્યોતિષ પ્રમાણે

17 સપ્ટેમ્બરે મોદીનો જન્મ થયો હતો. ઈસ. 2017માં 17મી વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. આ ત્રણેમાં 17 સંખ્યાની મહત્તા વિશેષ છે અને 17ને જોડતા અંક 8 આવશે. જે શનિદેવનો અંક છે. ખાસ વાત તો એ છે કે, શનિવારના દિવસે જ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે. આ બધા જ સંકેતોને મેળવીએ તો પરિણામ સામે આવશે.

1) મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ 200 થી 217 સુધીની સીટો મેળવી સૌથી મોટી પાર્ટી સાબિત થશે.
2) 17મી વિધાનસભાની કમાન કોઈ સ્ત્રી મુખ્યમંત્રીના હાથમાં રહે એવી પણ શક્યતા છે.

English summary
There are three main contestants in UP elections i.e. SP, BSP and BJP. The recent development also indicates that the Congress too is emerging. Thus the calculation is just an attempt to tell who can win at whose cost
Please Wait while comments are loading...